Wednesday, December 19, 2018

ગાંધી વિચારનું શિક્ષણ : સાંપ્રત અને સતત

------લે તખુભાઈ સાંડસુર

ગાંધી વિચાર આજે પણ તરોતાજા અનુભવાય છે. તેને મમળાવતા એક લખલખું પસાર થઈ જાય છે ,આવુય હતુ આમ પણ હોય !! એક સદી વળોટયા પછી પણ તે નૂતન નવનિર્માણની જાણે અગમ ઝાંખી હશે તેમ સમજાય છે. સાબરમતી કે જહોનીસબર્ગનો સત્યાગ્રહ આશ્રમ બાપુને અનુભવે સૂવર્ણ સત્ય લાધે છે.અને તે વરસો પછી પગદંડી ,ઉદીપક સાબીત થઈ રહ્યુ છે. તેના વૈચારિક દોહનથી પ્રાપ્ત નવનીતરૂપ નીતિનું આવિષ્કરણ માત્ર આપણાને સૌને નહી બલ્કે વિકસીત દેશોએ પણ સ્વીકારેલું ભીતસત્ય છે.

ગાંધીયન દ્રષ્ટિ પંચ પ્રાણતત્વોને અનુસરે છે. આખી શિક્ષણ વ્યવસ્થાનો ડ્રાફ્ટ જાણે આપણી ભૌગોલિક ,આર્થિક, સામાજિક સ્થિતી લેબાસને ધ્યાને લઇ બનાવાયો છે .આ સારભૂત તત્વો છે. સમુહજીવન, ખાદી ગ્રામોદ્યોગ, સ્વાવલંબન, શ્રમ ગ્રામ વિકાસ, ચરિત્ર નિર્માણ.


ગાંધીજીએ વર્ધાશિક્ષણ યોજના- ૧૯૩૭માં આ બાબતને અગ્રહરોળમાં મુકી છે.જો કે ગાંધી એટલે પ્રયોગશાળા ,ગતિશીલતાને તેમના જીવનના પર્યાય તરીકે સ્થાપિત કરી શકાય.તે કોઈ જાતિ કે પ્રણાલીને અમલમાં મુકે પછી સમાયાંતરે ફેરફારો સ્વીકારવામાં તે જરાય સંકોચાયા જણાયા નથી. હા, તેના અંતેવાસીઓ કે અનુગામીઓએ તેમની વૈચારિક ભૂમિકા ને વધુ પડતી રૂઢ કે ગતાનુગતિક બનાવી દિધાની માન્યતાઓ પ્રવર્તે છે. પરંતુ તેને નખશીખ જાણનાર કે ઓળખનાર એવી જરૂર પરખ પામ્યો છે કે તેનું સમગ્ર જીવન આઈસ્ટાઈનની પ્રયોગશાળાથી પણ બહુલ ક્ષેત્રફળ ધરાવે છે.

સમુહજીવનની પ્રાથમિકતા આપણા સાંસ્કૃતિક પરિપ્રેક્ષમાં મહત્વનું છે .છાત્રાવાસ કે શાળાકીય શિક્ષણ "સૌ આવો સૌ આગળ વધો"ની સામુહિક વિચાર દ્રષ્ટિ -સમાનતા મૂલ્યેને સંવર્ધિત કરે છે, પોષે છે. આપણી વૈવિધ્યપૂર્ણતા સૌને સ્વીકાર કરવા સતત સાદ પાડે છે. ધર્મ, જાતિ, સંપ્રદાય કે પ્રદેશ વિભિન્નતા બાળકમાં અલગતાવાદના અંકુરોનું જન્માનવે સમાજના ચેતો વિસ્તારમાં એવી વાત રૂઢ થાય કે "આપણું છોને બધુ જુદુ હોય તો પણ આપણે સૌ એક છીએ "આ બાબત ત્યારે પણ આઈએમપી. હતી,ને આજે પણ છે. શિક્ષણના પાયાના સિદ્ધાંતોમાં આ ફુલને ગુંથી લઈ નાગરિક નવનિર્માણનો આધાર સ્તંભ પ્રસ્થાપિત રાખી શકીએ .તો અને તોજ અરે ત્યાં સુધી આંતરિક યુધ્ધ જેવી સંકટ ઘડીને થભાવી શકીશું. રાષ્ટ્રીય એકયને જાળવી રાખવામાં પણ સફળતા હાંસલ થઈ શકશે. સમુહજીવનના સહગોઠી કે તેના આંતરિક અંગ તરીકે સહજીવનને મહત્વ અપાયુ છે .બાળકમાં લિંગ ભિન્નતા અનેક પ્રશ્નો ઉદ્‌ઘાટિત કરે છે લૈગિક સામ્યતા તદુરસ્ત સ્પર્ધા, સંશોધન સહકારિતાને બળ પુરૂ પાડે છે. છોકરા છોકરીની ભેદરેખા સ્ત્રી જાતિય ગુનાખોરી તરફ ખેચી જવાના પણ તારણો નીકળ્યા છે. સહજીવનના ક્ષુલ્લક ભયસ્થાનોથી ભાગી તેને તરછોડી દેવી તે અન્યાય કર્તા છે. છોકરા- છોકરીમાં એક મંચની પૂર્તતા બનવાનું સામર્થ્ય પણ નિર્મિત થાય છે.

ખાદી -ગ્રામોદ્યોગનો શિક્ષણમાં સમાવેશ કરવા પાછળ ગાંધી સિધ્ધાંત એ હતો કે ગ્રામકારીગરોને રોજગારી મળે અને પોતાના ઉત્પાદનનું સરળતાથી બજાર પણ મળે. ઓછું ભણીને પણ સરળથાથી ગુજરાત ચાલી શકે, તેટલી રોજગારીની સરળતા થાય. સરકારી નોકરી મેળવવાના હતોત્સાહથી બચી જવાય. એટલુ જ નહી શુન્ય તાંત્રિકીથી વિદ્યાર્થી પોતાનું કૌશલ્ય નિર્માણ કરી શકે. આ તમામ બાબતો આજે પણ વિકસીત રાજ્યને લાગુ પાડવા ગરમાગરમ જરૂરીયાત છે. નગરો તરફ વધી રહેલી દોડમ દોડ ગ્રામસમાજ જગતને એક મહાકાય નિરાશામાં ધકેલતુ રહ્યુ છે. શહેરી કરણનું વિસ્તૃત થતુ જંતુ જાળુ નવા પ્રશ્નો- સમસ્યાથી ઘેરાઈ રહ્યુ છે .તેથી ઉક્ત બાબત આજે પણ એટલી જ સાતત્ય ધરાવે છે.

સ્વાલંબનનું જોડાણ આત્મ સન્માન સાથે છે. જે પોતે પોતાનું બધુ જાતે કરી શકે તેમણે અન્ય કોઈ પર આધારિત રહેવાની જરૂર રહેતી નથી. અમેરિકા ,બ્રિટન, જર્મન અને જાપાન જેવો દેશોએ વર્લ્ડ ઈકોનોમીકલ સ્ટ્રોંગ સર્કલમાં પોતાની હાજરીની સતત પુષ્ટી કરાવી છે. ગાંધી પરિરૂપને અનુસરીને પશ્ચિમી જગત પણ તેનાથી અભિભૂત થવામાં બાકાત નથી. ગાંધી દર્શન રસોઈકળાથી શૌૈચાલય સ્વચ્છતા સુધીની સફળતામાં ક્યાય લડખડાતુ નથી. જ્યારે તમે બધી બાબતમાં પાવરધા છો. તો કોઈ કામ તમને ક્યાય પજવી શકતુ નથી. સુખનો પહેલો 'સ્કવેકટ'તમને અહીથી પ્રાપ્ત થાય છે. આશ્રમજીવનમાં ગાંધીજીએ અનુસર્યુ તો ખરૂ પણ કેળવણીમાં પણ તેનો અમલ કરાવ્યો. આજે પણ બુનિયાદી સંસ્થાઓ 'જાતે કરો અને જીવી જાણો' ના મંત્રથી ચાલે છે. મેકોલ પેટર્ન સૌને પાટલી પર એટલે કે જમીનથી દોઢ ફુટ ઉચે બેસાડી શ્રમ અને સ્વાલંબનની સુગ પેદા કરી છે.તેનાથી આજે પણ આપણી શિક્ષણ વ્યવસ્થા આંસુ સારતી નજરે પડે છે. સમયબધ્ધ આયોજનથી જો આપણે હજુ તેને અમલી બનાવી શકીએ તો રાષ્ટ્ર કલ્યાણના નવા દરવાજા ખૂલ્યાનો અહેસાસ થશે.
        બાપુ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી પ્રથમ વખત જેલમાં ગયા. તેના વોર્ડર આદન એક હાથે અંપગ હતો. ગાંધીજી સવારે ૪ કલાકે ઉઠીને પ્રવૃત્તિમાં પરોવાતા .ચાર કલાક કાંતણ , બે કલાક પીંજવવાનું કામ કરતા કરતા તેની આંખો દુઃખી ગઈ. આરામ કરવાનું સુચન તબીબોએ પણ કર્યુ, પણ તેનો ઉત્તર વાળતા ગાંધીજીએ કહ્યું ' સુર્ય પોતાનું કામ છોડે છે તેના નીકળવાથી પ્રકાશ મળે છે તો આપણે શા માટે છોડવુ ? 'ગાંધીજીેએ ખોરાક થોડો છોડ્યો, પોતાનું કામ નહી. તેથી શિક્ષણ માત્ર અમને પાયારૂપ ગણતા .શ્રમની શિક્ષણમાંથી બાદબાકીએ અનિયમિતતા, અરાજકતા અનિષ્ટોને ઉભા કર્યા છે. સરકારી નોકરીઓ પાછળની દોટનું એક કારણ કામચોરી પણ છે. ઈજનેર છે પણ તેને પાનુ પકડવુ નથી. કૃષિના વૈજ્ઞાનિક ખેતરની માટીમાં પોતાનો પગ અડાડવો નથી .આ માનસિકતા એ સમુળી શિક્ષણ વ્યવસ્થાને ખોખલી કરી છે. બુનિયાદી શાળાઓ શ્રમનું મહત્વ આંકી નિષ્ઠાવંત નાગરિક રાષ્ટ્રચરણમાં ધરવાનું પૂણ્ય કાર્ય કરી રહી છે. ભારતના પાયામાં ગ્રામજગત છે. તેની સતત ખેવના ,ચિંતા પાયાનું કામ છે.

અંતિમ પડાવમાં આવે છે ચરિત્ર નિર્માણ.શિક્ષણના પાયાના મુલ્યોમાં આ હેતુ અમુલ્ય છે. રાષ્ટ્રના અફાટ અને એકસપ્રેસ વિકાસમાં ચરિત્રવાન નાગરિકનો જ ફાળો હોય શકે .વિકસીત રાષ્ટ્રોના સિધ્ધાંતો, નિષ્ઠા બધુ ૨૪ કેરેટ સોનાથી જરાય ઉતરતું નહી હોય.સાંપ્રત યુગના શૈક્ષણિક આયામો ટેકનોક્રેટ કે તોખાર તબીબો જન્માવી શકે છે .પરંતુ તેનામાં માણસ ઉભો કરવાની વાત તો અધુરી જ જણાય છે. માર્કસને મહત્વ આપીને 'મમતા'ની 'ખો'અપાઈ ગઈ છે. પ્રેવશની ભાંજગડ પ્રેમને ભુલી ગઈ છે. રેન્કને હાંસલ કરવામાં રાષ્ટ્ર બીજા નંબરે ધકેલાયુ છે. એક એક બાળકમાં ભાઈચારો ,પ્રેમ સહઅસ્તિત્વ ,નિષ્ઠા, સત્ય સતત રૂઢ થાય તે માટેના કાર્યક્રમો, અભ્યાસક્રમ ગાંધી વિચારની પ્રાથમિકતા છે. બુનિયાદી શાળાઓ આજે પણ વ્યાખ્યાનો, પ્રવૃત્તિઓ થકી આ દિશામાં અડગ કદમમોથી આગળ વધી રહી છે.

ગાંધીજીએ તેમના પ્રયોગોમાં આ તમામ વિગતોને અમલમાં મુકીને તેમા યતકિંચિત ફેરફારો પણ કર્યા છે .ગતાનુગતિક પ્રવૃત્તિમાં આવશ્યક ફેરફાર પણ થતાં રહેવા ઘટે .દા.ત આજે હવે રેટિયો પ્રસ્તુત નથી તો તેના સ્થાને કમ્પ્યુટર કે અન્ય ટેકનોલોજીને અપનાવી રહી .ગ્રામજગતમાં વિકસતા રહેતા ગ્રૃહઉદ્યોગોનું જરૂરીયાત સાથે સાતત્ય કેળવી શિક્ષણમાં વણી લેવાય તે જરૂરી છે. ગાંધી વિચારના શિક્ષણનું મહામંથન અને તેનો અમલ 'બાપુ'નેખરી શ્રધ્ધાંજલી જ ગણાય.



Tuesday, December 11, 2018

Moraribapu's interview on Manas Ganika

ગણિકા દેહ વેચતી હશે પરંતુ દિલ નહીં : મોરારિબાપુ
---આલેખન:::::તખુભાઈ સાંડસુર

(મોરારિબાપુ માત્ર કથાકાર નથી પરંતુ સમાજોત્થાન, સામાજિક લોકક્રાંતિના પ્રણેતા તરીકે સાપ્રંત સમય તેમને નવાજે છે. રામકથાના માધ્યમથી સાહિત્ય, શિક્ષણ સમાજ કલ્યાણના અનેક વિષયોને ઉપાડીને માનવ સંવેદનાને ઉજાગર કરવાની તેમની મથામણ નોંધનીય છે. આગામી રર ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર દરમ્યાન રામજન્મભુમિ અયોધ્યામાં તેઓ ગણિકા (સેકસવર્કર)ને કેન્દ્રિત કરીને માનસગાન કરવાના છે. આ માનસ ગણિકા વિષય સંદર્ભે પત્રકાર તખુભાઈ સાંડસુરે પુ.શ્રી સાથે વિશેષ વાર્તાલાપ કર્યો જે અહીં પ્રસ્તુત છે.

પ્રશ્ન :- બાપુ માનસ ગણિકાના સ્ફુરણનો પાયો કોને ગણવો ? શા માટે ?

મોરારિબાપુ : રામચરિત માનસ માટે કોઈ ઉપેક્ષિત નથી. વ્યાસપીઠની કરૂણા પામવાનો સૌને અધિકાર છે.


વંચિત, પીડીત, ઉપેક્ષિત માટે પણ સદભાવ જરૂરી છે. આગળ આવી જ રીતે વિચરતી જાતિ માટે સને ર૦૧૧માં દેવળા ગોંડલ, કિન્નરો માટે સને ર૦૧૬માં થાણામાં કથાઓ થઈ છે. એટલું જ નહીં કેન્સર, સ્વચ્છતા, ગાંધી દર્શન વગેરે વિષયને લઈને સંવાદ કર્યો છે તો ગણિકા બહેનો માટે ધાર્મિકતાને જોડી સંવાદ કેમ ન થાય ? તુલસી દાસજીએ પણ વાસતી નામની ગણિકાના અંતિમ સમયે રામનામનું મહિમા ગાન કરી આપદ ધર્મ નિભાવ્યો હતો. મારી વ્યાસપીઠ પણ આ જ દિશામાં કદમ ઉપાડી રહી છે.
પ્રશ્ન : ગણિકાના વ્યક્તિત્વને આપ કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો ?

મોરારિબાપુ : પહેલા પણ હું કહી ચુકયો છું કે ગણિકા એટલે માત્ર દેહવ્યાપારમાં સંકળાયેલી સ્ત્રી કે મહિલ જ નહીં પરંતુ આપણે તેને લિંગથી ઉપર ઉઠીને જોઈએ છીએ. જયારે કોઈ પુરૂષ પણ પૈસા માટે પોતાના ઈમાનને વેચે તો તે ગણિકા છે. જેમ કે સેવક પોતાની સેવા માટે સાધુ પોતાના વ્યાખ્યાન માટે પોતાની નિષ્ઠાને, ઈમાનને પૈસાથી વેચે તો તે ગણિકા જ છે. હા ગણિકા બહેનો કયારેક પોતાની લાચારીથી ,મજબુરીથી કે ટેવ વશ પોતાના દેહ વેચતી હશે પરંતુ તે પોતાનુ દિલ કયારેય વેચતી નથી.

પ્રશ્ન : ગણિકા જેવા અસ્પૃશ્ય વિષયને સ્પર્શતા આપ કોઈ સામાજિક સંકોચનો અનુભવ કરો છો ? શા માટે નહીં ?

મોરારિબાપુ : ના જરા પણ નહીં રામ બંધાનો છે તેથી રામકથાએ બધા પાસે જવું જોઈએ. ભગવાન બુધ્ધ પણ ગણિકા પાસે ભીક્ષા લેવા ગયા હતાં. સમાજને તેણે ખુબ સુચારૂ ઉત્તર આપીને નવો સંદેશો આપ્યો હતો. તળાવમાં દુધનો લોટો નાંખવાથી તે તળાવ દુધીયું ન થાય પણ થોડો રંગ બદલે અરે. તે પણ ન થાય પણ સ્વયંને શાંતિનો અહેસાસ થાય. સૌએ આ કરવું જોઈએ તેવો નિર્દેશ માનસ કરે છે.

પ્રશ્ન : બાપુ, માનસ-ગણિકાનું સ્થળ અયોધ્યા પસંદ કરવા કોઈ ખાસ હેતુ - અભિગમ ? કયો ?

મોરારિ બાપુ : સૌ જાણે છે કે રામચરિત માનસનું ભાવ કેન્દ્ર અયોધ્યા છે. મર્યાદા પુરૂષોત્તમ રામજીની જન્મભુમિ .બીજું સંત પુ. તુલસી દાસજીએ અહીં નગરના છેવાડે રહેતી વાસંતી નામની ગણિકાની અંતિમ ઈચ્છા મુજબ પુજયશ્રી તેના ઘરે ગયા હતાં. માનસની ચોપાઈઓ સંભળાવી હતી. વાંસતીને તુલસીદાસજીના આગમનના સમાચાર મળ્યા ત્યારે તે ખુબ પ્રસન્ન થઈ હતી.

"વો રસ્મે તોડકર મેરે ઘર આને વાલે હૈ

મૈ ડર રહા હું કી ઝાલિમ જમાને વાલે હૈ"

અને રામચદ્ર કૃપાળુ ભજમનના ગાન સાથે વાસતીની આંખો બિડાઈ ગઈ હતી. એક આવુ પણ કારણ ગણી શકાય.

પ્રશ્ન : આ કથા સમાજને કોઈ ખાસ સંદેશ આપશે ખરી ? ગણિકા સમુહ માટે કોઈ કલ્યાણક પ્રવૃત્તિ માટે અપીલ થશે ?

મોરારિબાપુ : સૌ માટે કરૂણા માનસનું ભાવ બિંદુ છે. સમાજે પણ તેને અનુસરવું જોઈએ કલ્યાણક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે તેવી શ્રધ્ધા છે.

પ્રશ્ન : માનસ કિન્નર, માનસ વિચરતી પછીની આ કથા એક ઐતિહાસિક તવારીખમાં નોંધાશે તેને આપ કઈ રીતે જુઓ છો ?

મોરારિબાપુ : "સિર્ફ હંગામા ખડા કરનાર મૈરા મકસદ નહીં, મેરી કો શિશ હૈ કી યે સુરત બદલની ચાહીએ" આપણે દુષ્યતકુમારની આ પંક્તિઓને અનુસરીએ

પ્રશ્ન : બાપુ આ વિચાર બિંદુઓની કથાઓનું પરિણામ કઈ રીતે આલેખી શકાય ? અથવા તેની ફુલશ્રુતિ ?

મોરારિબાપુ : ઉપેક્ષિત વર્ગ, સમાજ તરફ લોક જનસમુહનું ધ્યાનાકર્ષણ થાય છે. તેમના શ્રેય માટેની વિચાર શૃંખલાને બળ મળે છે. માનસ કિન્નર જેવી કથા પછી આ વર્ગ તરફનો લોક અભિગમ બદલાયો છે. તેઓ પણ આપણા પૈકીના એક છે તેવી ભાવના નિર્માણ પામી છે. થાણાની એ કથા પછી સરકારી મશીનરીમાં કિન્નર સમાજને તૃતિય લિંગ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેવી વાત મારા ધ્યાન પર લાવવામાં આવી છે. આ આવકારદાયક જ ગણી શકાય.

પ્રશ્ન : બાપુ, આ કથાના યજમાન કે વ્યવસ્થામાં કોઈ નોંધપાત્ર બાબત ? ગણિકા બહેનોનો રોલ કથામાં કેવો હશે ?

મોરારિબાપુ : કથા સ્થળ :ભકત માર્ગની બગીચી, પિરક્રમા માર્ગ અયોધ્યા છે. તેના યજમાન કોલકત્તાના બંગાળી શ્રેષ્ઠી છે તેઓ પોતાના કાર્યને કોઈ વિશેષ મહત્વ આપે તેમ નથી. બાબુજીએ ર૦૦ ગણિકા બહેનોને નિવાસ- ભોજન ,મુસાફરીની વ્યવસ્થા કરેલ છે. કથા સ્થળે મંડપમાં અગ્ર ભાગે તેમની સુચારૂ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામકથાના ઉપક્રમો પોથીજીની ભાવવંદના, આરતી વગેરેમાં પણ તેઓ સંમ્મિલિત થાય તેવો પ્રયાસ કરાશે. સામાજિક પુનરૂત્થાન માટે સધળાં પ્રયત્નો થશે. અગાઉ પણ આવી બહેનો માટે તલગાજરડા કરૂણતાં પ્રગટ કરી ચુકયું છે.

પ્રશ્ન : વ્યાસપીઠ હવે નવા મુકામે કયાં જશે,આપનો કોઈ મનસુબો ?

મોરારિબાપુ : ના કંઈ નિશ્ચિત હોતું નથી. ફરી કોઈ નવા વર્ગ કે સમુહ માટે ગૃરુકૃપાથી સ્ફુરણ થશે ત્યાં તલગાજરડા -માનસ પહોંચવા પ્રયત્નશીલ હશે.

પ્રશ્ન : બાપુ .કથા પુર્વે શ્રોતાઓને, સાધકોને આપનો કોઈ સંદેશ ?

મોરારિબાપુ : હા ,સૌને કથા શ્રવણ માટેનો ઉમળકાભેર સાદ સૌ આવો ,જય સિયારામ.



Thursday, December 6, 2018

મંદિર નારો ૨૦૧૯

અયોધ્યા મંદિર : ઓગણીશનો VAI..!

--- તખુભાઈ સાંડસુર
અયોધ્યાનો મુદ્દો કેટલાયને રળી ખાવાનું નાનું ખેતર છે. આ ખેતરને જોકે શેઢો નથી એટલે જ્યારે જેવું નાનું મોટુ કરવું હોય તેવું થાય.   !!!? મુદ્દો મંદિર નિર્માણ કે બાબરી મસ્જીદને હટાવવાનો નથી. આ દેશના મતદારોની બાલીશતા, મુર્ખતા માટે હસવું ય ભારે થઈ પડે તેવું છે. અનેક ચૂંટણીના માંડવાઓ જોયા પછી લાગે કે આપણી પરીપરક્વતા ક્યાં સુધી દિવો બળે એટલે દુર રહેશે!!. અદાલતી ચુકાદાઓ અને નેતાઓની ચાઈનીઝ ચટાકેદાર બયાનબાજી કેટલાક નવરાઓ માટે વાતો કરવાનો કે લાંબુ કરવાના સારા વિષયો ગણાય. પરંતુ આ આભનો છેડો હોય ખરો ?

સને ર૦૦રથી હિન્દુ મતોને ઉશ્કેરીને મતપેટીમાં લઈ જવાની એક ખૂબ યોજનાબધ્ધ ચાલ ગોઠવવામાં આવી રહી છે. બાબરી મસ્જીદનો ઢાંચો પડી ગયા પછી જે સામાજિક સમરસતાને ઘા પડ્યો, તે હંમેશા વણપુરાયેલો રહ્યો છે.


જ્યાં તેની પર થોડી ઘણી રુઝ આવે ત્યાં અનેક પેતરાઓથી તેને ખતરોડીને પરુ-પસથી ભરેલું મોટુ ધારૂ બનાવી દેવામાં આવે છે. તાજેતરમાં આવો જ પ્રયત્ન સાવ નકામો દેખાઈ રહ્યો છે.
ભાજપ, આરએસએસ કે તેની વિવિધ પાંખો પણ જાણતી નહોતી કે ભારતના લગભગ ૪૦ ટકા ભાગમાં હિસ્સો નહીં ધરાવનાર પક્ષ સંપૂર્ણ બહુમતીથી દેશમાં સત્તા પર આવી જાય પ૪૩ લોકસભામાંથી બહુમતીના મેજીકલ અને મીરેકલ બેઠકના આંકડા સુધી પહોંચી જવાશે.આ  મે-ર૦૧૪માં થયું. ઠાગાઠૈયા કરૂ છું ને ચાંચુડી ઘડાઉ છું કહેતાકને કાબરબાઈ એવી પ્રજા પાસે ઓગણીશમાં પહોંચી જવાયું છે હવે શું ? ભાજપની ઈલેક્શન મેનેજમેન્ટ ટીમે ફરી અયોધ્યા પર આંગળી મુકી. અયોધ્યા મંદિર એટલે વોટ એક્શમેન્ટ ઈસ્યુ VAI .મતલબ કે મતને જ્યારે રોકડા કરવા હોય ત્યારે અહીં પહોંચી જવાનું એટલે પત્યું.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓના ઓપીનીયન પોલ સત્તાધારી પક્ષ ભાજપની બકરી ઢબે પુરી દિધી છે. કેટલાક સર્વે કશમકશનો આંકડો દર્શાવતા હતા તો કોઈ તો લગભગ રાતા પાણીએ ભાજપને રોવાનું દર્શાવતા હતા. દેશભરમાં એક નકારાત્મક હવા ધીમે ધીમે શરૂ થઈ રહી છે કે તમે રૂલ માટે લાયક ઓછા રોફમાં વધુ પાવરઘા છો. ભાજપ અને મોદી હવે ઝાંખા થઈ રહ્યાં છે. તમે જ્યારે હવા મહેલો ચણી દો અને એક ઝુપડુ પણ ઉભુ ન થાય તો શું થાય ? બીજુ આર્થિક બેહાલીએ સામાન્ય માણસની કમરના મણકા કચડી નાખ્યા છે જે રીતે ટેક્ષને ઈમ્પલીમેન્ટ કરવામાં આવ્યો અને સરકારની તિજોરી છલોછલ કરવાના મનસુબા પાર પાડવા નાના અને લઘુ ઉદ્યોગોને કરમાળખામાં સમ્મિલિત કરીને રોજગારીના રોટલાઓ આંચકી લેવાયા. કેટલાયની થાળીઓ ખડખડ ભાણા બની ગઈ છે. બીજી તરફ આર્થિક નીતિઓના પરિણામોને નજર અંદાજ કરીને સબસીડાઈઝ ચીજોનું ખુલ્લુ બજાર કરવું. વ્યાજદરોને ઘટાડીને બચતના નાણાનો પ્રવાહ અન્ય રસ્તે ફટાવો દેવો .જેવી બાબતોએ ક્યાંક પ્રત્યક્ષ તો કવચિત પરોક્ષ રીતે સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીયમાં એક અજંપાનો માહોલ ક્રિએટ કર્યો છે. તેને ટેઈક ઓવર કરી શકાય તેમ નથી. દિલ્હીના બારાખંભા રોડ પર ભાજપા મુખ્યાલયમાં બેસતા માસ્ટરોનું બી.પી. ઓછુ વત્તુ થવા લાગ્યું છે. ગુપ્તચર સંસ્થાઓ અને પુંજીપતિઓની ચેનલોએ રેડ સિગ્નલ બતાવી સૌને નવેસરથી તાળા ગોઠવવા મજબુર કર્યા છે.

આ તાલમેલનો પહેલો અંક અયોધ્યામાં રપ નવેમ્બરે ભજવવામાં આવ્યો. તેનુ નામ આપવામાં આવ્યું હતું, "ધમૅસભા".જેમાં શિવસેનાને વરમાળા પહેરાવીને ઝુલુસમાં આગળ કરવામાં આવી છે. ભાજપ-શિવસેનાનું એક સિક્રેટ અંડરસ્ટેન્ડીંગ હોવાનું દેખાયું કે તમે આગળ વધો. ધર્મસભાથી રામમંદિર નારો ગજવો.અમારે સોફટ ઈસ્લામીક વોટબેંકને ટકાવી રાખવી છે, તેથી અમે ખુલ્લામાં મોઢાનો પડદો ઉંચકી શકીએ તેમ નથી. તમને આંતર માળખાગત ,આર્થિક ,મેન પાવર સપોર્ટ અમે આપશું .જેથી સાપ મરે નહી અને લાઠી ભાંગે નહી. ઉદ્ધવે ફરી હુંકાર કરી મુદ્દાને ચૂંટણી ચોગાનમાં રંગદોળી દિધો. સૌએ એક શ્વાસ લીધો કે તેમા કોઈ કેઝ્‌યુલીટી નથી થઈ .કોંગ્રેસ ઘણા વર્ષો સુધી ધર્મ -જ્ઞાતિના નામે આળપંપાળ કરી નવા વાતાવરણને રચવામાં ઓછુ નહોતુ કર્યુ .પણ ત્યારે તેનાથી સામાજિક પ્રદુષણ આટલા મોટા પ્રમાણમાં જોવા નહોતુ મળ્યુ. એ જ રસ્તો અત્યારે સત્તાધારી ભાજપ અપનાવી રહ્યો છે.

લોકશાહીની પરિભાષા ત્યારે બળુકી પુરવાર થાય કે તેનો સામાન્ય માણસ પણ સમાનતાનો અનુભવ તથા સલામતીનું મહા કવચ માણી શકતો હોય. જ્યારે તમે કોઈ મહોલ્લામાં કે ગામમાં અલ્પ સંખ્યક છો તો તમે કેવો અનુભવ કરો છો ? રાતની મેધલી કાળી ચાદર તમારા એકાંતને કેટલુ પજવી નાંખે છે ,ત્યારે તમારા હાર્ટ બીટ કેટલા વધી જાય છે. તેનો કોઈ માપકયંત્ર વગર તમે અહેસાસ કરી શકતા હોવ છો. બસ આવી જ એક કલ્પના તમે એવા સાંપ્રદાયિક સમુહમાં લઈ જાવ.આવી અકળામણનું અસુખ માત્ર પરમતત્વ પાસે ખોળો પાથરે છે.

સત્તાના સિહાસનની સાહેબી જેને ભોગવવી હોય તે છોને ભોગવે પણ તે મેળવવા કોઈકને માઈક્રો યાતનાનું વજુદ કેટલુ ? ભારતના ધર્મ જાતિ, પ્રદેશમાં વૈવિધ્ય પૂર્ણ વર્ગોમાં વિભાત્જીત લગભગ ૮૦ ટકાથી વધુ લોકોને રાજનીતી સાથે બહુ ઓછી નિસ્બત છે. તે અમન, આબાદી અને ઐશ્વર્યથી પોતાના જીવનને વ્યતિત કરવા ઈચ્છે છે. આવી શાંતિના પુલુક (સરોવર)માં કાંકરી ફેકનારા અક્ષમ્ય લોકશાહી પાલકો છે. સુજ્ઞજનોની સંખ્યા કોઈ મેજીકલ ફીગરમાં નથી તેથી તેનો લાભ આપણા રાજનીતીજ્ઞો ઉઠાવી રહ્યા છે. સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સદભાવ રાષ્ટ્રીય વૈવિધ્યનું એકીકરણ વગેરે જેવા મુદ્દાઓનો ગંભીરતાથી વિચાર કરવાથી સતત પ્રાથમિકતાનો અનુભવ થયા કરે છે.

છેલ્લે

બધારણીય ફરજો આચાર સંહિતા વગેરેનાં પાલન માટે વિશેષ ઠરાવો ,કાયદાઓનું ગઠન રાષ્ટ્રીય અંખડિતતા માટે ઓકસિજન બની શકશે.




Saturday, November 24, 2018



માનસ ત્રિભુવન દિવસ નવમોતારીખ 4-11- 2018
 આઈ એ હનુમંત કહુ અને બધું શાંત :પૂજ્ય મોરારીબાપુ
માનસ ત્રિભુવનના અંતિમ ચરણે જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ :કથાનું સુપેરે સમાપન
માનસ ત્રિભુવન રામ કથા ન તો પુ મોરારીબાપુ માટે બલ્કે સમગ્ર ભાવજગત માટે એક મહત્વનો મુકામ હતી.તેમાં મહુવાની અશાંત પરિસ્થિતિ સૌના મન ઉચક કરેલા હતા. તોપણ પૂજ્ય બાપુ નો ભરોસો એક એવા મહાન તત્વ સાથે જોડાયેલો હતો કે જેમાં તેઓશ્રીને આફતમાં કે શાતા મા સાદ પાડે અને બધું સમુસુતરું થઈ જાય .એવો જ એક ચમત્કાર તલગાજરડા ની કથામા સૌને થયો.પ્રથમ દિવસથી જ લગભગ મહુવાની સમરસતા સૌને એક અલૌકિક વિચાર જગતમા લઈ ગઈ. સૌને લાગ્યું કે આવું પણ હોય.
નવમા દિવસની અંતિમ બિંદુની કથા મા પૂજ્ય બાપુ એ જણાવ્યું, આવો જ સદભાવ અને એકતા ટકી રહેવા જોઈએ. જનકપુર રામ મય બને છે. વાટીકામાં જાનકીને રામ નું મિલન થાય છે. બંને વિવેક ના અજવાળા માં મર્યાદા ના પ્રકાશ મળે છે. બંને એક બીજા નાહ્રદયમા ર્પ્રવેશ કરે છે .જાનકી પ્રેમ અને આદરથી મા ભવાની ની સ્તુતિ કરે છે.સ્વયંવર એક જ નથી થયો .દમયંતી ,વિશ્વ મોહિની.ઇન્દુમતી અને દ્વાપરમાં દ્રોપદીનો સ્વયંવર પણ થયો. અત્યારે તો  બધે જ..
        જનક ના શબ્દો લક્ષ્મણજીને ખૂબ લાગી આવે છે.વિશ્વામિત્ર જનકના સંતાપને મિટાવવા રામને શિવ ધનુષ તોડવાની આજ્ઞા કરે છે. પરમાત્મા જ્યારે કૃપા કરે તો પ્રતિષ્ઠા આપે અને ત્યારે સાધકે અભિમાન ન કરવું ,મેરુ જેટલી નિંદા થાય તો પણ  ભજનનો છોડો .ભક્તિની ગાડી એવી રીતે ચલાવવી કે અકસ્માત ન થાય.
રામજી એ શિવ ધનુષ  મધ્યમાથી તોડે છે. પરશુરામ નું આગમન, રામ સાથેનો તેમનો સંવાદ અને પછી પરશુરામજી ની વિદાય .ચારે ભાઈઓ જનકપુરી થી વિદાય ચારે કુંવરી ઓ સાથે લગ્ન કરી ગમન કરે છે. ત્યાં બાલકાંડ વિરામ પામે છે.  રામ ભરત  મિલન અને ત્યાં યુદ્ધ વિરામ પામે છે. સીતા હરણ એ જ રીતે અરણ્યકાંડમાં પંચવટી નિવાસ, શૂર્પણખા કથા, સીતા હરણ રામલીલા પછી પંચવટી છોડ્યા પછી રામજી સૌથી પહેલા પહેલા જટાયુ પછી ને મળે છે નારદ બાદમાં હનુમાનજી અને છેલ્લે સુગ્રીવ આમાં પાચ પાત્રો રામાયણમાં મહત્વના છે .
       પરમાત્માના પાંચ વિગ્રહો છે પાંચે રૂપ નો પરિચય રામ પંચવટીમા છોડ્યા પછી કરાવે અને તે ત્રિભુવન ગુરુના પાંચ વિગ્રહો છે.
આ રીતે લંકાકાંડ ના સમાપન પછી પુજ્ય બાપુએ તલગાજરડામાં દશમી કથાને વિરામ આપ્યો.
--- ---આજનુ કથા વિશેષ-----
----આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિ હતી.
-----મહુવા ની સામાજિક સંસ્થાઓએ યજમાન હરિભાઈ વિશેષ સન્માન કર્યું હતું
-----યજમાન પરિવાર વતી શ્રી દર્શનભાઈ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
 ------સમગ્ર કથાના સંપૂર્ણ સફળતા ના આયોજન સૌને પ્રભાવિત કર્યા હતા
--જય સીયારામ




Sunday, November 11, 2018




માનસ ત્રિભુવન દિવસ આઠમો :તારીખ 3 :11: 2018
"બુદ્ધ પુરુષની આજ્ઞા એ પ્રસાદ છે : પુ.મોરારી બાપુ"
"પત્રકારો દ્વારા પોથી વંદના: કાંતિ ભટ્ટ અને શાહબુદ્દીન ની હાજરી"
આઠમા દિવસની  કથાનું મંગલાચરણ કરતાં પહેલાં સંચાલકે કહ્યું કે થોડી માયુષી દેખાય છે કારણ કે હવે એક દિવસ બાકી છે. આ પ્રત્યુતરમાં પુ.બાપુએ કહ્યું,"મારે તમને બધાને હસતા છુટા કરવા છે. તુલસીનાં બાર ગ્રંથો છે પણ હું તેને ઉપનિષદ કહું છું ત્રિભુવન નો ડ્રેસ કોડ નથી. એ શ્વેતાંબર ,પીતાંબર,દિગંબર પણ હોઈ શકે. ડ્રેસ કે પેન્ટ માં પણ હોય. જે સત્કર્મ કરે તે ત્રિભુવન. જેની પાસે પોતાનું ધન હોય તેને આત્મચિંતન સગુણ લક્ષણ છે.  રાવણ પોતાના લક્ષણો કે સ્વભાવ બદલી શકતો નથી તે રજોગુણ છે .વિદ્વાનોની સભામાં કોઇ સાંભળતું નથી પણ સાધુ બોલે ત્યારે પક્ષીઓ પણ દાણો ચણવાનું ભૂલી જાય. રામ સાધુ છે જાળવી રાખે સૌ  સધર્મ ,એ ત્રિભુવન લક્ષણ છે. બુદ્ધપુરુષની આજ્ઞા એ પ્રસાદ છે. તેમના આશ્રયે હોઈએ ત્યારે જેની નકલ ન કરવી .ઓશોએ કહ્યું છે મોટા વડના બીજ જમીન પર પડે તો વડલો વિકસિત થતો નથી.બીજને દૂર કરી તું વિકસિત થા. બુદ્ધપુરુષોની આજ્ઞાનું ઉલ્લંધન ન કરવું અને એના પર સંદેહ ન કરવો .પ્રેમીઓના આઠ યોગ છે અષ્ટાંગ યોગ જુદો છે. ગોપીઓના યોગમાં બાળકોનું પાલન કરવું, ઘરનું ધ્યાન રાખવા સહિત ,કૃષ્ણ ની યાદમાં રડવું એ ગોપીઓનો પ્રેમ યોગ છે .તેની વાત કરતા પૂજ્યશ્રીએ કહ્યૂ બળ મહાન છે . તુલસીદાસ દોહાવલી રામાયણમાં કહે છે  સાધુને અભિમાન ન હોય .રામ નો પ્રેમ કેવી રીતે વધે તે વિનયપત્રિકા માં છે .તમારામા સારી વાતો આવી હોય તેને યાદ કરો તો રામ પ્રેમ વધારશે .આપ કહો વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને કહે છે આપ કહો તો જનકપુર જાવ અથવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં જવું હોય તો જઈએ. વિશ્વામિત્રે જ્યાં સુધી યોગ્ય અનુષ્ઠાન પૂરું થાય ત્યાં સુધી રથમાં નહીં બેસુ એમ કહ્યું રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ સાથે પદયાત્રા શરૂ કરે છે. કદાચ સમાજમાં સુખ શાંતિ માટે આ પહેલી પદયાત્રા હશે. રસ્તામાં અહલ્યા મળે છે રામે વિશ્વામિત્ર ને પૂછ્યું આ કોણ છે .ત્યારે વિશ્વામિત્ર તેની કથા કહે છે ગૌતમ નારી છે અને શાપ ગ્રસ્ત છે પાપ નથી પણ સાપ છે આપના ચરણની રજ ચાહે છે .ધૂળ નહીં પણ કરુણા .એની મુખમુદ્રા શરીર મુદ્રા હતી .પાદુકા શું છે એ પ્રત્યક્ષ છે રામ ની પ્રતીક્ષા છે અત્યારે એવું લખાય છે કે તપ નો ઢગલો ઉભો થયો એ માણસ થઈ ગઈ એમ નથી આપણાથી ભૂલો થાય પણ તેમાંથી બોધપાઠ લેતા નથી ની જેમ  તે બોધપાઠ લે છે.
બાપુએ અયોધ્યાની માનસ  ગણિકા કથાનો ઉલ્લેખ કર્યો જેની ગણના ન થાય તે ગણિકા. પણ મારે તેની ગણના કરવી છે તુલસી  વાસંતી નામની ગણિકા પાસે રામ ભજન ગાયેલું.
અહલ્યાને એકલી છોડી ગાયો, ઋષિકુમારો, ગૌતમ બધા ભાગી ગયા .જે ભાગે તે પરમ તત્વને ન પામી શકે. રામ વિચારક પણ છે ઉદ્ધારક અને સ્વીકારક પણ છે. અહીંયા શિલામાંથી વ્યક્તિ બને છે. ત્યારે તેને થાય છે કે પતિ ગૌતમ પાસે જવું કે જગત પતિ પાસે જવું ,અને તે પોતાના પતિ ગૌતમ પાસે જવાનો નિર્ણય કરે છે, આજે ભારતીય નારીની સાંસ્કૃતિક પરંપરા.
વિશ્વામિત્ર કહે છે, તમે રઘુ પતિ તો છો જ .અહલ્યા નો ઉદ્ધાર કર્યો તેથી પતિત પાવન છો.હવે સીતારામ બનો અને આમ ધુન બની રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ.  ગંગા અવતરણ કથા પછી કથા એ વિરામ લીધો.
----આજનું  અલગ કથામૃત----
-કથામાં પત્રકારો અનિલ માઢક,કેતન મહેતા, મનોજ જોષી, પરેશ ચૌહાણ, તખુભાઈ સાંડસુર ,મુકેશ પંડિત ,મુસ્તાક વસોયા, રાજેશ વશિષ્ઠ વગેરેને પોથીવંદના કરવાની તક સાંપડી.
----આજની કથામા યજમાન હરિભાઈએ બે જેટલા ફિલ્મી ગીતો નું રસપાન પણ શ્રોતાઓને કરાવ્યું.
----આજના અતિથિઓ તરીકે મંત્રી આર. સી. ફળદુ પ્રવિણ તોગડીયા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા જય વસાવડા,ભરત ડાંગર, મોના નંદજી બાપુ અંજાર અંજારના  વી કે હૂબંલ, વગેરે મુખ્ય હતા
----પ્રાધ્યાપક ડૉ .દિનુભાઈ ચુડાસમા સર્જિત પાંચ પુસ્તકો જેનો પ્રથમ અક્ષર તલગાજરડા સાથે જોડાયેલો છે તેવા તલગાજરડી આંખ. તલગાજરડા પ્રેમયજ્ઞ વગેરે નું લોકાર્પણ કરવામાં આવ્યું.
---ભાવનગરથી આંખે પાટા બાંધીને બાઇક ચલાવીને તલગાજરડા પહોંચેલા જીતુ ત્રિવેદીનું વ્યાસપીઠ પરથી અભિવાદન કરવામાં આવ્યું.
----તખુભાઈ સાંડસુર-- વેળાવદર

Wednesday, November 7, 2018





માનસ ત્રિભુવન કથા દિવસ- સાતમો   તારીખ- 2-11- 2018 
પરમ તત્વને ભૂત -ભવિષ્ય ન હોય હંમેશા વતૅમાન જ હોય: પૂજ્ય મોરારીબાપુ
'બાપુના વિદ્યાગુરુ જગનાથ દાદાની આજે થઈ ભાવવંદના'
સાતમા દિવસની કથા વિદ્યા જગત અને શિક્ષણ જગત ના સારથિ શિક્ષકોને નામે અંકિત થઈ તેમ કહીએ તો કંઇ ખોટું નથી. કારણ કે આજે પૂજ્ય બાપુના વિદ્યાગુરુ અને તેમના પિતાજીના અનન્ય મિત્ર પૂજ્ય જગન્નાથદાદાની વ્યાસપીઠ પરથી ભાવ વંદના કરવામાં આવી. શિક્ષકોના ઋણ સ્વીકાર ને યાદ કરી ને સ્મૃતિ વાગોળતા બાપુએ જણાવ્યું કે મને દાદાએ કદી માર્યો નથી તેના કારણમાં દાદા કહેલું કે તમે કોઈ તોફાન કર્યું હોય તો હું શિક્ષા કરું ને?
    ત્રિભુવન તીર્થની ત્રિવેણી ત્રિભુવન તીર્થની ત્રિવેણી ભાગીરથી ગંગા ને વહાવતા પૂજ્ય બાપુએ કહ્યું કે અહીંનો પ્રવાહ જગ કલ્યાણ ,જન કલ્યાણ અને જીવ કલ્યાણ માટે પ્રવાહિત થાય છે ,અને રહેશે કથા ગંગાના પાંચ કર્મોને મહત્વના ગણાવ્યા હતા. પેલું વક્તા ની સભાનતા, બીજું આયોજકોનો અહંકાર, ત્રીજું સ્વયંસેવકોનું શીલ અને શ્રોતાઓનુ શીલ,મડંપ વ્યવસ્થાપકની સજાગતા આ બધું  સત્કર્મ ને નિષ્ફળ થવા કારણરૂપ બને. તલગાજરડાએ  કથા પછી પાંચ કામ કરવાના છે .ઘરમાં હનુમાન ચાલીસા, કાગભુષંડી રામાયણ ,રુદ્રાષ્ટકનો પાઠ ,ખોટી રાજનીતિ કિનારો કરવો, વિકાસમાં સૌનો સહયોગ .મહૂવા પણ તેને અનુસરે.
        વ્યાસપીઠ પર જ્યારે હું બેસું છું તો દાદાની કૃપાથી નાયગ્રાનો ધોધ આવે છે ભગવાન રામે રાવણને માર્યો નથી પણ તાય્રૉ છે ,રામ કોઈને મારે નહીં. રામ સાધુ છે મારે નહીં .શ્રાપ આપે તો તેનું સાધુ પણ ખંડિત થઈ જાય. સાધુ નો આર્તનાદ કદી બદદુઆનો ન હોય.જે બાણ હતું તેના  ફણા પર કાળ હતો .ફણીશ એટલે લક્ષ્મણ તેથી લક્ષ્મણજીએ તેને માર્યો છે. જ્યારે પુષ્પક વિમાનમાં બેસીને રામજી પરત આવી રહ્યા છે ત્યારે રામ રાવણ, કુંભકર્ણ ના મૃત્યુ સ્થળ બતાવે છે, પણ મારનારની વાત કરતા નથી .પરામ્બાએ બાણ પર બેસીને રાવણને માર્યો છે.તલગાજરડાના રામજી મંદિરમાં રામજી પાસેથી હથિયારો લઇ લીધાતે અસ્તિત્વનો સંકલ્પ છે .ધર્મ જગત તેની ટીકા કરે છે. પૂજ્ય બાપુએ દાદાના સાદગીના ઉદાહરણમાં કહ્યું કે, પોતાનો ખલતો પણ તેઓ પોતે જ ઉપાડતા.
          ભોગમાં રોગનો ભય હોય યોગમાં નહીં. કુળને પ્રતિષ્ઠા જવાનો ભય ન હોય .પ્રેમ ને રાજા નો ભય ન હોય .મૌન સાથે મુસ્કાન હોય એને દૈત્યનો ભય ના હોય. જેને રૂપ ન હોય તેને અવસ્થાનો ભય ન હોય. ભરોસા ને દુશ્મનો ભય ન હોય. શાસ્ત્રાજ્ઞ ને શાસ્ત્ર વિવાદનો ભય ન હોય.લાઓત્સેએ કહ્યું હતું મને હારવાનો ભય નથી કારણકે હું હારેલો છું મને કોઈ ઉઠાડી મૂકશે તેનો ભય નથી કારણકે હું છેલ્લે બેઠો છું. જે ગુણાતીત ગુરુ ના શરણે છે તેને ખલ(દૂષ્ટ) નો ભય નથી .બુધ્ધત્વ પ્રાપ્ત કરનારને ખલનો ભય નથી .જેની કાયા સ્મરણથી રચાય છે એને મરણનો ભય નથી .શંકર નુ મસ્તિષ્ક ઉપર નું ,હ્રદય વચ્ચેનું અને ચરણ નીચેનૂ લોક છે. પાર્વતીજીને મસ્તિષ્કમાં બ્રહ્મલોક હ્રદયમાં મૃત્યુલોકમાં અને ચરણમાં પાતાળ લોક દેખાયો છે. કાન ,નાક, આંખ, જીભ બધુ સત્યપરાયણ છે. જેમાં સત્ય છે તે બુદ્ધ પુરુષ છે. જેના હૃદયમાં પ્રેમ વહેતો હોય તે મૌન છે ગુરુની પાદુકા કરુણા નું પ્રતિક છે. તેથી તેના ચરણમાં કેવળ કરૂણા છે, તે ત્રિભુવન ગુરુ છે.
'પ્રભુ કરી કૃપા પાવર દિન્હી,સાદર ભરી સીસ ધરી તીન્હી.'
રામના જન્મ પછી એક મહિના સુધી અયોધ્યામાં રાત જ ન પડતી. જ્યાં રામ અવતરણ થાય ત્યાં મોહરાત્રી આવતી નથી. રામ રૂપ જગતગુરુ અવતરે ત્યાં અજવાળા જ હોય. બાળ રામ ને રમાડવા શિવજી જ્યોતિષ રૂપ લઈ કાગભુષંડી ને ચેલો બનાવે છે .આ અયોધ્યામાં જાય છે તલગાજરડીમા રસપૂર્ણ વણૅન છે વિદ્યા મોક્ષ આપે પણ પાખંડ ન હોય. જેના જપ કરનારને આરામ, વિશ્રામ, વિરામ અને અભી રામની પ્રાપ્તિ થાય એવા કૌશલ્યાનંદન નું નામ  વશિષ્ઠ રામ રાખે છે. જેનું સ્મરણથી શત્રુ બુદ્ધિનો નાશ થાય છે તે છે શત્રુઘ્ન, વિશ્વને ભરી દે તે ભરત ,તમામ લક્ષણો છે તે સુમિત્રાનંદન લક્ષ્મણ, રામને ભવાના ત્રણ વિધિવિધાન છે શોષણ ન કરવુ, શત્રુતા ન રાખવી, આધાર બની અને ટેકારૂપ થવું.
       પરિપૂર્ણ શ્રદ્ધા હોય તેવા બુદ્ધ પુરુષ ને પૂછીને સંકલ્પ કરવો ,અન્યથા વ્યાપક નુકશાન થઈ શકે. મારું કોઈ ગ્રુપ નથી વિશ્ર્વએ મારો પરિવાર છે. હું છેતરાવ છું તોપણ હું  ધારા ન ભૂલું. અભાવનો આનંદ ઓર હોય છે .સાધુનુ વર્ણ અને કૂળ ન હોય. શાલ થી કઈ ન થાય અંદર મશાલ હોય તો બધું થાય. વેદાંત અદ્વૈત છે પણ ગુરુએ શિષ્યમાં દ્વેત રહેવું જોઈએ. ભર્તુહરિ શતક કહે છે વૈરાગ્ય સિવાય ક્યાંય અભય નથી. પરંતત્વ હંમેશા વર્તમાનમાં હોય. 
       -----   --   -- આજના કથા ચિત્રો-----
--પુ. બાપુએ કહ્યું ,ભોજન વગર ભજન ના હોય તેથી ભારતના ધનપતિને હરિહર વગર ની કથા ન જ મળે.
--કમીજળા ના મહંત શ્રી જાનકીદાસ બાપુ, કોળીયાક ના જાનકીદાસ બાપુ , કુંઢેલીના રામકૃષ્ણ શાસ્ત્રીજી, એક્સ ડીજીપી. કુલદીપ શર્મા, હાસ્યકાર ધીરુભાઈ સરવૈયા વગેરે આજના  વિશેષ અતિથિઓ હતા.
--પૂજ્ય બાપુ ના વિચારો કોલમ સ્વરૂપે દૈનિકોમાં પ્રગટ થાય છે, તે પુસ્તક કલ્પવૃક્ષની બીજી આવૃત્તિ ની રૂષિકુમારોની હાજરીમાં લોકાર્પિત થઈ અને માનસ પાઠોનું રેકોર્ડિંગ કરેલી સીડી નું પણ લોકાર્પણ થયું.
---પૂજ્ય બાપુના પિતાશ્રીનું તેલ ચિત્ર તૈયાર કરનાર મુસ્લિમ યુવાનને આવતીકાલે તેમના લોકાર્પણ માટે નિમંત્રિત કરવામાં આવ્યા
---તખુભાઈ સાંડસુર વેળાવદર

Monday, November 5, 2018

માનસ ત્રિભુવન દિવસ છઠ્ઠો તારીખ 1 -11- 18

 સામાજિક સેવા નુ દાયિત્વ સમાજ અને સરકારનુ છે સાધુનું નહીં :પૂજ્ય મોરારીબાપુ
સ્મૃતિલબ્ધા ગ્રથંવિમોચન અને મૌલાના સર્ફરાજ ની છઠ્ઠા દિવસે હાજરી
ત્રિભુવન નો અર્થ કરતા આજે પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું કે શિવ ત્રિભુવન ગુરુ છે. વિષ્ણુ પતિ છે. બ્રહ્મા ત્રિભુવન સર્જક છે. સત્ય ,પ્રેમ અને કરુણા ત્રિભુવન છે .સત્ય ઊંચું હોય .જેનામાં સત્ય હોય એ હમેશા બીજાથી ઊંચો હોય. પ્રેમ તત્વ પૃથ્વી પર જ છે. કુરબાની અને કરુણા પાતાળ જેટલી ઉંડી છે. તલનો અથૅ પાતાળ ,ગાજર નો અર્થ પૃથ્વી , ડા નો અથૅ પકડી રાખવુ એટલે ત્રિભુવન.
તલ એટલે પ્રેમ, ગાજર એટલે કરુણા, ડા એટલે સત્ય .પણ તમે લેજો તેને વિશાળતાઅથૅમા. જગતમાં સાત પ્રકારની સંસદ છે . બ્રહ્મ સંસદ, સાધુ સંસદ ,લોકસભા, રાજ્યસભા ,યુનો,જનસંસદ અને છેલ્લી  એટલે તલગાજરડાની.શ્રોતા નચિકેતા જેવો હોય જ્ઞાન ન મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરે.વકતા યમ જેવો  હોય. નચિકેતાને અગ્નિ પરીક્ષા આપે પણ તે સરળ અને નિરાભિમાની હોય.
 કથાનો દોર સંભાળતા બાપુએ વાણીપ્રવાહને આગળ વધાર્યો ,પાર્વતીજીને લગ્ન પછી શંકર રામની કથા સંભળાવે છે .શંકરે પાર્વતીજીને વામ ભાગે બેસાટયા કારણ કે હ્રદયનો સાદર સ્વીકાર પછી  તેઓ શિવ સન્મુખ બેઠા છે.કથા સન્મુખ થઇ સંભળાય. કથાનો આરંભ ધન્યતાથી થાય .મધ્ય અને અંત પણ ધન્યતા હોય .જ્ઞાન ના ચાર પ્રકાર છે. વિપરીત જ્ઞાન ભ્રાત જ્ઞાન ,આરોપિત જ્ઞાન અને વિવેકહીન  જ્ઞાન .  વિપરીત એટલે વિરુદ્ધનું અને ભ્રાન્તએટલે ભ્રાંતિ, આરોપણ વાળુ અને વિવેક વગરનુ રામ જન્મ ના પાંચ હેતુઓ છે પ્રથમ જય વિજય ,બીજુ જલંધર ,ત્રીજું નારદનો શ્રાપ, ચોથું મનુશત્રુપાનુ તપ અને પાંચમું રાજા પ્રતાપભાનુ મળેલો બ્રહ્મજ્ઞાનનો શાપ.
પાંચ જગ્યાએ ખોટું બોલી શકાય. વિનોદમા,વિવાહમાં ,વેપારમાં પ્રાણ સંકટમાં હોય તો અને ગાય બ્રાહ્મણ ના રક્ષણ માટે. પરંતુ તલગાજરડા માને છે કે ખોટું એ તો ખોટું જ છે. શબ્દના સ્વયંસેવકો બેઈમાન બને  તો કોણ સાંભળે ?સત્ય પ્રેમ અને કરુણા એ ત્રિભુવન છે .ગ્રંથ મહાન હોય છે. કોઇપણ સ્થળે અને સમયે આશ્રિતને એકલો ન છોડે તે બુદ્ધ પુરુષ .મોટા માણસ સુતા રહે તો ગડબડ થાય ,તેણે જાગવું જોઈએ. સત્યના ઉચ્ચાર અને સ્વીકારથી સત્યસ્થ થવાય.
રામાયણમાં રામ અવતાર પહેલા રાવણ જન્મની કથા છે .પહેલી નિશાચર બીજી રઘુવંશ અવતાર ધારણ કરવાનું વચન પાપાચારનો નાશ કરવા માટે. રઘુકુળ દશરથ જી ના ઘરે વશિષ્ટના કહેવાથી યજ્ઞ કરવાનું વચન અને તેના પ્રસાદથી માતા કૌશલ્યાના કૂખે ભગવાન રામે જન્મ ધારણ કર્યો. રામનુ અવતરણ થયું.
------આજનું કથા વિશેષ-------------
--આજના મહેમાન મોલાના સરફરાજ નકવીએ કહ્યું "ખુદા ,ભગવાને માણસ ને એટલા માટે બનાવ્યો છે કે સૌ હળી મળીને રહે .તલગાજરડા પ્રેમને વેહેચે છે. માટે લોકો દુનિયાના ખૂણે થી પ્રેમ મેળવવા આવે છે. ભગવાનને ગુરુ માંથી ગુરુના ચરણ પકડો તે જ મુકામ સુધી લઈ જશે .હિંદુ-મુસ્લિમ સૌ અહીં પ્રેમ પામવા આવે છે. જવાનોની માતાઓને સો સો સલામ.
--80000 શ્રોતા-ભક્તો એ કથા પ્રસાદનો લાભ લીધો.
- પુ.બાપુ સ્વયંસેવકોને પણ મળ્યા અને તેની સેવા ને સાધુ વાદ આપ્યા.
---આજના મહેમાન હતા. કથાકાર જીગ્નેશ દાદા, મંત્રી શ્રી વાસણભાઈ આહિર, ગોવિંદભાઈ ધોળકિયા, સાયલાના મહંત દુર્ગા દાસ બાપુ ,સાંસદ પૂનમબેન માડમ અને ભાવનાબેન મકવાણા વગેરે.
---રકતદાનની સરવાણી નો આંકડો આજે 111 બોટલ સુધી પહોંચી ગયો--- તખુભાઈ સાંડસુર -વેળાવદર

Saturday, November 3, 2018


માનસ -ત્રિભુવન દિવસ પાંચમો તારીખ 31 -10-18
રાષ્ટ્રનું ભાવિ ઉજ્જવળ છે કારણ કે અહીં સાધુતા ધરબાયેલી છે: પૂજ્ય મોરારીબાપુ.
વ્યાસપીઠની સરદાર સાહેબને શબ્દાંજલી.

ગુર્જરધરાનો આજનો દિવસ એકતા ના મશાલચી સરદાર સાહેબને નામે અંકિત થયેલો હોય અને પૂજ્ય મોરારી બાપુની વ્યાસ ગાદી તેના શબ્દપોખણા મા મોડું કરે એવું અસંભવ જ છે .લગભગ પૂજ્ય બાપુના શબ્દપુષ્પો સભામંડપમાં શરૂ થયા બસ એ જ સમયે ભારતની એક વિરાટ પ્રતિભાની આભે આંબે એવી પ્રતિમા રાષ્ટ્પૅણ થઇ રહી હતી.
 પૂજ્ય બાપુ વાણી, વિવેક ના રસથાળ ને પીરસતા જણાવ્યું .સરદાર તો સરદાર જ છે.હું બારડોલી જાઉં છું જ્યાં ગાંધી-સરદાર જેવા મહાપુરુષોએ નિવાસ કર્યો હતો.તેજ ઓરડામાં નિવાસ કરવાનું મને સદ્ભાગ્ય સાંપડે છે .ભાવનગર નરેશ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વલ્લભભાઈને સૌ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દઈ અખંડ ભારત ની કેડી કંડારી તે રાજાને પણ ન ભૂલી શકાય.
સરદાર વલ્લભભાઈ ના જીવનના પ્રસંગો ટાંકીને તેઓને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. પરંતુ એક નોંધપાત્ર ઘટના એ સૌનું ધ્યાન ખેંચ્યું છે જ્યારે પૂજ્ય બાપુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમર્પણ ત્યાગની વાત કરતા તે સમયે વડાપ્રધાનશ્રીએ રાજવીઓની ત્યાગ ભાવના ને જીવંત રાખવા સઘળા રાજવીઓનુ  એક નમૂનારૂપ સંગ્રહાલય સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે જ નિર્માણ કરવા સૂચિત કર્યું.
પૂજ્ય બાપુએ આધ્યાત્મિક ચર્ચાનો દોર હાથમાં લેતા કહ્યું," ગુરુ નવ પ્રકારના હોય પણ તેમાં સર્વોચ્ચ ગુરુ પદ ત્રિભુવન ગુરુ છે .વૈશ્વિક રીતે તે છે મહાદેવ. અધ્યાત્મ જગત દ્રશ્ય -દ્રષ્ટા બંને ને જુએ છે .જ્યારે ભૌતિક જગત ને દ્રશ્ય દેખાય છે .પીર -સદગુરુ પરિચયમાં પાંચ તત્વો છે .(1)જ્યા પડદો ન હોય. પરદો મતલબ દંભ પાખંડ. ગાંધીજીએ મુસ્લિમ મહિલાઓનો પડદો હટાવી દીધો હતો .પીર કે સામને પરદા કે ક્યા?(2)જ્યા પ્યાલો હોય ત્યાં પીર (.3)જ્યાં પરચા હોય ત્યાં પીર .પરચો એટલે ચમત્કાર નહિ, પણ ખરો પરિચય .જુઓ અહીંયા સઘળું ગોઠવાઈ ગયું .રોજના 40 -50 હજાર લોકો  ભોજન પ્રસાદ પામે છે .તેમા કોઇ અલૌકિક તત્વનો પરિચય થઈ જતો હોય છે . (4)વિશ્વમાં કોઈ પામર ન ગણે તે પીર (5)જગતમાં ગમે તેટલા પદ મળે તો એના ઘરે તે પીર.
ગુરુના નવ પ્રકાર છે .પેલો કાનગુરુ બીજો કુલગુરુ ત્રીજો રાજગુરુ ચોથો ધર્મ ગુરુ પાંચમો સદગુરુ. ધર્મગુરુ ઘણાં હોય પણ સદગુરુ એક જ હોય. અથવા વધુમાં વધુ ચાર .માનસમાં ચાર સદગુરુ નો ઉલ્લેખ છે .તે નહીં ભ્રમિત કરે તે નહીં પણ ભ્રમ ભાંગે તે સદગુરુ. છઠ્ઠા જગત ગુરુ ,દાખલા તરીકે તુલસીદાસજી સાતમાં ,આઠમાં રાજ્યગુરુ અને નવમા ત્રિભુવન ગુરુ. ત્રિભોવન દાદાએ એ ત્યાગ અને બલિદાન આપતા શીખવ્યું. શંકર ની પરંપરા ધ્યાનથી શરૂ થઈ. દાદા બેરખો ફેરવતા ત્યારે આંસુ સરતા તે તેનું ધ્યાન હતું .પરમાર્થની છાયામાં આખું જીવન નિવૉહ થાય  એવુ જીવન એ જીવન ગુરુ.
       કથાના ક્રમને સંભાળતા પૂજ્ય બાપુએ શિવ-પાર્વતીના વિવાહનું પ્રવાહી વર્ણન કર્યું . જંજાળ ને શૃંગાર બનાવે તે શિવ અને તેના મસ્તિષ્કમાં ગંગા હોવી જોઈએ. શંકર પ્રતીકાત્મક કહે છે કપટ રહિત ખુલ્લા મનના રહેજો. ભૂત પ્રેત તેના વિચારો જીવને શિવ થતા અટકાવે છે. પોતાની કથા શૈલીમાં સૌ શ્રોતાઓને દુહા ચંદ ચોપાઈઓથી તરબોળ કરી દીધા .લગ્ન નામહત્વ પર ભાર મૂકી સુંદર રમૂજ કરી કે લગ્ન ગોઠવવા જોઈએ જેનો હજુ મેળ પડ્યો નથી. તેનું ક્યાંક થાળે પડી જાય તો રામ રાજી .સુમંત જ્યારે રામને વનમાં મુકવા જાય છે ત્યારે દાદા ગુરુએ રથ નું વર્ણન કર્યું છે. 1,સૂર્યરથ જેના ઘોડા શ્વેત છે. 2, સુમંત જેનાથી સારથી છે તે દશરથ નો રથ .જે રામને તેડવા માટે મોકલવામાં આવેલો. 3,મહાભારતમાં કૃષ્ણ જેના સારથી છે તે અર્જુન રથ. બધામાં ઘોડા શ્ર્વેત છે .કૃષ્ણના ઘોડાઓ એ યુદ્ધની વ્યુહરચના આપી.જ્યારે રામના અશ્વોએ શીલ, વિવેક ની ભેટ આપી . શિવ વિવાહ સાથે આજની કથાનું સમાપન થયું
 ------આજનું કથા વિશેષ---
----આજના મહેમાનો  પૂજ્ય નિમૅલાબા- પાળીયાદ, નિત્ય સ્વરૂપ સ્વામી સરધાર,ગોવિંદ બાપુ  સતાધાર, રામ બાપુ ,અર્જુન ખાટરીયા ગોંડલ , કબીર ભાઈ પીરઝાદા એકલબારા ,અને નાના ભાઈ રોયલા હતા.
--પુજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ પોતાના પ્રવચનમાં બાપુના મુખેથી કથા શ્રમણ નો લાભ લેવો તે એક સદ્ભાગ્ય ગણાય.
--પૂજ્ય બાપુએ પીર જગ્યાઓમાં થયેલી કથા ને યાદ કરી ને સઘળી વ્યવસ્થાઓ કોઈ અગમ્ય શક્તિથી જ સંચાલીત થતી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
--પૂજ્ય બાપુએ પોતાના પિતાશ્રીના રેશનાલિસ્ટ વિચારો એટલે કે ચમત્કારોથી અંતર જાળવી રાખવાનું તેમનામાં ઉત્તરી આવ્યાનો સંકેત કર્યો.
--ઉદયપુરના એક શ્રાવકનું અગ્નિશામક તરીકેની તેમની ભૂમિકા માટે નોંધ લઇ વ્યાસપીઠ તરફથી વિશેષ સન્માન કરવામાં આવ્યું.
---જાણીતા તબલચી હાજી રમકડું પણ આજની કથામા આવીને મંચ પર સંગીતકારો સાથે સ્થાન લીધું હતું .આજની કથા 2: 00 કલાકે વિરામ પામી હતી.




Wednesday, October 31, 2018


માનસ ત્રિભુવન કથા-દિવસ ચોથો .તારીખ ૩૦-૧૦-૧૮
--મૌન અને મુસ્કુરાહટ આભૂષિત બુદ્ધપુરુષ ઉપયોગી છે: પૂજ્ય મોરારીબાપુ
--ચતુર્થ દિવસે માનસ સંપુટનું લોકાર્પણ....
વિશાળ સભામંડપમાં પુનઃ એકવાર ચોથા દિવસની કથામાં રામચરિતમાનસ ની ચોપાઈઓ ગુંજિત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે મારા માટે રામકથા સર્વસ્વ છે. મને મારા દાદાએ નવ વર્ષની ઉંમરે ગુરૂવંદનાનું પ્રકરણ એક વર્ષ સુધી શીખવ્યું. દાદાને મેં કદી કંઈ પૂછ્યું નથી પણ તેઓશ્રીએ એકવાર મને કહ્યું કે તને થતું હશે કે તમારા ગુરુ કોણ? દાદા આગળ કહે છે ,મારા ગુરુ એ મારા દાદા પ્રેમદાસજી. અને પ્રેમદાસ બાપુ ના ગુરુ જીવણદાસજી. જે મૂળ નાગર હતા .જીવણ દાસ બાપુ ધ્યાન સ્વામી બાપુના શિષ્ય એટલે ત્યાં કોઇ વ્યસન ન હતા.નાગર જ્ઞાતિ નથી પણ તે સમાજની નાગરવેલ છે. અનુયાયીઓ અને શિષ્ય માં ભેદ છે .શિષ્ય શરણાગત થાય પણ અનુયાયી ન પણ થાય . અનુયાયી ઘણા હોય અને તે થોડા રીજી જાય પછી નીકળી પણ જાય. જ્યારે શિષ્ય થોડા થી સંતોષી નથી હોતો અને તેની સંખ્યા પણ થોડી જ હોય.
હું કોઈનો ગુરુ નથી .મારા કોઈ ફોલોવર્સ નથી. હા, આ વર્ષ છે પણ હું તેનો માલિક નથી પરંતુ માત્ર માળી છું.
બુદ્ધ પુરુષોને સામાજિક કાર્યો કરવાની પણ મનાઈ છે. ધર્મગુરુને છૂટ છે .રમણ મહર્ષિ જેવા પુરુષો માટે તો એક ખૂણામાં બેસી રહેવાનું અને ત્યાં રહી જગત કલ્યાણ માટે બધું કાયૅ કરવાનું .ગુરુ શિષ્ય પરંપરા ઉજળી છે. ધ્યાન સ્વામી બાપા જીવણદાસ બાપુ ના ગુરુ હતા. તેથી તે મૂળ સ્ત્રોત છે ધ્યાન મહિમાવંત છે અને તે યોગી પરંપરા છે.
સમાધિ ચેતન જ હોય. દાદાએ બીજું સૂત્ર આપ્યુ નારાયણ.નારાયણ  આપણો ગુરુ.ત્રીજી વાત પ્રેમ આપણો ગુરુ અને છેલ્લે રઘુકુળમાંથી આવેલા રામ એટલે રઘુરામદાસ .રામ પંરપરાના છેલ્લા  ગુરુત્રિભુવનગુરુ. ત્રિભુવન પદ મળી જાય તો પણ અમે પ્રભુના દાસ (પૂજ્ય બાપુ ના પિતાશ્રી)
      મારા માટે તલગાજરડા ની કુળદેવી અહિંસા છે. વેદ, મહાભારત અહિંસાને પરમ ધર્મ માને છે .હરિ ભજન હોય ત્યાં હરી ભોજન હોય જ, હોવું જોઈએ .હરિ ભોજન વિનાની કથા ચાંદલા વગરની સુહાગણ છે. પૂજ્ય દાદા ને બોલતા આવડતું પણ બોલતા નહીં ,ગાતા પણ આવડતુ ગાતા નહિ .કથા કરી નથી છતાં જ્યારે રામ વનવાસ નો પ્રસંગ આવે ત્યારે એવું લાગે કે રામ આપણા જ ઘરેથી વનવાસ કરી રહ્યા છે.
            યાજ્ઞવલ્ક્યના મુખેથી  શિવનું સુંદર અને રસપ્રદ વર્ણન છે .કુભજ ઋષિના આશ્રમમાં કથા શ્રવણ થાય છે. સતીનો ત્યાગ,દક્ષ યજ્ઞમા સતિનુ અગ્નિ સ્નાન ,યજ્ઞભંગ ,હિમાલયને ત્યાં શૈલજા-પાવૅતીનો જન્મ .પાર્વતીનું કઠોર તપ,કામદહન નો પ્રસંગ નો આજની કથા વિરામ પામી.
  ------આજનું કથા વિશેષ-------
-આજે નીતિન વડગામા સંપાદિત કથા ના પુસ્તકો માનસ સહજ( જાપાન) માનસ કિષ્કિંધાકાંડ (અબુધાબી) માનસ માતૃદેવો ભવ(વૈષ્ણો દેવી)  નું લોકાર્પણ કથા પ્રારંભ કરવામાં આવ્યું.
--ભાગવતાચાર્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા, સાગર રાયકા, અર્જૂન મોઢવાડિયા ,મથુરભાઇ સવાણી ,જીવન દાસ બાપુ વગેરે આજની કથામાં ઉપસ્થિત હતા.
-પૂજ્ય બાપુએ પોતાની કોઈ પણ વસ્તુ વેચાય નહીં પણ વહેચાય .એટલે કે સૌને તે વિનામૂલ્યે મળે .આ પ્રસાદી ફોટો ના રૂપમાં, સીડી કે પુસ્તકના રૂપમાં પ્રસાદીના સ્વરૂપે વિનામૂલ્યે તલગાજરડા પ્રાપ્ત કરાવે. તેઓ એક વિચાર પૂજ્યશ્રીએ પ્રગટ કર્યો ઈશ્વર તેને સાકારિત કરવા કંઈક કરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી.
---તખુભાઈ સાંડસુર વેળાવદર

Tuesday, October 30, 2018

રામ કથા માનસ ત્રિભૂવન -દિવસ ત્રીજો
દેહ નાશવંત છે તે સભાનતા રહેવી જરૃરી :પૂજ્ય બાપુ
તૃતીય દિવસની કથામાં ડૉક્ટર સ્વામી અને શક્તિસિંહ ગોહિલ શ્રાવકો
તૃતીય દિવસની માનસ ત્રિભૂવનકથા નુ રામાયણજીની આરતી થી મંગલાચરણ થયું. BAPS સંસ્થાના વરિષ્ઠ સંત શ્રી  ડોક્ટર સ્વામી ની આજની કથામા ઉપસ્થિતિ હતી .તેઓએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું, કે સૌના જીવનમાં ધર્મ ,ભક્તિ, સેવા અને સત્સંગ જાગે તે રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે. પૂજ્ય બાપુ માનસયજ્ઞથી હજારો લોકોમાં હકારાત્મક વિચારો પેદા કરવાનું વંદનીય કાર્ય કરી રહ્યા છે. અને તે પણ નિરમાની,  અને  નિરંહકારી પણે. સાથે આવેલા પુ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ ની અંતિમ આરતી પૂજ્ય બાપુએ ઉતારી છે તે અમોને સદા સર્વદા યાદ રહેશે.
        પૂજ્ય બાપુએ પાવક શબ્દ પુષ્પોને કથા મંડપ ના પ્રાંગણ માં રેલાવતા જણાવ્યું કે મહાદેવજી પાર્વતીજીને કહે છે.
"પૂછે હું રઘુ પતિ કથા પ્રસંગા ! સકલ લોક ભાવની ગંગા!"
ત્રણે લોક સ્વર્ગ ,મૃત્યુ અને પાતાળ આ કથા સાંપ્રત છે .મહાદેવ કહે છે કે સ્વર્ગમાં પણ આ ચોપાઈઓ ગવાય છે. હનુમાનજી પાતાળમાં ગયા હતા લક્ષ્મણજીને છોડાવવા તેથી ત્યાં પણ કથા હોય જ અને મૃત્યુલોકમાં તો છે જ તેથી આ ત્રિભુવન કથા છે.
સંસારી ને એષણાઓ હોય પુત્રેષણા , વિતેષણા, અને ત્રીજી લોકેષણા. એ છે બધાની સામે સારા થવાની વૃત્તિ .જે સાધુ ને છેતરે છે. તૃષ્ણા બાંધે છે. તેનાથી તેનું પતન થાય છે. બ્રાહ્મણો ઓદાયૅપૂર્ણ હોય છે .બ્રાહ્મણોનું આંખનું તેજ અને સાધુની આંખ નો ભેદ આ જગતના બે નેત્રો છે. જીવનના ત્રણ આધાર છે. તે દેહ,પ્રારબ્ધ અને દેવ .દેવ એટલે શુદ્ધ. જ્યાં સુધી શુદ્ધ હોય ત્યાં દેવ છે. જે બુદ્ધ પુરુષનો આશરો કરશે તેને પ્રારબ્ધ પીડા નહીં આપે. માટે એવા ગુરુ નો આશ્રય જરૂરી. જેની પાસે ગુરૂનિષ્ઠા ન હોય તેનું સામર્થ્ય ગુરુપરંપરા કરતી નથી .પરંતુ મુક્ત કરે છે ,જીવનના આનંદ માટે આંતરબાહ્ય શુદ્ધ મહાપુરુષનો આશ્રય જરૂરી છે, બ્રમપદથી સદગુરુ શરણ ચડિયાતું છે. ગુરુ નિષ્ઠાથી સાધકને સરસ્વતી જાનકી ભલે ન મળે પરંતુ તેની પાસે ભક્તિરૂપ મર્યાદા હોય જ. સાધુની જેમ પવિત્ર અને નિર્મળ છે રામનું જીવન મંગલમય છે .ત્યારે કૃષ્ણનું સઘષૅમય છે .કૃષ્ણે તારા મારા નું ધ્યાન પણ રાખ્યું છે. જગતમાં ચાર વસ્તુ નિર્દોષ છે વિષ્ણુ ભગવાન ,સૂર્ય અગ્નિ અને ચોથી ગંગા. જાનકીજી નિર્દોષ છે માટે તેની તેને અગ્નિ પાસે મૂકી શકાય. રામે અગ્નિ રૂપ ભગવાન નો કેટલો ભરોસો છે? કળિયુગમાં રામનામ ચાર ઘાટ ઉપાસના અને શરણાગતિ અને એક મારો પાંચમો તલગાજરડીઘાટ. આ કથા તેના પરથી ગવાય છે. પંચ મુખવાળા શિવજી એટલે તે કૈલાસ ઘાટ પણ છે. શરણાગતિ  એ પરીપૂર્ણ હોતી નથી. તેથી તેમાં કર્મ જરૂરી છે પ્રમાદ મૃત્યુ છે, તેથી કર્મ જરૂરી છે. શરણાગતિ પછી પણ આવશ્યક છે સારા અને સર્વ જનહિત માટે કાર્ય કરતા રહેવું જોઈએ.
અતી દેહદમન એ ક્રૂરતા છે .તપસ્વી શાંત હોવો જોઈએ, રામ પ્રેમી તપસ્વી હોય ,સ્વાર્થી ન હોય પરમાર્થી હોય .કુંભ પૂર્ણ થયા પછી ભારદ્વાજજીના સંશયને દુર કરવા યાજ્ઞવલ્ક્યે રામ કથા સંભળાવી હતી. કથાનું સમાપન થયું.
આજનું કથા  વિશેષ-----------------
--- પૂ બાપુએ બાળપણની કરેલી. ટીખળો નો ઉલ્લેખ કરી સૌને ભાવુક બનાવી દીધા.
--આજ થી રક્તદાન કેમ્પ ની શરૂઆત થઈ. કથાના ક્રમ સુધી પહોંચવાનો તેમાં લક્ષ્યાંક સેવવામાં આવ્યો.
--આજની કથામાં કોંગ્રેસી અગ્રણી શક્તિસિંહ ગોહિલ ,ઉદ્યોગપતિઓ નટુભાઈ ભાદુ, ભીમભાઇ ખોડવાયા હાજર રહ્યા હતા.
--તલગાજરડા ને યાદ કરતા કરતા અહીં જ્યાં જાવ ત્યાં ચોપાઈઓ મળવાની એમ જણાવી પૂજ્ય બાપુએ બધું રામ રામમય હોવાનું જણાવ્યું.
--ભાવનગર રાજકોટ વગેરેના ઘણા દૈનિકો કથાનું મહત્તમ કવરેજ કરે છે. મહૂવામાથી એક વિશેષાંક પણ દરરોજ પ્રકાશિત થઈ રહ્યો છે, તે ખૂબ સારું ગણાય.
--આસ્થા ચેનલ તારીખ 30 10 18 ના રોજ સવારના વિશેષ પ્રસારણમાં તલગાજરડા કથામાં રામદેવબાબાના  યોગસેશન પુનઃપ્રસારિત કર્યું હતું.




Sunday, October 28, 2018

માનસ ત્રિભુવન દિવસ બીજો ..આજની કથાનો આરંભ કરતા પૂજ્ય મોરારીબાપુ કહ્યું, "બહેનો પણ હનુમાનજીનું હાથ જોડીને દર્શન કરી શકે. "બીજા દિવસની કથામાં સત્રારંભે પૂજ્ય રામદેવ બાબાના યોગાસનો


 માનસ ત્રિભૂવન દ્વિતીય દિવસનો આરંભ કરતા પૂજ્ય મોરારીબાપુ પોતાની શબ્દ સુગંધ પ્રસરાવતા કહ્યું," યોગના ત્રણ પ્રકાર છે પતંજલિ યોગ ,રુદ્રાષ્ટિક યોગ અને હનુમંત યોગ .યોગીઓ આ દેશ નો પ્રાણ છે . ઓમકાર નો રણુકાર યોગીઓ પાસેથી પ્રાપ્ત થાય .જે ભજનાનંદી હોય તે ભીતર ઉતરે.મારા દાદાએ મને જે માનસ ચોપાઈ આપી અને આજ્ઞા કરી કે તુ આને ગાજે તેમાં મારો યોગ થઈ જાય છે. સલાહ આપવી સહેલી હોય છે ,પણ આચાર અઘરો છે. વ્યાસપીઠ યોગપીઠ સાથે જોડાયેલી રહેશે. પ્રેમ વગરનો યોગી કોઈ કામનો નથી.
                  સમાજમાં વિશેષ કરી બહેનો માંટે પ્રવર્તતી એક માન્યતા નું ખંડન કરતા પૂજ્ય બાપુએ નિવેદન કર્યું કે સૌ કોઈ બહેનોને પણ હનુમાનજીની સર્વ રીતે પૂજન ,અર્ચન કરવાની છૂટ છે. માતાઓ બે હાથ જોડીને પણ તેના દર્શન કરી શકે.હા ,તેમાં આપણી શાસ્ત્રીય મર્યાદા અપવાદ તરીકે ગણવી જોઈએ. તે નિભાવવાની પણ ફરજ છે.રાક્ષસીઓએ પણ હનુમાનજીની પૂજા કરી હતી.હનુમાનજી બ્રહ્મચારી છે. બ્રહ્મચારી અને કુંવારા વચ્ચે ભેદ છે. એક ઉદાહરણથી તેને સ્પષ્ટ કરવામાં આવ્યું.દ્વાપરયુગમા ભીષ્મપિતામહ ,સતયુગમાં નારદજી અને ત્રેતાયુગમાં મહારાજ પરશુરામજી બ્રહ્મચારી હતા.કલિયુગ આ વિભૂતિ કોણ છે તે જાણમાં નથી .રામાયણમાં પાંચ પ્રાણનો ઉલ્લેખ છે .૧, સીતાજી ૨, ભરતજી૩,લક્ષ્મણજી ૪, ચાર સુગ્રીવ ૫, બંદર  ભાલુ વિભિષણ.આ પાચેયની રક્ષા મહનુમાનજીએ કરી છે. શાસ્ત્ર ગુરુમુખ વગર પચે નહીં .બુદ્ધિ બધામાં છે પરંતુ તે વિશુદ્ધ હોય તે જરૂરી છે .યજ્ઞ ,તપ,દાનથી તેવી શુદ્ધ થાય છે .72 પંક્તિ અને 9 દૂહામાં રામનામની વંદના કરવામાં આવી છે. તુલસીદાસ કહેછે કે કળયુગમાં પરમ તત્વ પામવાનું કોઈ સાધન હોય તો તે છે " હરિ નામ" પરમાત્માની પ્રાર્થના આવડી જાય તો તેને કંઈ કરવાનું રહેતું નથી .સમગ્ર બુધ તત્વ રામ નામ છે સૂર્ય ,ચંદ્ર અને અગ્નિનું કેન્દ્ર બિંદુ રામ છે. રામ અને વિષના સંયોગથી વિશ્રામ સુધી જઈ શકાય.  જે શિવને પ્રાપ્ત થયું છે. રામનામ મહામંત્ર છે .વિનય પત્રિકા નામ વિશ્વાસ પર ભાર મૂકે છે .હમણાં જ્વાલામુખી કથામાં એક મુસ્લિમ યુવાન નો પત્ર પ્રાપ્ત થયો તે હંમેશા રામકથાનું શ્રવણ કરે છે .તેની સાથે તેની માતાજી પણ જોડાઈ છે .એકવાર તેના માતાજી બીમાર પડે છે. તે તેને દવાખાને લઈ જાય છે તો તેને ડોકટર આમ કરવાની મનાઈ કરે છે .અરે ..સમ્ ગચ્છ ધ્વમ્, સમ્ વંદ્ ધ્વમ્  સાથે ચાલીએ, સૌને વંદન કરીએ, સ્વીકારીએ .પોતે ક્યારેય સંકીર્ણ નથી તે વાત પર પૂજ્યશ્રી એ વિશેષ ભાર મુકતા સૌને પોતાના ઇષ્ટ ને ભજવાની સ્વતંત્રતા હોય જ એમ જણાવ્યું.



તારીખ 28 10 18 નુ કથા વિશેષ
-સવારે 9 કલાકથી  10 30   કલાક સુધી સુધી રામદેવજી મહારાજ ના યોગાસનો યોજાયા.
-સને 2020માં પૂજ્ય મોરારીબાપુએ બાબા રામદેવજી ના પતંજલિ આશ્રમ માં હરિદ્વાર ખાતે બાબાજીની અનુકુળતાએ કથા કરવાની જાહેરાત કરી.
-માનસ ત્રિભુવનમા બાલકાંડ ની ચોપાઈને કેન્દ્રસ્થ કરવામાં આવી છે
"વિશ્વનાથ મમ્  નાથ પુરારી, ત્રિભુવન મહીમા બિદિત તુમ્હારી  । તુમ ત્રિભુવન ગુરુ ભેદ બખાના ,,આન જીવ પાવર કા જાના     ।"                                -આજની કથામાં બાબા રામદેવજી ,ભાગવતઋષિજી, યોગેશભાઈ શાસ્ત્રી,મેહુરભાઈ લવતુકા વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી
-તખુભાઈ સાંડસુર.    વેળાવદર

તલગાજરડા કથા દિન 1

રામકથાના અદકેરા અવસરનો અવસરનો આરંભ       તલગાજરડા હવે ત્રિભુવન તીર્થભૂમિ છે :પૂજ્ય મોરારી બાપુ માનસ ત્રિભુવનમા બાબા રામદેવ, ભાઈ શ્રી, અને રૂપાલા ની ઉપસ્થિતિ .

વૈશ્વિક ફલક પર રામકથા અને મોરારી બાપુ સાથે હવે તલગાજરડા એ પણ પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. પૂજ્ય બાપુના પૈત્રિક ગામ તરીકે તો લોકો તેને ઓળખે છે. પરંતુ ત્યાંના કાર્યોની સુવાસ પણ એટલી જ મોટી છે .તેજ ગામના યજમાન હરિભાઈ રામજીભાઈ મોરારીબાપુની 818 મી કથાના પોતાના જ ગામમાં યોજવામાં નિમિત બન્યા છે. તેથી તે પણ સૌને ખૂબ ઉમળકો હતો .આજે તારીખ 27- 10 -18 ને  શનિવાર 3- 45 કલાકે રામકથાના પવિત્ર શબ્દો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
યજમાન પરિવાર દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળી. જેમાં આહિર સમાજની માતાઓ ,દીકરીઓ પોતાના પારંપારિક પહેરવેશમાં જોવા મળી. બળદગાડા, ઘોડા અને સુશોભિત વાહનોથી પોથી યાત્રા એક ઐતિહાસિક મુકામે પહોંચી.

મંગલાચરણમાં દીપ પ્રજ્વલન  કરવા યોગગુરુ બાબા રામદેવ જી મહારાજ, ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, ભવનાથના ભારતી બાપુ ,શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નિમંત્રિત કરવામાં આવ્યા .યજમાન પરિવારના હરિભાઈ, દર્શનભાઈ અને લંડનથી પધારેલા  શ્રાવક અને ભાવક રમેશભાઈ સચદેવ હાજર રહ્યા.
                     પોતાના વક્તવ્યમાં શ્રી રામદેવ બાબાએ કહ્યું કે આવા પવિત્ર શબ્દો પ્રસંગોને લોકો સુધી પહોંચતો કરવાનું કાર્ય વિવિધ ધાર્મિક ચેનલો કરે છે. પરંતુ તેને અટકાવવાના પ્રયત્ન  મંત્રી શ્રી સુચના પ્રસારણ ના માધ્યમથી નિષ્ફળ બનાવીને પ્રભુકાર્યમાં સૌને જોતરવાનું શ્રેય લઈ શકાયું છે. ભાગવતજ્ઞાતા પૂજ્ય ભાઇ શ્રી એ શબ્દ ને બ્રહ્મરૂપ ગણાવી દરેક શ્રોતાઓ સુધી તે ઠાકોરજીના સ્વરૂપે પહોંચે છે તેમ જણાવ્યું. આ રીતે ઈશ્વર તત્વ શબ્દો થી આપણા સુધી આવવાનો તેઓએ મત વ્યક્ત કર્યો .વધુમાં તેમણે પોતાને રામચરિતમાનસના વક્તા તરીકે સ્થાપિત કરવા પૂજ્ય મોરારી બાપુ જ માધ્યમ બન્યા હોવાનું કહ્યું. ભારતી બાપુએ રામ કથા જ જીવનનો એકમાત્ર માર્ગ હોવાનો મત પ્રગટ થયો કર્યો.
   પુ મોરારિબાપુએ કથાનું મંગલાચરણ કરતાં કહ્યું  કે મારા દાદા પાસેથી મને માનસ ની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. તેથી હું વ્યક્તિગત રીતે કહું છું કે આ ગામ મારા માટે ત્રિભુવન તીર્થ છે.સાહેબ, રામ કથામાં હું કહી દઉં" આઇ એ હનુમંત બિરાજીયે" પછી  સૌને ઈશ્વર જ પ્રેમનો પરમાર્થ કરાવે છે .ભગવત્કૃપાથી શાંતિ એકતા , ભાઇચારો છે એ જ એક મોટી વાત છે. સાધુ સમાજ,વિપ્ર સમાજે  સૌને  રૂડા કરી દેખાડયા છે .મહુવાની સામે કથા ગાવાનો,બોલવાનો છુ પછી વસુંધરા જ વ્યાસપીઠની ઈજ્જત નહિ રાખે ?..રાખશે .....રાખશે.હું આઠ વર્ષનો હતો.જ્યારે આજ પાછળના ખેતરમાં માંડવી વીણવાનું, કસ્તુરી રોપવાનું, કામ કર્યાનું યાદ છે. હવે આજ ભૂમિ પર નવી ખેડય કરવા આવ્યો છું. સમાધાન પ્રેમ  છે તો શરણાગતિ કરુણા છે .પૂજ્યપાદ મારા દાદાના નામે આ કથાનું નામા-ભિધાન માનસ ત્રિભુવન કરાયું છે.
 આજનું કથા વિશેષ
-ધારાસભ્યશ્રી આર સી મકવાણા, કેશુભાઇ નાકરાણી , પ્રવિણભાઇ મારુ ,અમરીશભાઈ ડેર, કનુભાઈ બારૈયા, સાંસદ નારણભાઇ કાછડીયા ,વિપક્ષી નેતા પરેશ ધાનાણી વગેરે વિશેષ ઉપસ્થિત હતા.
-સુરત ઉદ્યોગપતિઓ સવજીભાઇ ધોળકિયા ,લવજીભાઈ બાદશાહ વગેરે પણ આજની કથામાં ઉપસ્થિત હતા
-તલગાજરડામાં સોળ વર્ષ પછી રામ કથા નું આયોજન થયું છે અને અહીં નિત્ય દસમી કથા છે બાપુએ આ કથાને દક્ષિણાભિમુખ કથા કઈ છે
-દુનિયાભરના રામ કથા સાથે જોડાયેલા રામ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા છે
-કથાનો વિશાળ આયોજન અને બીજી તરફ શહેરની અશાંત પરિસ્થિતિ એ સૌને ઉંચા નાખ્યા હતા પરંતુ રામનામના પ્રભાવથી પુનઃ શાંતિ સ્થપાઇ છે.
-કથાના નવ દિવસનું ભોજન નાસ્તા નુ મેનુ સોશિયલ મીડિયામાં ફરતુ થયું છે.તે સ્વાદપ્રેમીઓમાં પ્રેમીઓમા મોમાં પાણી લાવી દેનારુ બની ગયું છે
-સ્વયંસેવકોની મોટી ફોજ સમગ્ર આયોજનને પાર પાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે               -   -મહુવા ડેપોમાંથી કથા સ્થળે જવા આવવા દર પંદર મિનિટે એસટી ની વ્યવસ્થા કરવામાં આવી છે ----                     -આસપાસના તાલુકાના સાધુ બ્રાહ્મણો ને શુક્રવારે તારીખ 26-10-18 ના રોજ સમુહ ભોજન પીરસીને યજમાન પરિવારે એક નવી પહેલ કરી છે.
-તખુભાઈ સાંડસુર વેળાવદર

Thursday, October 18, 2018

કટાક્ષિકા..૧૮-૧૦-૧૮

કેવું પડે હો..!? અલ્પેશનો’ય વારો પાડ્યો



----------તખુભાઈ સાંડસુર   
(પરભાતનો પોર, બાપુની ડેલીએ ડાયરો,
પાત્રો---ભગો, અરજણ ભગત અને મૂળિયો…)
‘એલા ભગા કાલ તો તું ડેલીએ બવ મોડો આવ્યો તે કેમ એમ..!?’
‘લે બાપુ, કાલની વાત ઠેઠ આજ યાદ આવી..??’
"ભારે કરી ,આ રઘલાના છોકરાનો જામીન થાવા ગ્યો તો, ઈણે કાંક ઓલ્યા લાદી ઘહવાવાળા હારે માથા કાહટી કરી તે ફોજદારને ખબર પડી ઈણે કર્યો કેસ, લાંબુ થઈ ગયું."
"હા, ઈ છોકરાને ખબર નો હોયને હમણાં આ નવું ગતકડું પ્રાંતવાદનો ઉભુ થ્યું છે."
વાત આગળ હાલતા હાલતા અરજણ ભગતે આખી વાતનો ફોડ પાડ્યો.
‘જુઓ, બાપુ ભગાભાઈને નો ખબર હોય ,છાપામાં તો આવે છે. બીજા રાજ્યના લોકો પર હુમલા થ્યા. હુમલા હથ્યા. પણ ક્યાંય કોઈ મરી ગ્યાનું જાણ્યું છે. આખા ગુજરાતમાં ? આ ભાજપવાળા એક પછી એકનો વારો કાઢે છે. જુઓ હાર્દિકને ઉપવાસ કરવા દઈને સરકાર કે ભાજપવાળા એક શબ્દેય નો બોલ્યા ઓગણી દીના વાણા વાયા પછી પોતે જ હાથે હાથે ઓગળી ગ્યો. એનું મીંડુ મુકાઈ ગયું." ‌‌                       ’‘તારી વાત હાસી હો ,પછી ક્યાંક એણે પાછા ઉપવાસ કર્યા પણ છાપાવાળાએ એક લીટીય લખી નથી લ્યો..!!’
‘ઈ જ વાત કરૂ છું. હાર્દિકનુ ધબોય નમઃ કર્યા પછી વારો આવ્યો અલ્પેશનો, તેને જુઓને આ પ્રાંતવાદમાં ફસાવી દઈ પુરો કર્યો. ક્યાંય કોઈ તોફાન નહીં તોય છાપા ભરાઈ ભરાઈને ઈ જ વાત આવે. ટી.વી.વાળા નવરા પડે એટલે ગામમાંથી થોડાક ગળ ચોપડીવાળાને ભેગા કરીને વાતનું કરે વતેસર… એ હાલ્યું. જુઓ તો ખરા,!વાતમાં કાઈ માલ નહીંને ઠેઠ લખનઉને પટણા હુધી વાત પોગી નીતિશ ને યોગી પણ ગામના ચોકમાં આવી ગ્યા લ્યો !’
‘ભગત, આ મુળો કાલ જ કે તો તો કે ભાજપવાળા પાહે કોક ચોગઠા ગોઠવવાળા બહુ ભેજાબાજ છે. ક્યાં કોની કુંકરી ઘાએ ચડાવવી ઈની એને બરાબર પડે છે.’
‘કેમ નહીં આ પ્રાંતવાદ ઉભો કરીને અલ્પેશને ગુજરાત બહાર નીકળવાના રસ્તા જ બંધ કરી દીધા. ભાજપ આમા નથી એમ સાબીત કરવા રૂપાણીને લખનૌ, નીતીન પટેલને મુંબઈ અને બીજા નાનકડા નેતાઓને આખા ભારતમાં મોકલીને ત્યાં પ્રેસ પરિષદ કરાવીને કીધી અમે તો દુધે ધોયેલા છીએ પણ કોંગ્રેસવાળા જ કાળા કામના કરનારા છે.એવી બંબુડી વગાડી’
‘ભગા, તું કે તો તો ને કે મોદીની એકતા જાત્રા માટે આમંત્રણ આપવા રૂપાણી ગ્યા છે. એમ કહી અમને કાંઈ વાંધો નથી , અમારા નરેન્દ્રભાઈને તમે ત્યાં જાળવજો, ખફા થતા નઈ એમ કેવા ગ્યાતા. ઈ માળું હાસુ હો..!!’
‘બાપુ આપડું મતદાન જ આ બધા વાદમાં થાય છે. એટલે જ કાંઈ નો કરવાવાળીની પપુડી વાગે છે. જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ, સંપ્રદાયવાદ અને બાકી હતું તે આ પ્રાંતવાદ !!બાકી કેવું પડે ,જો ને ત્યાં ઉત્તરપ્રદેશના કોંક ફાસફુસીયા પાસે અલ્પેશનું માથુ વાઢવાનું નિવેદન કરાવીને બિચારા અલ્પેશનો વારો પાડી દીધો.’
‘મુળા,આ રાહડાં લેવાની નવરાત્રિ નથી, એવી વાત કેમ કોઈ હમજતું નથી. માતાજીના અનુષ્ઠાનનું આ પર્વ કોણ પુરી ભાવનાથી ઉજવે છે.! આતો લ્યો હંબો… હંબો… હઈસો… હે રામ…!!’
‘અરે બાપુ ઈમાંથી આ 'મીટુ 'ની હોળી જાગે છે. જુઓને છેવટે અકબરની કબર નો ખોદાઈ ગઈ. એમાંય એક ભાઈએ તો ફેસબુકમાં એવું લખ્યું કે હું એમ.જે.નો માસીયાઈ ભાઈ છું લ્યો કરો વાત જરાક લાજી મરો, લાજી મરો..!!’
‘ભગા… આપડે આ તલગાજરડા જાવું જોહે,બાપુનો સૌને સંધેહો છે કે મારી ભુમિમાં કથા છે. યજમાનેય ન્યા ન્યા છે. સૌ આવજોને આવજો નવ દી મોજ કરવી છે.’
‘હા… મોરારિબાપુએ એના કાર્યાલયના મગલાચરણમાં ખૂબ પોરહીલી વાત કરી તી. મનખ્યો ભેળો થાહે.આમેય બાપુની વાણીનો પ્રભાવ દુનિયાભરના લોકોને ક્યાંના ક્યાંથી ઢહડી લાવે છે હો!’
‘હા… અહીંથી ક્યાં છેટુ છે. સૌ બે-ચારદિ જઈ આવશું. વળી દિવાળી આડે ત્રણથી બાકી હશે ને તો પૂર્ણાહુતી થશે. એનોય બરોબર મેળ જ છે,જઈ આવશું. ઠીક તઈ લ્યો સવને રામ… રામ…’

Wednesday, October 3, 2018

લેખ ૪૯૭ પર

IPC ૪૯૭ રદ્દ : સમાજ નવનિર્માણની આઝાદી કે વ્યભિચારને ખુલ્લુ સમર્થન ?!                                ..                                                                                            ..  તખુભાઈ સાંડસુર                                    કેરળનો વ્યક્તિ જોસેફ સાઈન સને ૨૦૧૭માં સર્વોચ્ચ અદાલતમાં વ્યભિચાર ગુનો નથી તે માટે એક જન હિત અરજી કરે છે. ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૭ની જોગવાઈ રદ કરીને સીઆરપીસીની કલમ ૧૯૮ની કાર્યવાહી કે અમલીકરણને બંધ કરવામાં આવેે. મુદ્દો સંવેદનશીલ હતો.તેથી ભારતની સર્વોચ્ચ અદાલતે સીજીઆઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે તાજેતરમાં આ અંગેનો ચુકાદો સંભળાવીને જોસેફની વાત માની લીધી.એક જોગવાઈ મુજબ કોઈપણ અદાલતોના ચુકાદાઓ કે બંધારણીય  વિવિધ ઠરાવો અથવા લોકતંત્રની કાયદો ઘડનારી સંસ્થાઓ સંસદ કે ધારાસભાઓમાં સર્વોચ્ચ અદાલતનો હુકમ આખરી અને છેલ્લો માનવામાં આવે છે. તે જ કોર્ટ તેની અપીલ સ્વીકારી શકે અથવા તેના પર પૂનઃવિચાર કરવાની સત્તા પણ ધરાવે છે. પરંતુ મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતામાં બનેલી પાંચ જજોની ખંડપીઠે આપેલા નિર્ણયો છેલ્લા જ ગણવા પડે.

બંધારણની કલમ ૧૯માં ભારતના તમામ નાગરીકને વાણી, વિચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. વ્યભિચાર એટલે કે કોઈપણ બે વિજાતિય વ્યક્તિઓ કે જેઓ લગ્ન સંસ્થાથી જોડાણ ધરાવે છે તે કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ સાથે શારિરીક સંબધ સ્થાપિત કરે તો તે આ વ્યાખ્યામાં આવે. લગ્નને કોઈ માલિકી હકના સંદર્ભે ન જોવામાં આવે તો પણ એક મેકના વિશ્વાસ કે સ્થાયી સંવેદનશીલ સંબધોના સ્વરૂપે જોવુ જોઈએ.

સર્વોચ્ચ અદાલતના જે પાંચ ન્યાયમૂર્તિઓએ આઈપીસી ૪૯૭ ને નાબુદ કરવા ચૂકાદો આપ્યો તેમા એક મહિલા જસ્ટીસ પણ છે,ઈંદુ મલ્હોત્રાજી.કોર્ટ કહે છે કે ૧૮૬૦માં બનેલો આ કાયદો આજના પરીપ્રેક્ષમાં જુનો, આઉટડેટેડ છે. વિકસિત દેશો જાપાન, ચીન, ફ્રાન્સમાં વ્યભિચારને અપરાધની વ્યાખ્યા મુકવામાં આવતો નથી. જીવવાના અધિકારની શ્રેણીમાં પણ જાતિય સંબધો સ્થાપિત કરવા મુક્તતા હોવી જોઈએ. જસ્ટીસ ઈંદુ મલ્હોત્રાજીએ નોંધ્યુ કે મહિલાને હંમેશા પીડીત માનવામાં આવે છે. જ્યારે પુરૂષને પ્રલોભક ગણીને તેને સતત અન્યાય થઈ રહ્યા છે. વ્યક્તિને પોતાના વર્તનનો સ્વૈચ્છિક રીતે અધિકાર મળવો જોઈએ.તેમા પણ કોઈ લિગભેદ ન હોય. જ્યાં આ સ્વેચ્છાચારને ગુનો ગણવામાં આવે છે. તેવા રાષ્ટ્રો રૂઢિગત છે. દા.ત. અફઘાનીસ્તાન, પાકિસ્તાન,  ઈરાન, આફ્રિકાના દેશો જે મોટે ભાગે મુસ્લિમ રાષ્ટ્રો છે. ત્યાં શરિયતને વધુ મહત્વ અપાઈ રહ્યુ છે.

અમેરીકામાં આવા અવૈધ સંબંધો પર એક સર્વે કરવામાં આવ્યો. તેમા તારણો નીકળ્યા કે ત્યાં આવી વૃત્તિઓને ૨૫ વર્ષમાં વધુ વેગ મળ્યો છે. ૧૪ ટકા સ્ત્રીઓને એકસ્ટ્રા મેરીટીયલ રીલેશનમાં રુચિ છે.૧૭ ટકા લોકોના અવૈધ સંબંધોથી ડીવોર્સ થયા છે. ૯૦ ટકા લોકો અવૈધ સંબધને અનૈતિક માનતા નથી. સંબંધોના તંતુ જોડવામાં ૮૫ ટકા સ્ત્રીઓ છેતરાઈ છે. જ્યારે પુરૂષોનું પ્રમાણ તેમા ૫૦ ટકા છે. આ રીતે વિકસીત રાષ્ટ્રનો વ્યુહ અલગ છે. તેથી ત્યા હવે લગ્નજીવનનો સમયગાળો અતં તરફ ગતિ કરી રહ્યો છે.

અત્યાર સુધી લગભગ આ કલમનો ઉપયોગ ભારતમાં કોલગર્લ અને ગ્રાહકની ગેરકાનુની પ્રવૃત્તિ પર કરવામાં આવે છે. કોઈ પતિ પત્નીના કિસ્સામાં આ કલમનો કોરડો ભાગ્યે જ વિઝવામાં આવ્યો હોવાનુ ધ્યાને આવ્યું છે. તો અહિ તેને રદ કરવાનું કેટલુ પ્રસ્તુત છે !

ભારતની સમગ્ર સમાજ વ્યવસ્થા ધર્મની રૂઢિગત માન્યતાઓ સાથે સંલગ્ન છે. જાતિય વૃત્તિઓને સ્વેચ્છાચારમાં બદલીને વ્યક્તિના માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાયેલો રહે છે. માનવ એક એવુ પ્રાણી છે કે તેનામાં સૌથી વધુ સેકસ્યુલ જેલ્સીની માત્રા જોવા મળે છે. અને માટે સ્ત્રી લગતા અપરાધોનું પ્રમાણ પણ ખુબ વધારે છે.ત્યારે તેમા ખુબ ઉછાળો લાભ. લગ્ન જીવન પર પણ નવો ખતરો મંડરાયેલો રહેશે. સ્વૈચ્છાચારથી સમાજ વ્યવસ્થા ધ્વંસ થશે. ભગવદગીતાના શબ્દો ટાંકીએ તો વ્યભિચારથી વણશંકર પ્રજા નિર્માણ પામશે. દેહ વ્યાપારની ગેરકાનૂની પ્રવૃત્તિથી મહાનગરો ધમધમી ઉઠે તેમપણ બને. આઈપીસી ૩૭૭ એટલે સમલૈગિકતાને માન્યતા અને પછીથી ૪૯૭ પર ચોકડી મારવા જેવા અદાલતીય ચુકાદાઓ આપણી પારંપારિક સમાજ વ્યવસ્થા માટે પડકારરૂપ બનશે. તે એટલુ જ સનાતન છે. કરણ થાપરનું એક વાક્ય ટાંકુ છુ.

"Ther's much ado about fidelity and infidelity.I think sometimes true emotional relationships can go beyond those."

એટલે કે જ્યાં વધારે નિષ્ઠા અને અવિશ્વાસનું દ્વંદ્ધ હોય તેજ સબંધો ખરા સંવેદનશીલ ગણાય. દેશી કહેવત છે કે ઘરમાં વાસણ ખખડે પણ ખરા પણ તેનાથી તેને અભેરાઈએ ન ચડાવી દેવાય. આ શકવર્તી ચૂકાદાનો પૂર્નવિચાર કે તેના માટે કેન્દ્ર સરકારનો કોઈ વટહુકમ આપણી સાંસ્કૃતિક ધરોહરને બચાવનારો સાબીત થઈ શકે.

Monday, October 1, 2018

બેબસ વિદ્યાર્થી


હું છું સરકારી શાળાનો બેબસ વિદ્યાર્થી........                                       --  તખુભાઈ સાંડસુર                                                                                         મને સરકારી શાળામાં જુઓ છો. કારણ કે ખાનગી શિક્ષણ મેળવવા માટે કાવડિયા નથી ,ગામડામાં મારી પાસે બીજો વિકલ્પ નથી. મારું સરનામું મફતપરું અને શહેરની ગંદી  ઝુંપડપટ્ટી છે. તમારી સૌ પાસે મારી કેફીયત રજૂ કરી પ્રથા, વ્યથા અને વ્યવસ્થા ઉજાગર કરીને થોડો હળવો થવા ઈચ્છું છું. શિક્ષણના ત્રણ આધારસ્તંભો છે. વાલી ,શાળા અને સરકાર. પરંતુ તેઓએ મને ભગવાન ભરોસે છોડી દીધો છે. મને મળનારી તકો સાવ ક્ષીણ છે. તોય તે અન્યો લઈ જવા ઉતાવળા છે. લગભગ તમામ ઈચ્છતા હોય કે હું લાચારીના નર્કમાંથી બહાર જ નીકળું.

મારું કુટુંબ કંગાળ છે. રહેવા એક ઓરડો અને ખાવા મા-બાપે શ્રીમંતોની ચોખટ પર મજુરીની રોજ ગુહાર લગાવવી પડે છે. મારા વાલી-પિતાને મારા ભાવીની ચિંતા   છે જ, અને હોય જ પણ રોજ ખાલી થતાં અભાગિયા પેટ ભરવાનો ભાર વધારે હોય છે ,તેથી હું શું ભણું છું? કેટલું ભણ્યો? કોણ ભણાવે છે ? તેની ક્યારેય પૂછપરછ કરી નથી. હા, તેને વાટ હોય સ્કોરશીપના પૈસાની…!! કારણ કે તેની મતી ત્યાંથી આગળ જઈ શકતી નથી. મારો શાળા સિવાયનો સમય હોટલના નોકર તરીકે કાં તો ભાગિયા ખેતરની મજૂરીમાં વીતે છે. વરસોથી શાળાના પગથિયા ઘસતો રહ્યો. પણ આઠ વરસમાં ગણિતનાં બે આંકડાનો સરવાળો કે બે વાક્યોનું વાચન આવડ્યું નથી. કોઈએ મારી કારકિર્દીનો રેકર્ડ માગ્યો નથી. અમારા સાહેબ અઠવાડિયામાં બે-ત્રણ દિ’એ કલાક અમારા વર્ગમાં આંટો મારે છે. બાકી તો તે એક રૂમમાં બેસીને શું કરતા હશે રામ જાણે…!!

મને મારા પિતાજી પર ગર્વ છે કે તે મને રોજ શાળાએ મોકલે છે. મજુરીના વધુ પૈસાનો લેાભ છોડીને તેણે મને સાત વરસ શાળા જોવા મોકલ્યો. બૂકમાં લીટા દોરવા અને મેદાનમાં બેટ- દડે રમવા સિવાય લગભગ અમે કાંઈ કર્યું નથી. અમારામાંથી ઘણાં બપોરના મધ્યાહન ભોજનના લોભે લોભે આવે છે. અમારા વર્ગના ૫૦માંથી પાંચેક છોકરાને વાંચતા આવડી ગયું છે પણ તે બધાને તેની બહેનો કે મોટા ભાઈઓ ઘરે જઈ ભણાવે છે. અમને ખાનગી શાળામાં રાખે કોણ ?! આર.ટી.ઈ.નો કાયદો છે પણ દિવાળી સુધી તેના રાઉન્ડ આવ્યે રાખે. નંબર ન લાગે. લાગી જાય તો તેનું વર્તન અમારી સાથે ઓરમાયું…!!

અમારા શિક્ષક સાહેબોનો એકેય છોકરો કે છોકરી અમારી નિશાળમાં આવતા નથી. કારણ કે તે બધું જાણે છે…? ગામના સરપંચ કે પંચાયતને ગ્રાન્ટમાં રસ પડે છે, અમારામાં નહીં.

સરકારીબાબુઓ તેના સંતોનાને વિદેશમાં સેટલ કરવામાં કે ભારતની કઈ કોલેજમાં કેટલું ડોનેશન…તેનું ઉઘરાણું ક્યાંથી કેવી રીતે કરવું ?તેની વેતરણમાં હોય છે. ચૂંટાયેલા સુબાએાને કોક ઉત્સવોમાં નિશાળોમાં તગડે છે. પણ તેઓ પોતાની ગાદીઓ ટકાવી રાખવામાં અને જે નથી મળ્યું તે મેળવવાના હતકંડાઓમાં રચ્યા-પચ્યાં રહે છે. કોને ક્યાં ભેળવવો ? કોને કયા ખસેડવો અને ખતમ કરવો ?એના ગ્રાફ દોરાતા રહે છે. મારું ભણતર કે ભાવી તેની પ્રાથમિકતા નથી. વળી હું જ્યાં છું ત્યાં રહું તો તેમની તીતુડી વાગતી રહે તેવો તેનો છૂપો એજન્ડા છે પણ થાય શું ?!

મારા ભણતરનો પાયો કાચો અને બોદો રહેવાનો. મારી ક્ષમતા શિક્ષણમાં સાત વરસમાં ૨૦-૨૫ ટકાથી વધુ નથી. તેથી હું દસમાંની જાહેર પરીક્ષામાં પાસ થઈ શકીશ કે કેમ તે એક સવાલ છે?અને થઈ પણ ગયો તો બારમું આવશે. વળી મારું ગાડુ રગશિયું ગબડ્યા કરે તો પણ હું નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાનગી શિક્ષણ મેળવનારાની બરોબરી ક્યાંય કરી શકું તેમ નથી ત્યાં પાછો સમાનતાનો સિદ્ધાંત લાગુ પડશે એટલે મને અહીં કોઈ અગ્રતા મળવાની નથી. મારી સાત પેઢી ગરીબીમાં સબડતી રહી છે અને મારો વારો પણ મજુરી કરવા સિવાય કંઈ નથી. અમારા સંતાનોને પણ આજ દોઝખમાં જીવવુ પડશે..!! જે માતબર છે તેને બધુ મળે અમારું કોણ? ઈશ્વરેય આમા અમારી ધા પોકાર સાંભળે તેમ નથી. હા…દરેક ચૂંટણીમાં અમને નવા સ્વપ્નાઓ દેખાડવામાં આવે છે. અમને આવી વાર્તાઓ સાંભળવાની મજા પડે છે પણ તેમાંનું કંઈ થતું નથી.

આ વેદનાઓના ડંશ સહી સહીને અમે હવે સાવ રુક્ષ થયા છીએ. ઈશ્વર જ કોઈ કાળે તારણહાર બને બીજું તો શું થાય…!!?

Saturday, September 22, 2018

શિક્ષક સ્ટેથોસ્કોપ ..લેખ ૨૩-૯-૧૮

શિક્ષકના સ્ટેથોસ્કોપમા વિદ્યાર્થીપીડા પડઘાય તો...!?!!                                                                                                                                                                                    -તખુભાઈ સાંડસુર                                                         "સ્વ"ની કેફીયત શ્લાધામાં ખપી જવાની દહેશત મારી કલમનું સતત આડફળું બાંધી રહી છે. સાંપ્રત સ્થિતિએ મને હચમચાવ્યો, શિક્ષણમાંથી સરકારનું પલાયનવાદીપણું, તેને ત્રીજાક્રમે ધકેલી દેવાની ગુસ્તાખી, સરકારી શાળાઓનું સાર્વત્રિક ભેલાણ સુચિત કરે છે. હું આ બધું જબરજસ્ત મહાક્રાંતિ, સામાજિક ઉદ્દવેગના ખાતમુર્હુત તરીકે જોઈ રહ્યો છું. સરકારી તંત્રની સક્ષેતા સંવેદન હિનતાની ચરમસીમા પર હોય તેમ લાગે છે.
આવો…. મારી શાળાના ધો-૯ના વર્ગખંડ તરફ ડગ માંડીએ. આજે સોમવારનો દિવસ વેકેશન ખુલ્યાનો પહેલો મંગળ દિવસ છે. વિદ્યાર્થીઓમા માધ્યમિક શિક્ષણમાં પગરવ કરવાનો ઉત્સાહ અનુભૂત થાય તે સ્વાભાવિક છે. પહેલો દિવસ પરિચય અને પધ્ધતિના નામે ઉધારાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો એકમેકને ઓળખતા થાય. સામાન્યતઃ શિક્ષકની સન્નિધિ જો વિદ્યાર્થીના ગાલ ગુલાબી કરી જાણે તો તેની સફળતાનું પહેલું પ્રમાણપત્ર છે. વિદ્યાર્થી ત્યારે શિક્ષકને મુક્તિ આંદોલનનાઅગ્રેસર સિપાહી સમજે છે. હું સામાજિક વિજ્ઞાન શીખવું છુ. મારો વર્ગખંડ પ્રવેશ બધા વિદ્યાર્થીઓના સ્ટેન્ડઅપ ઓવીએશનમાં પરિણમે છે. તેઓ બધા બંને હાથ જોડી 'નમસ્કાર સર'બોલે છે. બાળકોનો આ ધ્વની ગમ્યો પણ ખરો,પરંતુ હાથ જોડવાનું કાયૅ યાચકત્વના ઉપજણ જેવું લાગ્યું. તેનું પુનરાવર્તન ન કરવાની મેં સૌને સલાહ આપી.
કાળાપાટિયામાં મારો વિષય લખ્યો, અને એકમના સંદર્ભમાં 'ભારતની ભુગોળ' દર્શાવ્યું વિદ્યાર્થીઓમાં રહેલી સમજ સુઝને ચકાસીને તેમાં ઘટતું ઉમેરણ કરવાનું હોય, ત્યારે સંપુર્ણ કેળવણી થઈ શકે.મે પ્રથમ પાટલી પર બેઠેલા રાકેશને ઉભો કરી કાળા પાટિયા પરના ચાર શબ્દો વિષય- એકમ વાંચવા જણાવ્યું. વાચવાનું તો બાજુ પર પરંતુ તેને મુળાક્ષરોનું પણ પુરતુ જ્ઞાન ન હોવાનું જણાઈ આવ્યું. એક પછી એક બાળકોને ઉભા કરી, બધા વિદ્યાર્થીઓને માપી લીધા. પ૦ના આ વર્ગમાં ૧પ વિદ્યાર્થીઓને મુળાક્ષરોની જ ઓળખ ન હતી. ૧૦ એક એક અક્ષર છુટો પાડી વાંચતા હતાં. માત્ર પ જ એવા મળ્યા જે પ્રવાહી રીતે વાંચી શકતા હોય. હું ઘડીભર અવાચક, મુઢ બની ગયો. બાળકો મારો ચહેરો વાંચવા મથતા હતાં. મને વિચારો ખૂબ ઉંડાણમાં ધસડી ગયા. આટલી મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓને સંપુર્ણ અંધારામાં ડુબાડી રાખવા જવાબદાર કોણ ? આ ગરીબ, વંચિત બાળકોને પોતાની યાતનાઓ,દોઝખમાંથી બહાર નિકળવાની આ એક જ તક હતી, "શિક્ષણ ".પણ આ આશાઓને પાયામાં જ ધરબી દેવાની જવાબદારી કોણ લેશે ? જેનો પ્રારંભ આટલો પાંગળો હોય તે આગળની સ્પર્ધાત્મક સ્થિતિમાં કેમ ટકી શકે ?
આ વર્ગની લગભગ સંખ્યા ગામની જ હતી. તેથી તે બધા બાળકોની મને વ્યકિતગત ઓળખ હતી. જે ૧પ બાળકો સાવ નિરક્ષર જેવા હતાં.તે પૈકીના બે એવા હતા કે જેણે પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દિધી હતી. મને ખબર હતી કે તે બંનેની માતાઓ ખેત મજુરીમાં પોતાનું ભરણ પોષણ કરી વંધવ્યના દિવસ ટુંકા કરી રહી હતી. આ બંને દિકરાઓ તેના નેજવાના કિરણો હતાં. સુર્યના પહેલા કિરણમાં તે હંમેશ એવું જ રટણ કરતી હોય હમણાં દિકરો મોટા થઈ કામે લાગશે, મારા જીવનમાં સોનાનો સુરજ ફરી પ્રગટશે. પણ…. રે સમય….. તું આમ કેમ ,કેટલાયના સ્વપ્નાના મહેલો દફનાવી અટહાસ્ય કરી રહ્યો છો…? જો કે આ મહાપાતકના દ્યોતકને કોણ ક્ષમા આપે ? તેનું તર્પણ કરવા ગંગાનો કિનારો ય ટુંકો પડશે..!! મારુ મંથન સતત લંબાતું હતું.
સરકારી તંત્રમાં લાગેલો લુણો 'મારૂ શું ? મારે શું?'થી ભણતરની ગરિમાપુર્ણ પ્રવૃત્તિ અછુત રહી નથી. જેની સંવેદના ફ્રીજ થઈ જાય, તેના શિક્ષકકર્મ સામે પ્રશ્નાર્થો જન્મે છે. શિક્ષકનો એક જ મંત્ર હોય હું છું 'બાલ પરમ હિતકારી…' શિક્ષક પોતાની જાતને સામેની પાટલીએ બેઠેલો અનુભવે તો તેની પીડા પોતાની લાગશે. આજે શિક્ષકપુત્રો સરકારી શિક્ષણમાંથી ભાગી રહ્યા છે, કારણ કે તે પોતાનાનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છે છે. પરંતુ એવો મહાસમુદાય કે જે તેના પર આશ લગાવી બેઠા છે તેની ચિંતા કરવાનો સમય નથી.માનવ મુલ્યો જો ઉજાગર થશે તો પોતાના વર્ગના કે આખી શાળાના બાળકોની ખેવના રાખવાનું પ્રભુ કાર્ય તે કરી શકશે.
સરકારી શિક્ષણ વ્યવસ્થાને મજબુત કરવા શિક્ષકોની નિયમિતતા, જવાબદેહીને વધુ અસરકારક બનાવવી. શિક્ષણશિસ્તનું સુનિશ્ચિત માળખુ બનાવી મુલ્યાંકનની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો જ સમગ્ર સમાજનું શ્રેય થઈ શકશે.