Friday, December 25, 2020

મૈત્રી :સગપણથી સવાયો સંબંધ

 મૈત્રી :સગપણથી સવાયો સંબંધ

તખુભાઈ સાંડસુર


સુખમાં પાછળ અને દુઃખમાં આગળ ઉભો રહે તે ખરો મિત્ર એવું લોકોકિત કહે છે. માણસની જગતવ્યાપ્ત માનસિકતા 'સોશિયાલીસ્ટ'છે.તેને કોઈને જંગલમાં એકલો અથવા કોઈ રૂમમાં પૂરી દેવામાં આવે તો તે લાંબા સમય સુધી રહી શકતો નથી.સમવયસ્ક કે સમોવડીબુદ્ધિ, સમજ ધરાવનારની ઝંખના અને હૂંફની તરસ સતત તેને લાગ્યા કરે તેનું નામ મૈત્રી. મૈત્રીને લૈગિંક રીતે સમાજ ભેદભાવ કરે છે, જુદાં પાડે છે. સમલૈંગિક મૈત્રીને સ્વીકારવાની ટેવ ભારતીય સભ્યતાને કાંધ પડી ગઈ છે. કારણ કે આપણે લિંગભેદ મૈત્રીને જાતિય સંબંધોના ડંગોરામાં જ ગણીએ છીએ. ખેર.. મૈત્રી એક એવા સંબંધનું સ્વરૂપ છે.જ્યાં તમે ખુલ્લાં અને ખાલી થઈ શકો. હૃદયની અંકુરિત સુવાસનો અહેસાસ તમે જેને કરાવી શકો અથવા આપાતકાલીન અણછાજતી આફતના વળ તમે જેની પાસે ખોલી શકો તે મિત્ર. અહીં સ્વાર્થની બાદબાકી અને ગેરહાજરી છે. પ્રતિ પક્ષે છે, ત્યાગ ,સમર્પણને ફનાગીરીનું ઝનુન.

                   મૈત્રી, સ્નેહને પાંગરવાનો પ્રસરવાનો પુરતો અવકાશ આપે છે.લાગણીના વાવેતર કરનારાં તંતુની તુલનાં બાકીનાં બધાં સંબંધોથી પર હોય છે. તમારાં જીવનમાં એક સરનામું એવું હોય કે જ્યાં તમે આનંદની હિલ્લોળી ગુલછડીઓ ઉડાવતાં હો તથા યાતનાઓનો એક છેડો તેના સુધી જતા બળીને ખાખ થઈ જતો હોય. પોતાની વિતકને પનપવાની જ્યાં 'સ્પેસ'મળતી હોય. એવાં ઘણાં કિસ્સાઓ કે ઘટનાઓ જાણી અનુભવી છે કે મિત્રની સાંત્વનાનો સધિયારો તેને અંતિમ નિર્ણય લેવાં પાછું વળીને જીવતદાન આપી ગયો હોય. જીવન આંટીઘૂંટીઓ અને ઉકેલવાની ક્ષમતા ભલે તે મિત્રમાં ન હોય અથવા તે તેના માટે યોગ્ય ન હોય પરંતુ ત્યાંથી કોઈ આશાનું કિરણ જરૂર છુપાયેલું જોવા મળે. ભૌતિક સાધનો કે આર્થિક ક્ષમતાઓથી મૈત્રી ઉપર ઊઠે છે. તેમાં સામ્યતાનાં માપદંડો ઘણીવાર માત્ર બૌદ્ધિકતા,સમજ, સ્થળ વગેરેની સાથે જોડાયેલાં હોય છે. કૃષ્ણ ચરિત્રમાં સુદામા કૃષ્ણની દોસ્તી માત્ર સમજ અને સાનિધ્યની સંગાથી હતી. ત્યાં તેની તુલનાત્મક સામ્યતા આર્થિક કે ભૌતિક માપદંડોમાં જરાય ન હતી.

                  સાંપ્રત ટેકનોક્રેટ યુગમાં મૈત્રીના માપદંડો અને સ્વરૂપો બદલાયા છે.સોશિયલ મીડિયામાં સામ સામે મેસેજ 'ડ્રોપ કે ડિલીટ' કરતાં લોકો મિત્રો નથી પરંતુ તે આભાસી મિત્રો છે. આભાસી મિત્ર એટલે કે મૈત્રીનો માત્ર આભાસ કરાવે, વાસ્તવમાં તે આપણાં સ્વજનના આત્યાંતિક મૃત્યુ માટે 'સેડ' ઇમોજી મુકવાનો પણ સમય લેતો નથી. તે  ટાઈમપાસી દોસ્ત છે. જ્યા અપેક્ષાઓને છૂટી મૂકવાની ભૂલ કરી શકાય નહીં.આજે વાસ્તવમાં પણ એવાં મિત્રોનું આવાગમન થતું રહે છે કે જે પોતાનો સંબંધ બિઝનેસ પોલીસી કે ટ્રેડ ટ્રીક તરીકે જ તમને હેન્ડલ કરે છે. ટ્રેડ ડીલ પૂરી થતાં તે વાત ત્યાં જ દફનાવાય જાય છે. એટલું જ નહિ ઘણીવાર મૈત્રીસેતુને વિકૃત ચિતરનાર આવાં પાત્રોથી સતત ચેતાતા, ચેતનવંતુ રહેવું પડે છે. મૈત્રીનું સમયાંતરે થર્મોમીટર મૂકતાં રહેવું જોઈએ. જેથી સંબંધોને વિસ્તારવા કે સંકોચવાની સીમારેખા નક્કી કરી શકાય.

                  દોસ્તોના પ્રકાર માત્ર સમલૈંગિક કે સગપણ કે સંબંધ બહારના જ હોય એવું પણ નથી.પત્ની પણ સારી ઉત્તમ મિત્ર બની શકે. હા,એવા દંપતિઓ પણ છે કે જેમણે પોતાની લગભગ તમામ બાબતોને એક બીજાને શેર કરી હોય.વિશ્વાસની અભિન્ન કેડી તેઓને સતત જોડી રાખતી હોય.વિશ્વાસ એ મૈત્રીનો પાયાનો પથ્થર છે. ક્ષણિક આવેગમાંથી સ્ફૂટ થયેલો મૈત્રીભાવ લાંબાગાળાના પથિક જેવો અડગ નથી રહેતો. તેથી એવા પાત્રો સતત સંગાથની હુંફ બની શકે છે કે જે નાઇટ વોચમેન નહીં પરંતુ રેગ્યુલર ખેલાડી હોય.

        નગર જીવન સતત માર્ગ પર દોડતું દેખાય છે.ત્યાં સમયની તાનારીરીમાં સંબંધોને વિકસવાની તક જ નથી મળતી. બે છેડાં ભેગાં કરવાં મોટાં મોટાં મહાનગરોના અનેક છેડાઓને ભેદવાં પડે છે તેથી મિત્રો કે મિત્રતા હાંસિયામાં મુકાઈ જાય છે. પત્નીને કે સાથીકર્મીને સંજોગવશ મૈત્રીનાં વર્તુળોમાં મૂકીએ તો વાત જુદી, પરંતુ ત્યાં ભયસ્થાનોની ભરમાર બહુ મોટી છે. લાંબા સમય સુધી આ સાંધણને ટકાવી રાખવું એક પડકાર પણ છે. ગમા- અણગમા કે માન-સન્માનનીથી સર્જાતાં ટકરાવો સમજના ખાલીપાથી કે નમ્રતાના અભાવથી મૈત્રીને તારતાર કરી શકે છે. તે બધા પ્રશ્નાર્થ અને મોજાને સતત જીવી લેવાની એકમેકને તૈયારી જ ખરાં અર્થમાં મૈત્રી પામ્યાનો પુરાવો છે.





Monday, December 14, 2020

એકલતા: આત્મચિંતનની ઉજાણી

 એકલતા: આત્મચિંતનની ઉજાણી

- તખુભાઈ સાંડસુર

વિસ્તરતું નગરજીવન કે સામુદાયિક જીવન અનેક બદબોને નિમંત્રણ આપતું રહે છે. માનવ પ્રાચીનકાળમાં તેના ઉત્ક્રાંતિ પછીના સમયમાં લગભગ વન્યજીવનનો જ એક ભાગ હતો. વન, પ્રકૃતિ, વૃક્ષો સાથે તેનો નાતો અભિન્ન રીતે આંકડાબીડ હતો. કારણ કે જેમાં એકાંતનો વૈભવ અને શાંતિનો બાદશાહીઠાઠ ગર્ભસ્થ હોય તે 'સ્વ' સાથે સંવાદ કરવાનો અવસર હોય છે. એકલતા એટલે કે અન્ય કોઈપણનો સંગાથ ન લેતાં માત્ર તમારી જાત સાથે સમય વિતાવવાનું વાણું. જે આ વાણાંને સમયાંતરે ફૂલડોલ ઉત્સવ તરીકે મનાવતાં રહે તેનું જીવન અનેરી પુલકિત સુવાસથી સભર થતું રહે છે. એક રીતે એકલતા એ જીવનનો રિચાર્જ પોઇન્ટ છે. આપણાં પ્રાચીન કાળની પદ્ધતિઓ ધ્યાન, સાધના વગેરે પણ આ વિષય સાથે સંલગ્ન અને જોડાયેલાં છે. કવિ બેફામ કહે છે
 "એકલાં જ આવ્યા મનવાં એકલાં જવાનાં,
 સાથી વિના સંગી વિના એકલાં જવાનાં"
કવિ એકલતાનું ઉપરાણું લઇને કહે છે છો ને અહીંયા સૌ સંગાથી છે પરંતુ આખરે સૌએ એકલાં જ નીકળવાનું છે. આ વાત સતત પડઘાતી રહે તો દુઃખો અને સમસ્યાઓ તે વ્યાખ્યામાં રહેતી નથી. કોઈની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી વગરનો સમય એટલે એકાંત. આંતરબાહ્ય વાતાયન એકદમ ખાલી થઈ જાય અને તમે શૂન્યાવકાશમાં આવી જાવ તે અનુભૂતિ ઉત્તમ છે.
     એકલતાના સંગાથીઓ મૌન, સ્વાધ્યાય, વિચારોના વાસંતી વાયરાઓ સાથે જીવી જાણે છે. એવું કહેવાય છે કે પાછાં વળીને જોતાં શીખવું જોઈએ, આ જીવન મંત્ર પણ તમને આજ નોળવેલ પરથી મળે છે.આજે અનેક દોડધામ કે ભાગમભાગ પછી સૌએ આપણી પારંપરિક વ્યવસ્થાઓ તરફ પાછાં વળવાનો સમય આવી પહોંચ્યો છે. કારણકે ધ્યાન, યોગની પ્રવૃત્તિ જીવનને સાત્વિકતા સાથે સાંકળે છે. આપણી સંસ્કૃતિ નદી, વનવિસ્તારમાં ઉછળીને પાંગરી છે, ટોળાંશાહીથી નહીં.ધ્યાન આત્મબળને  અંગીકૃત કરવાનો, મનને શરીરની શક્તિઓનું સાયુજ્ય સાધીને જીવન સંગીતના સુરાલય શ્રવણ કરવાનો મોકો છે.આપણી સાથે અત્તથી શરૂ કરીને ઈતિ સુધીના સરવાળાં કરીએ કેટલાં લોકો મળ્યાં અને કંઈક ભુલાય પણ ગયાં. ઘરે આપના સ્વજનો પણ કે જેનાં માટે તમે લગભગ લગભગ એકાંગી,એક પક્ષીય થઈને ઠલવાઈ ગયાં હો એ પોતાના અંગો સંકોરી લેતાં સંકોચ કરતાં નથી. હા, તે બીના કે ઘટના તમને આંચકારૂપ જરૂર લાગે કારણકે તમે એકલતાને સેવીને ત્યાં કલ્પનાઓને લઈ ગયાં નથી.
    જીવનનો નફો-તોટો એકલતાની ફૂટપટ્ટીથી મપાય છે. અહીં તમને તમાંરા કર્મોના હિસાબનો ચોપડો વાંચવા મળે છે. તમે કરેલાં વર્તન અને વાણીમાં સરવાળાં,બાદબાકી જોવાની એક તક અહીં પ્રાપ્ત થાય છે. તમારું ભૂલ ભરેલું વર્તન પણ સુધારવાનો મોકો આ વર્તુળમાંથી વિસ્તરણ થાય છે.જો તેની સાથેના આ જોડાણથી મૌનનો આવિષ્કાર સતત તમને જીવનના પદાર્થ પાઠ શીખવે છે. તમે હકારાત્મક અભિગમથી ઉભરતાં રહો છો.મનમાં આવેલાં દૂર્વિચારોની ગંદકી ફિલ્ટર થાય છે.આ બધાને કારણે ખરું મનુષ્યત્વ મેળવવાની વ્યાખ્યાનું સરનામું પણ અહીંથી મેળવી શકાય છે. આપણાં ઋષિમુનિઓની સાધના, તપ,ત્યાગ અને તેમનું મહામાનવ તરીકેનું વિરાટ સ્વરૂપ પણ આજ પદ્ધતિએ નિર્મિત થયું છે.
હિન્દી પંક્તિ માણવા જેવી...
"એક મહેફિલ મેં કઈ મહેફીલે હોગી શરીક
જીસકો ભી પાસ દેખોગે અકેલા હોગા"

Monday, November 2, 2020

એક વો ભી જમાના

 એક વો ભી જમાના થા એક યે ભી

તખુભાઈ સાંડસુર

જમાના કે યુગની વર્તમાન સાથે સરખાવતાં નફો ફોટો કરીએ તો સાંપ્રત ખોટના ખાડામાં જ હોય. ઝફર ગોરખપુરીની ગઝલના શબ્દો તેની બખૂબી ટાપસી પૂરે છે.

"સંતોષ થા દીલો કો માથે ને બલ નહી થા, 

દિલ મેં કપટ નહીં થા આંખો મેં છલ નહિ થા,

થે લોગ ભોલે ભાલે લેકિન યે પ્યાર વાલે ,

દુનિયા સે કિતની જલ્દી સબ હો ગયે રવાના"

વખત વીતે એટલે લગભગ બધું બદલાઈ જાય છે.ક્ષણોની બદલાતી તાસીર શરીર, સ્થળ,મનની કરવટને ન ફંટાવી દે છે.ભૂતકાળ ચુંઈગમ કરવો સ્વાદિષ્ટ લાગે છે. તેના કારણોના વિશ્લેષણમાં જઈએ તો ખ્યાલ આવે તે ભલે અભાવના ખંડેરો હતાં. જ્યાં રોશની ગાયબ હતી. જગમગતા,ટમટમતા દીવડાઓ જ ભલેને હતાં. તો પણ તે ખુશહાલી ના ગાણાં ગાતાં સંભળાય છે. બધા યુગની સાથે તેની તવારીખ એક અમરગાથા થઈને અંકિત થઈ જતી હોય છે.

     ભલા ને ભોળા લોકોને અનુભવતાં એવું જરૂર થાય કે અલૌકિક ચેતના તેમની સાથે સતત ચાલીને બધા કાર્યો સુખરૂપ આટોપતી હોય. શિક્ષણ અને નગરજીવનનો સ્પર્શ તે યુગના લોકોને જરાય અડગતો નથી. આજથી ચાર પાંચ દસકાઓ પહેલાંના એવા લોકોને આપણે જોયા છે, કે તે સતયુગમાં જીવી જાણ્યાં હોય. ગામડાંના તે સજજનો પણ અનુભવ્યાં છે કે તેનામાં સહેજે ચતુરાઈનો લેપ ન લાગ્યો હોય. એક ઉદાહરણ આપું કે અમારા ગામના એક વૃદ્ધ દાદા સુરત જેવા મહાનગરમાં પોતાના પુત્રના મહેમાન તો થયા, પણ કુદરતી હાજતે જવાની સહજ ટેવ તેને ત્યાં વધુ ટકાવી ના શકી. દાદાને પેટનો દુખાવો થયો,હવે ફરિયાદ ફરી તેને તાકીદે ગ્રામ જગતમાં લઈ આવો.બસ, આ ગમતીલુ ગામ અને તેનો અસબાબ.

      તે યુગ છોને અભાવની સાકડી શેરીઓમાંથી પસાર થતો હોય પણ તેના દિલોદિમાગની વિશાળતા વટવૃક્ષ જેવી હતી. ગામડાંનોએ ચોમાસાનો ગારો અને તેમાં પહેલાં વરસાદની સોડમથી ઉભી થતી ઘર-ઘોંસલાંની રમત. દાતરડાંના ઠૂંઠાથી રમવામાં આવતી અસ- મસ-ઘસની રમત બસ..ભજો જ મજો. ઓળકોળામણાની દેશી રમતમાં લીમડા, આમલી, પીપળાનો સથવારો તેને બથ ભરવાં જાણે સાદ પાડતાં હતાં. બાજરાનો ખાડા કરેલો રોટલો અને તેમાં માખણ ના પીંડાથી ભરાયેલા ખાડા અને ઉપરીયામણમાં મોરબીનો ડેકોરેટિવ શણગાર કરેલો. તેને લુખ્ખો ખાવા જ મજબૂર કરી ને મદહોશ બનાવી દેતો. આજે તે લ્હાવો  ફૂડ કોર્ટમાં ક્યાંથી લાવવો.?

        આજ ભૌતિક સાધનો પથારો છે. પણ ભાઈબંધની ટોળીઓનો ખાલીપો ખખડે છે. કોઈ મોબાઈલની ગેમમાં વ્યસ્ત છે,તો કોઈ youtube માં મસ્ત છે. સંબંધોની રુક્ષતાએ મોતને પણ સંવેદના થી છુટું પાડી દિધું છે.  સૌ લાગણીમાં ડેડીકેટ નથી પણ વધું પડતાં એટીકેટ થઈ ગયાં છે. જાણે સૌએ મલાજાઓ ને ડીલીટ કરી દીધો હોય.દોડાદોડી અને રફતારે સૌને માપપટ્ટી મુક્તા કરી દીધાં. સ્વાર્થની ડમરીમાં એકમેકને સૌ કોઈને ધુંધળા દેખાય છે. વન્ય પ્રાણીઓ પાસે મન, બુદ્ધિ અને હૃદય નથી માટે તેનું કોઈ જીવન નથી. માનવ પાસે આ બધું હોવા છતાં હમણાં તે પોતાની જાતને એકલો અટૂલો સમજવાં લાગ્યો છે.

         પાણકોરાનાં કપડાં, હાથમાં ભરત ભરેલી થેલી લઈને વગડીયા ખટારામાં ઉતરતાં મહેમાનને લેવા બસ સ્ટેન્ડે આવતાં આતિથ્ય કરનારા અને એ જ રીતે પાછું ભાવપૂર્ણ વળામણ  કરનારાઓની ખાલી જગ્યા ઊભી થઈ ગઈ છે. બંગલાઓ છે તેમાં ગેસ્ટ રૂમ પણ છે, તો પણ તેના બેડરૂમની ધૂળ આખા વર્ષમાં ખંખેરી લેનાર કોઈ આવતું નથી. રવિવારે રસોડામાં રજા રાખનારને ક્યાંથી અતિથિઓને ઓરા લાવવાં ગમે..?! મા-બાપની સેવાના મૂલ્યો આઉટહાઉસમાં જ સમાય ગયાં છે.પૈસા માટે ગમે તેવા સોદાઓમાં હા ભણનારાઓનો સમૂહ વિસ્તરતો જાય છે.અડાબીડ આદર્શો અને મૂલ્યોના વિકારનું નિંદામણ કરવું હવે સહેલું લાગતું નથી.

   ઘર એ મંદિર ત્યારે બની શકે ત્યાં શૃંગારિત થનાર સંસ્કાર સ્ટેચ્યુઓને રોજ બાળકોને બતાવવામાં આવે. માત્ર શિક્ષણ કે શાળા ગુણ રોપણ કરે તે પૂરતું નથી. ગર્ભ સંસ્કારથી શરૂ થનારી કેળવણી બાળક ડગલેને પગલે પામતો, પકડતો રહે.સૌ કોઈનું વર્તન,વાણી આપણાં પરિવારને દેદીપ્યમાન ત્યારે કરી શકે જો આપણે વર્તનના બેવડા ધોરણોનો છેદ ઉડાડી સત્યની સંગાથે જીવતા થઈએ.'કરે તે ભરે' તે કથની પ્રમાણે જેવું આપણે 'સ્વ' સાથે ઈચ્છીએ છીએ એ 'સર્વ'માટે કરીએ તો જમાનો આપણું કંઈ બગાડી ન શકે,અન્યથા જીવનની અનેક આફતો માટે તૈયાર રહેજો.

Thursday, October 29, 2020

ચિંતન લેખ

 વિસ્તારવાદી ઈચ્છાઓ:અસુખનું ઓશિંગણ

તખુભાઈ સાંડસુર

માનવ ઈચ્છાઓનો ગુલામ છે, એવી એક ઉકિત છે. તેને સંયમિત કરવી એક વિજય પ્રાપ્ત કરવાં સમાન છે. જનસામાન્યમાં આવી તાકાત, શક્તિ હોવી અસંભવ છે. જો હોય તો તે માનો ચીલાચાલુ પંક્તિઓથી અલગ તરી આવે છે,જુદા બેસે છે. ઈચ્છાના આધિપત્ય હેઠળ જીવનારો બહુધા સંજોગોમાં સુખ સંતૃપ્ત હોવા છતાં તેની અનુભૂતિ કરી શકતો નથી. ઈચ્છાઓ પોતાને મળેલી સંતૃપ્તિને ભોગવવાં દેતી નથી. યુદ્ધ-લડાઈ કે આતંકવાદનો પાયો માણસની અગણિત ઈચ્છાઓમાં ધરબાયેલો છે. જો તે તૃપ્તિનો ઓડકાર મેળવી લે તો બધાનો છેદ ઉડાડી શકાય. એટલું જ નહીં પણ જીવનનો ખરો આનંદ શેમાં છે તેની વ્યાખ્યા અને અનુભૂતિ પણ કરી શકાય.

       ઈચ્છાઓ ત્રિદેવી સ્વરૂપે દેખાય છે, અપેક્ષા, ઈચ્છા અને મહેચ્છા .બધાની વચ્ચે સુંવાળી ચાદર સરીખો પડદો છે. અપેક્ષા એટલે કે જો તે પૂરી થાય તો ઠીક છે પણ ન થાય તો તેમાં કોઈ ગમ કે રંજ નથી.ઈચ્છા એટલે તેને પૂરી કરવા અગિયાર ઇન્દ્રિયને કામે લગાડીએ અને તનને ન તોડીએ પણ પાણી પાણી સરખું બળ અજમાવીએ. આ કન્યાની વરમાળા ડોકમાં ન પડે તો થોડી ગમગીનીનો જ અનુભવ થાય પણ તેનું રૂપ બિહામણું ન હોય.છેલ્લાં મહારાણી મહેચ્છા કે જેને પકડવા જીવનને દાવ પર મૂકી દેવાય ..!! સ્વની ઓળખનો શૂન્યાવકાશ ન થઈ જાય. દશે કોઠે દીવાં નહીં પણ આગ લાગવાનો અનુભવ થાય..! આ જો પછી છટકે તો વાત પૂરી..! વ્યક્તિ શું કરી બેસે કયાં જઈને ઉભો રહે...!!? તે નક્કી કરવું કઠિન બની જાય...!

 મહાભારતની અઢાર અક્ષુણી સેના હોય કે પછી આજના બોમ્બર જેટ બધાંનો છેડો ત્યાં જઈને આવે છે. કુરુક્ષેત્રથી લઈને નાગાસાકી, હિરોશિમામાં વહેલી રક્ત સરિતામાં લોહી ટપકતી તલવારની ધારોમાથી નીતરતાં બિંદુઓમાં ઇચ્છાઓની આત્યંતિકતા નીતરતી દેખાઈ હતી. હા, તેમાં વ્યક્તિ જે જગ્યાએ ઊભો છે તે તેનું તેટલી માત્રામાં તેનો કારક બનતો હોય છે. જેમકે હિટલર અને સામાન્ય ગૃહસ્થની તુલનામાં હિટલર માનવ જાતને ભુંસી શકે છે. કારણ કે તે એવા સ્થાન પર આસનસ્ત છે, કે જ્યાંથી ઘણી બધી સત્તાનો દુરુપયોગ થઈ શકે. જ્યારે સામાન્ય વ્યક્તિનું વર્તુળ પોતાના પરિવાર પૂરતું સીમિત રહી જાય છે.

             માણસ ગમે તેટલું દોડે છતાં પણ અંતે તે જ્યાંથી પ્રસ્થાન પામ્યો હોય ત્યાં જ ફરી પાછો ફરે છે. અમારા વડીલ શ્રી કાનજીભાઇ પટેલ ઘણીવાર કહેતા કે 'ઈચ્છા નથી ઇન્દ્રલોકની અજ,પદ કે કૈલાશ' અર્થાત હવે ઇન્દ્રલોકમાં પણ ગમે તેમ નથી.  અમરતા, કોઈ હોદો કે કૈલાસ પણ ન ગમે.તમે જે પાટે અતૃપ્ત છો તેની વિપુલતા કે તેની બહુલ ઉપલબ્ધિ તેનાથી ઉબ લાવી દે છે, તેવું મહત્તમ બનતું આવ્યું છે. પણ ત્યાં સુધીની સફર અને અનેકોને કષ્ટદાયક બની ને રહી જાય છે. તે છેડે પહોંચતાં ઘણીવાર પોતે પણ ભૂંસાઇ જતો હોય છે ,અથવા તે અનેકને ભૂંસી નાંખવાં,ભુલાં પાડવાં કે છિન્ન કરી દેવા કારણરૂપ બન્યો હોય છે.

         શ્રવણ, અધ્યયન અને ચિંતન ઈચ્છાઓના મારક છે. આ દરમિયાન જો તમે કોઈ એવી જાદુઈ છડી કે જડીબુટ્ટીને શોધી કાઢો તો તમે આપ સહિત સર્વે ને તારી એવમ વારી પણ શકો છો. સંતોષની ચાવી અહીંથી જ મળે છે. સંજોગો અને સ્થિતિ મહચિત ઉગારી લેવાં આગળ વધતાં હોય છે.સમ્રાટ અશોક કે તેના જેવાં આ ચિનગારીને પકડી શકે તો વધું યાતના, પીડાથી માનવ કે જીવ જગતને તારી શકાય છે.સંતોષનું ઓશિંગણ પ્રાપ્ત કરવું કઠીનતમ છે, પણ અશક્ય નથી.ઉમદા રિયાઝથી જરૂર તે એવરેસ્ટના દર્શન કરાવે જ.

            અસુખ નહીં મહાસુખને પ્રાપ્ત કરવાં તમે પલાંઠી વાળીને બેસી જાવ. બસ, ત્યાં મહા શાંતિ નામે મંત્રોચ્ચાર તમારી આસપાસ વીંટળાઈ વળે છે, બુદ્ધ હોય કે મહાવીર પછી તેને મહામાનવ તરીકે ઓળખાવા તમે કરેલી તે સ્થિતિ જ જવાબદાર બને છે.

         છો ને ..આપણે પીક પોઇન્ટ પર આરૂઢ ન થઇ શકીએ પણ તળેટીમાં બેસીને પણ તેના દર્શનથી ધન્યતાની સફર પૂરી કરી શકીએ. સ્વ ને સર્વમાં ઓગાળી શકીએ છીએ.



ચિંતન લેખ

 સંસંર્ગથી શ્રેષ્ઠ સ્વૈરવિહારનો રોમાંચ

તખુભાઈ સાંડસુર

રુવાંનો વાયા હૃદય થઈને મગજ સાથે તંતુ જોડાયેલો છે. શારીરિક અંગોની વ્યવસ્થા કાબિલેદાદ છે.આપણાં શરીરમાં થતી લાગણીની આત્યંતિક અસરો પછી તે આનંદનો અતિરેક હોય કે પીડા અથવા દુઃખની ભયાવહતાં હોય ત્યારે રુવાંઓ તેમાં પોતાની સાક્ષી 'સ્ટેન્ડીંગ ઓવીએશન'થી આપે છે. અગણિત રોમનું કિડિયારું ઉભરાતાં સમય લેતું નથી. પણ તેનો ઉછળકૂદની પળ પણ એટલી જ પાતળી હોય છે. તે અનુભૂતિ જે અનુભૂત થાય તે જ પામી શકે.

   પ્રિયજનનુ ક્રિયાન્વયન સતત મનને રમમાણ રાખે છે. અહીં સાક્ષાત થવાની તાલાવેલી કે તડપન જરૂર તાદ્રશ્ય થવા તબડપાટી કરતી હોય. પરંતુ સાક્ષાત્કાર અને સમૃદ્ધિમાં રમતાં સપનાઓની વણઝાર વચ્ચેનો સમય સ્વૈરવિહાર ગણોને..! તે ચિરંજીવી હોય છે. ત્યાં પીડાં જરૂર હોય પરંતુ કોઈ પીડાં સુખનો અનુભવ કરાવતી હોય તો તે આ જ છે. શકુન્તલાના દુષ્યંત સાથે થયેલાં ગાંધર્વલગ્ન અને તેમાં દુષ્યંતે આપેલું વચન અને અંગૂઠી કે જેમાં તેને તે લેવા આવશે તેવી શ્રદ્ધા મિશ્રિત આનંદની હિલ્લોળી, કિલ્લોલી અનુભૂતિ હતી. પરંતુ ગાંધર્વલગ્ન અને શકુન્તલાના પુનર્મિલનની ઘડી એની પ્રતીક્ષામાં જે સ્વૈરવિહાર છે, તે કદાચ લગ્નના સરોવરમાં તરવાના આનંદથી વધુ અસરદાર છે.

        પ્રણયના પછેડામાં લપેટાયેલાં પાત્રો વિવેકના નેત્રોને બંધ કરીને બેઠાં હોય છે. તેથી તેણે શું કરવું જોઈએ અથવા હવે પછી શું..? નો રૂપાળો વિચાર ધરબી દીધો હોય છે. શ્રેષ્ઠતાની શોધ તેને અલભ્ય છે. સંસર્ગની મહેચ્છાના મોજામાં હંમેશા તણાઈને એકબીજાની હુંફ માટે જ જીવન છે તેમ માની બેસે છે. તેથી સાહિર લુધિયાનવી કહેજે

" મૈ જબ ભી અકેલી હોતી હું તુમ ચૂપકે સે આ જાતે હો, ઔર જાંકકે મેરી આંખો મે બીતે દિન યાદ દિલાતે હો."

ત્યાં ભલે વિરહનો વલવલાટ હોય પણ તેનો અનુબંધ આનંદ સાથે આંકડાં ભીડેલો છે.

           માં સીતાજીનું ચિત્રકૂટમાં વિતાવેલાં રામની સંગાથયાત્રાના સમય કરતા અશોકવાટિકામાં પસાર કરેલી ધડીઓ ભલે દુઃખ દાયક હતી. પરંતુ રોમહર્ષિત અને રામના સમગ્ર અસ્તિત્વને વાગોળીને પીછાણવાંની પળો હતી. તેથી તેને શ્રેષ્ઠતાના ખૂણાંમાં મુકવી રહી. પ્રણય કે મૈત્રીમાં એકમેકના ગુણ,સંસ્કારોને ઓળખવાની પલોટવાની દિવ્ય દ્રષ્ટિ તમને આ સ્વૈરવિહાર આપે છે. ત્યાંથી તેમના વાણી,વર્તન અને સમર્પણ છોગાઓને દિવ્ય આંખોથી ઓળખીને ઓવારણાં લેવાં દોડવાનું મન થઈ આવે છે. તેમાંથી ઉદ્ભભતો તેનો તુલનાત્મક સંતુલનનો ગ્રાફ સતત ઊંચે જતો દેખાવાં લાગે છે.માટે એકમેકના માન-સન્માનની લાગણીઓ વધુ પલળતી રહે છે.    

         કોઈપણનો વધુ પડતો સહવાસ ત્રુટીઓને ઉજાગર કરે છે. વૈચારિક મતભેદોને મન સપાટી પર તરતાં મુકે છે. ટેવ કે વર્તનનો એકબીજાનો તફાવત તિરાડ પેદા કરે છે. વાર્તાલાપમાં વિવાદોના પરપોટા સંબંધોમાં પંચર પાડે છે. તેથી જ પ્રણય પળોમાં આળોટતાં પ્રેમી યુગલો વૈવાહિક જીવનમાં હતાશાની વેતરણીમાં ગરકાવ થઇ અને પીડાના પીક પોઇન્ટ પર જીવ્યાં કરે છે. એટલું જ નહીં તક મળે તો તે છુટાં પણ પડી ગયાના ઉદાહરણો છે. પશ્ચિમમાં એક પદ્ધતિ 'લિવ ઇન રિલેશનશીપ' આજ બીજમાંથી ઉગેલું વૃક્ષ છે. દાંપત્યની જવાબદારીના ભરોટાં ઉપાડવાના બદલે વિખુટાં પડવાના રસ્તાઓ દરવાજા વગરનાં રાખવાનું તે વધુ પસંદ કરે છે. સ્વતંત્ર મિજાજ અને આર્થિક તંદુરસ્તીએ ત્યાં લગ્ન સંસ્થાને કચડી નાખી છે. આપણી ઘણી સામાજીક પ્રથાઓ કે રિવાજો વિયોગ રોમાંચને અનુમોદન આપે છે. કન્યાને પિયરમાં રહેવાની રીવાજોની યાદી કરીએ તો તે ખ્યાલ આવે.

 બસ, આપણાં આનંદના શ્રેષ્ઠ ચોઘડિયાં ને ઓળખી લઈએ તો ઓહો..ઓહો..!

 

Wednesday, October 21, 2020

એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ

 એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ

તખુભાઈ સાંડસુર

 દેવી ભાગવતમાં શારદીય નવરાત્રીના મહત્વની છડી પોકારી વાત કરતાં જણાવે છે કે દુર્ગાના નવ રુપો છે અને તેનું સરનામું એટલે નવરાત્રી. શાલિનતા અને રોદ્રની ફોટો કોપી અલગ-અલગ રૂપોમાં દર્શિત થાય છે. નવ રૂપો અનુક્રમે શૈલપુત્રી- પહાડોની દીકરી, બ્રહ્મચારિણી- બ્રહ્મનું તેજ, ચંદ્રઘંટા- ચંદ્ર જેવી શીતળતા, કુષ્માંડા- જગત આખું જેના પગ તળે  રાખી શકે છે.સ્કન્ધમાતા- કાર્તિક સ્વામીનું માતૃત્વ, કાત્યાયની -એટલે કાત્યાયન આશ્રમમાં અવતરણ પામનાર,કાલરાત્રી- કાળ જેનું કશું બગાડી ન શકે પણ તેનો પણ નાશ કરવાવાળી. મહાગૌરી- શ્ર્વેત રંગોમાં શોભિત માં, સિદ્ધિદાત્રી -જેનાથી સીધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

       માનવ હૃદય કોમળતાનું પ્રતિબિંબ છે. માં શબ્દમાં આતૅનાદ સમાયેલો છે. જ્યારે આતૅનાદ થાય તો તેનો પ્રત્યુત્તર કરુણાંમાં જ હોય. કવિ મુન્નવર રાણા એટલે તો માં માટે કહે છે કે

  "ચલતી ફીરતી હુઈ આંખો સે અર્જા દેખી હૈ, મૈને જન્નતકો નહીં દેખી હૈ માં દેખી હૈ."

મમત્વને લોક થયેલું અહીં જ અનુભવાય છે.

    પરંતુ એ જ માં ને પૂરતુ સન્માન કે મહત્વ ન આપીને, તેને સેકન્ડ કેડરનો દરજ્જો ભારતીય સભ્યતાએ આપ્યો છે. કારણ કે પુરુષત્વની  તાકાત હાવી થતી જોવા મળી છે, એટલું જ નહીં તેને ભોગના સાધન તરીકે જ્યારે એક 'ટોય' તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે ત્યારે તે લાચાર,અપાહિઝ દેખાતી રહી છે. પુરુષ આધિપત્ય અને સ્ત્રીનું બીન ઉત્પાદક કાર્ય કે જે વ્યવસ્થાના ભાગરૂપે હતું તે જવાબદારી અને ફરજમાં કન્વર્ટ કરી દઈ લાદી દેવામાં આવ્યું છે.  તે માટે આ કારણ પણ જવાબદાર છે. વિતજા તાકાત જેનામાં ઉણી દેખાય તે હંમેશા અસહાય ભાસે છે.ગૃહીણી અથૅ મેનેજમેન્ટ કરે છે સોંપાયું છે, પણ તે તેનો માલીકી ભાવ અનુભવતી નથી. અસહાયતાનુ એક રુક્ષ પ્રકરણ અર્થ સંપન્નતા છે. જ્યાં જ્યાં આર્થિક તાકાત પ્રભાવી થાય છે ત્યાં ઘમંડ, અહંકાર ચીચીયારીઓ કરવાં લાગે છે. તેનું આત્યંતિક લોકેશન ત્રાસદી વ પીડા આપવા તત્પર હોય છે. 

    નવદુર્ગાના રૂપ રોદ્ર પણ છે. કાલરાત્રિ કે કુષ્માંડાને આ ખાનામાં મુકી. શકાય. જ્યારે પણ માતૃત્વનો માંહ્યલો જાગી જાય છે ત્યારે તેને શાંત કરવો ખુબ અઘરું બની જતું હોય છે. ભવાનીના એ સ્વરૂપને પણ આપણે જોયું છે. એટલે પોતાના પિતા દક્ષ સામે બંડ પોકારવામાં તે જરાય મોડું કરતા નથી. પોતાનું અથવા પોતાપણાનું અવમાન અસહ્ય બની રહે છે.  આપણે જોઈ શકીએ છીએ કે પછી આ રૂપને શીતળતા આપવા કે ઠારવા કોઈ છંટકાવ કારગત થતો નથી.મહાસમર્થ યોગીઓ પણ કાચા સાબિત થઈ શકે છે. ભગવાન શંકરની ત્યાં મૌન લાચારીને આપણે એવી રીતે જોઈ શકીએ છીએ. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ખડગ ઉપાડવાની તૈયારી માતૃસ્વરૂપાએ કાલસ્વરૂપા બની ને પેશ થવું જોઈએ. વેદ, ઉપનિષદ, પુરાણ આ બધી જ બાબતોની સાક્ષી બનીને સાથ આપે છે.

  " હે.. માં આપદ્ ધર્મ આચરવામાં તું હંમેશ પડખે રહેજે "એજ પ્રાર્થના નવ શક્તિઓનો કરવાનો ઉપાસનાનો અર્ક છે.

       


Tuesday, September 1, 2020

શિક્ષણ નીતિ ભાગ-1

 શિક્ષણનીતિ ધ્યેય:સોનાના તાસકમાં બત્રીશ વ્યંજન

--તખુભાઈ સાંડસુર

શિક્ષણનીતિના પ્રારૂપને ભારતની કારોબારીએ મંજૂરીનો થપ્પો માર્યો. સાર્વજનિક થયેલાં તેના આલેખના ધ્યેયો ઉપર ચિંતન કરતાં જણાય છે કે તે સોનાના તાસકમાં બત્રીશ વ્યંજનો છે.પરંતુ તે પીરસાશે ?! આરોગાશે  કે કેમ? આરોગ્યા પછી પચશે કે !!!? આવા સવાલો શિક્ષણના કુંડાળામાં ધૂમ્રવલયો સર્જી રહ્યા છે્ આશાસ્પદ છીએ કે 2030ના લક્ષ્યાંકોને ધ્યાનમાં લેતાં ધીમે છતાં મક્કમ પગલે સામૂહિક નેતૃત્વ દ્ઢ કર્તુત્વમાં રહી આગળ વધે.

       માનવના સર્વાંગી વિકાસ માટે રંગપૂરણી કંઈક આવી છે. શિક્ષણ પૂર્ણ માનવ ક્ષમતા આધારિત હશે. ન્યાયપૂર્ણ સમાજ રચનાની કલ્પના પરિણામ લક્ષી હશે. રાષ્ટ્રીય વિકાસ માટે વિસ્તરણ થાય, વૈજ્ઞાનિક ઉન્નતિ અને એકીકરણની દિશામાં નવીનતમ પ્રયોગોને અમલમાં લાવવામાં આવે.દેશમાં સામાજિક સમાનતા આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આપણે કોઈ ખાસ તિરાડોને બુરી શક્યા નથી. તેને દૂર કરવા ખાસ પ્રબંધ થાય. માત્ર સંખ્યાજ્ઞાન કે સાક્ષરતા પૂરતું શિક્ષણ ન હોય પરંતુ સમસ્યાઓનું મૂળભૂત અભ્યાસ કરીને સમાધાનની દિશામાં મહત્વના પગલાં ભરવાની પહેલ સુચવાય ,તે માટે બધાનો વિકાસ કરવો. 

              આ નીતિને લાગુ પાડીને સને ૨૦૩૦ સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં લાવવા પૂર્ણ રૂપે વિકસિત કરવા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ -૪ને આધાર ગણીને સાર્વત્રિક પગલાં ભરવામાં આવે. જેમાં માનવની ક્ષમતાઓના વિકાસમાં સ્થાયીકરણ હોય. ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલી છોને સંરક્ષણ, નૈતિક મૂલ્યો આધારિત હતી. પરંતુ તે વિદ્યાપીઠો નાલંદા, વિક્રમશીલા,તક્ષશિલા, વલભી આદિને પાશ્ચાત્ય સંસ્ક્રુતી પણ ફૂલડોલ ઉત્સવની માફક વધાવે છે. અહીં સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઇ સનાતની ભારતીય જ્ઞાન સમૃદ્ધિ સાથે તેનો સુભગ સમન્વય થાય તે વાતને નિર્ધારિત કરવામાં આવી છે.

            આ નીતિ શિક્ષક પર ખૂબ ભાર મૂકે છે. વાડ વગરના ખેતર જેવી હાલત આજે શાળા અને વિશ્વવિદ્યાલયો ની છે. તેના શિક્ષકોની ગુણવત્તા પર જાણે પ્રશ્નાર્થ મૂકી દેવાયો છે..! ગુજરાતી કહેવત છે કે કૂવામાં હોય  તો હવાડામાં આવે, શિક્ષક શિક્ષણનો આધાર છે.તેની પૂરતી આજીવિકા મળે સમાજમાં તેનું સન્માન સ્થાપિત થાય, તેવી પહેલ થવી જોઈએ. અહીં એ બાબતને કવોટ કરીશ કે તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી બધા પ્રોટોકોલ તોડીને એક અધ્યાપકને મંચ પરથી નીચે ઉતરીને શાલ અને માલ્યાર્પણ કર્યા ત્યારે એકબીજાની શાલીનતા પીક પોઇન્ટ પર પહોંચી ગઈ.

        પાઠ્યક્રમ ઢાંચો એન.સી.ઈ.આર.ટી તૈયાર કરે છે. પરંતુ તેમાં પ્રવાહિતા, લચીલાપણું હોય તેનો સ્વીકાર થયો છે. સ્થાનીય મુદ્દાઓ અને પરિવેશને અગ્રતા આપવાની વાત પ્રથમ ચરણમાં ગણવામાં આવી છે. ગોખણપટ્ટીનું સંપૂર્ણ બાષ્પીભવન કરી, સમજને વધુ મહત્ત્વ અપાયું છે. આજે પણ આવી મેકોલે પદ્ધતિ લક્ષ્યાંકોને મોટા કરવાને બદલે નાની નાની આરામની નોકરીઓ પાછળ યુવાઓ દોડી રહ્યાં છે.ગ્રામીણ રોજગારના કૌશલ્યનું નિર્માણ થાય, પોતાના સાધનોની તકનીકીથી વ્યક્તિ આત્મનિર્ભર થાય. ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ થાય.તેના પર વધુ બળ આપવા દા.ત્ કૃષિકારના વંશજોને વૈજ્ઞાનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે.

               સમગ્રતયા આ નીતિ એ જે એક સૂત્ર આપ્યું છે તે ખૂબ જ ધ્યાનાકર્ષક છે. "સાર્વજનિક શિક્ષણ એ જીવંત લોકશાહી સમાજનો આધાર છે "એટલે કે ખાનગી શિક્ષણથી વધુ સરકારી શિક્ષણને ગતિ આપવા પર તાકાત લગાવવા અનુરોધ કરેલો છે. ક્રિયાત્મકતા ને વધુ ધારદાર બનાવવા ૩.૪૫ ટકા જીડીપી એના બદલે તેને ૬ ટકા સુધી શિક્ષણમાં લઇ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે જે ઘણું અપેક્ષિત ગણી શકાય.

પરંતુ આ બધુ સોનાની થાળીમાં ઢંકાયેલું છે.પીરસાય, આરોગાય અને પછી પચે, પછી તેના પરિણામો મળે. બધું જો અને તો ની વચ્ચે છે.ઘણી નીતિ આવી પણ .....તે વધુ રંગરોગાન કરવા સક્ષમ બની શકી નથી, તે પણ ભીત સત્ય છે.

Tuesday, August 11, 2020

એશિયાઈ સિંહ

 એશિયાઇ સિંહ: ગુર્જર ધરાની યશકલગી

--તખુભાઈ સાંડસુર

આજે ૧૦ ઓગષ્ટ એટલે સાવજને દૂ:ખણાં લેવાનું ટાણું "વિશ્ર્વસિંહ દિવસ".તેથી સિંહને યાદ કરીએ એટલે પહેલા ગિર ઢુંકડુ આવે.એ  પંક્તિ કે "સાવજડાં સેંજળ પીવે નમણાં નરને નાર' બતાવે છે કે ગિરનું સૌંદર્ય સાર્વત્રિક છે. હવે એશિયાઇ સિંહ ગિરની જ ઓળખ નથી રહ્યો. પરંતુ ગુર્જર ધરાનું ઘરેણું બની ગયો છે. અમિતાભ બચ્ચનની વાતે 'ગિર નહી દેખા તો કુછ નહી દેખા' તેની ખરી ઓળખ કરાવવા઼ં  ગુણાકાર કર્યો છે.

   સમગ્ર ભારતમાં સિંહો હોવાના પુરાવાઓ છે. પરંતુ સમયાંતરે સિંહનો શિકાર તેને લુપ્ત કરતો રહ્યો. એક અંદાજ મુજબ માત્ર ભારતમાં હજારોની સંખ્યામાં સિંહ હતાં. સને 1825 થી શરૂ કરીને સને1900 સુધીમાં બુંદેલખંડ, દિલ્હી, બિહાર ,મધ્ય પ્રદેશ વગેરે જગ્યાએથી સિંહ લુપ્ત થતાં રહ્યા. સને 1901માં સિંહની સંખ્યા માત્ર 100 આસપાસ જ રહી અને તે પણ માત્ર ગિરમાં ..!? એવું નોંધાયું છે કે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકીને સિંહને રક્ષિત કરવાનું,તેનું સંવર્ધન કરવાનું બીડું ઝડપ્યું. અને ગુજરાતમાં સિંહ બચી ગયો. સને 1963માં જ્યારે સિંહ ગણતરીની શરૂઆત થઈ, ત્યારે 247 સિંહ નોંધાયાં હતાં. ભાવનગરના મહારાજા ધર્મકુમારસિંહજીએ સિંહની ગણતરી માટેની વિશેષ પદ્ધતિ ભારતના વાઈલ્ડ લાઈફ બોર્ડને આપી.ક્ષત્રિયો શિકારના શોખીન હતાં, એ જ રીતે પર્યાવરણના પણ એટલાં જ પ્રેમી હતા.

     સિંહ માનવમિત્ર પ્રાણી છે, માનવભક્ષી નથી.માનવમાંસને તે સ્વાદિષ્ટ ગણતો નથી. તેથી હુમલાનો પ્રયત્ન પણ ક્યારેય કરતો નથી. પરંતુ જ્યારે મેટિંગ અને મારણના સમયે  તેને કોઈ ખલેલ પહોંચાડાય તો તેને ભગાડવા પૂરતો તે પ્રતિકાર કરે છે. ભુતકાળમાં એવા બનાવો નોંધાયેલાં છે .સિંહ જ્યારે પણ માનવની સાથે મિત્રતા કેળવી લે ક્યારે તે સંપૂર્ણ સમર્પિત હોય છે.  ઐતિહાસિક વાર્તા માત્રાવાળો તેનું ઉદાહરણ છે કે તેમણે સિંહને પોતાનો મિત્ર બનાવીને જીવનભર સાચવ્યો.

      બિલાડી કુળનું આ પ્રાણી 200 કિલો વજન ધરાવે છે માદાનું વજન 130, કિલો હોય છે.લગભગ અને 20થી 25 વર્ષનું આયુષ્ય હોય છે.સિંહણ બે કે ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે. બચ્ચાઓ પુખ્ત થતાં જ સિંહણ તેને પોતાના ટોળાંમાંથી તગડી મૂકે છે. સામાન્ય રીતે આ પ્રાણી સમૂહમાં રહેવાં માટે ટેવાયેલું છે. ઘણીવાર છ-સાતના સમૂહમાં એક નર હોય છે. નર સિંહ ગળા પર કાળી કેશવાળી ધરાવે છે.એશિયાઈ સિંહને આફ્રિકન લાયનથી નાનું કદ હોય છે. ખોરાક મેળવી લીધા પછી તે આરામ કરવાનું વધારે પસંદ કરે છે. રાત્રિના સમયે પોતાના શિકારની શોધમાં પોતાના નિવાસથી લગભગ વધુમાં વધુ 35 કિલોમીટરનું અંતર કાપી શકે છે.તેને પોતાના નિવાસમાં ધાંસિયું મેદાનના ઢુ્ંવા વધુ માફ્ક આવે છે.

     દર પાંચ વર્ષે સિંહોની ગણતરીનું કાર્ય ગુજરાત વન વિભાગ કરે છે પરંતુ ચાલુ વર્ષે 2020મા કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગણતરીમા ફેરફાર કરી દર પૂનમના દિવસે થતી ગણતરી મુજબ 5 -6 જુન 2020ના રોજ કરવામાં આવી,  એટલે કે 5 જૂનના બપોરના બે કલાકથી શરૂ કરીને 6 જૂનના બપોરના બે કલાક સુધી 24 કલાકમાં કુલ નવ જિલ્લામાં આ ગણતરી યોજાઇ હતી. જેમાં 53 તાલુકાઓનો સમાવેશ થાય છે અને કુલ 30,000 ચો.કિ. સિંહોના વિસ્તાર તરીકે આવરી લેવાયો છે પરંતુ ચાર જિલ્લા ભાવનગર જુનાગઢ,અમરેલી ,ગિરસોમનાથને બાદ કરતાં બાકીના પાંચ જિલ્લાઓમાં સિંહની સંખ્યા નોંધાઈ નથી.અત્રે નોંધપાત્ર કે ગીર અભયારણ્ય માત્ર 1412 ચોરસ કિલોમીટર છે. 2015માં થયેલ ગણતરી મુજબ‌ 523 સિંહોની નોંધણી થયેલ હતી. જે છેલ્લી 2010ની ગણતરી થી 27 ટકાનો વધારો સૂચવતો હતો.ચાલુ વર્ષે ગણતરી ફૂટમાર્ક અને વિવિધ પ્રકારના અધ્યતન રેડિયો કોલર ,જીપીએસ સિસ્ટમ વગેરેથી કરવામાં આવે છે. 13 વહીવટી ડિવિઝનમા તે ગણતરી વહેંચવામાં આવી હતી.  તેમાં 674 સિહોની નોંધાયાં હતાં. જે અત્યાર સુધીમાં 28.83% નો વધારો સૂચવે છે.જે વિક્રમજનક છે. તેમાં માદા સિંહની વસ્તી 309 નર 206 બચ્ચા 159 સંખ્યામાં નોંધાયા છે.

  સિંહ આપણી પોષણ કડીનો જ ભાગ છે. જંગલના અને જંગલ સિવાયના વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન કરતાં નીલગાય, ભૂંડ, ચિંકારા વગેરે જેવા પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરવાનું કામ આ પ્રાણી કરે છે.એટલે એક રીતે ખેડૂત મિત્ર પણ છે. ગણતરી મુજબ આ બધા પ્રાણીઓની સંખ્યા 50,000 કરતાં વધુ હોવાનો અંદાજ છે

     રાજ્ય સરકાર અને ભારત સરકાર સિંહોની વસ્તી ને સુરક્ષિત કરવા અને સંવર્ધન કરવા વિવિધ પ્રકારના કાર્યો કરી રહી છે. તેની સારવાર માટે પાંચ -છ એનીમલ કેર સેન્ટર સ્થાપવા માં આવ્યા છે.તેમાં જેટલું યજ્ઞ કાર્ય આપણે કરી શકીએ, તેટલાં પ્રમાણમાં આ પ્રાણી વિરાસતને બચાવવામાં આપણી મહત્વની ભૂમિકા રહેશે.

    

   

Saturday, July 18, 2020

ભુલના ચાહે વો અકસર યાદ આતે હૈ..!
-તખુભાઈ સાંડસુર
સ્મૃત્તિઓને ઢંઢોળતાં મધમીઠું, કડવું,તુરું બધું ઉપર તરી આવે. પરંતુ કોનો કેટલો સ્વાદ લેવો તે પ્રમાણભાન વિવેક ઓછાં લોકોમાં જોવા મળે છે.જીવનની રફતારના પંથે સેજ શૈયા પણ છે અને બડિયાં બાવળના કાંટાનો ધાણીફૂટ પથારો પણ.! ત્યાં તેના મિશ્રણનું સાપસીડી જેવું તથ્ય પણ જડી જાય છે. સૂર્યનું પહેલું કિરણ તમને તાજગી આપવાં રોજ તમારી પાસે દોડતું, રમતું આવે છે, પરંતુ તેને વ્હાલ કરવાનો સમય અને સામર્થ્ય જો તમે હસ્તગત કર્યું હોય તો તેનું નિતાંત સૌંદર્ય પામી શકાય. કલાપીની વાત ટકોરાબંધ ટાપસી પૂરે છે કે સૌંદર્યને પામતાં તમારૂં સૌંદર્ય મુઠ્ઠીમાં હોવું જોઈએ.
     સને ૧૯૬૮મા રીલીઝ થયેલી "આબરુ" ફિલ્મનું જી.એલ રાવલનુ લખેલુ ગીત "જિન્હેં હમ ભુલના ચાહે વો અક્સર યાદ આતે હૈ,બુરાં હો ઈસ મહોબ્બતકા નો ક્યો કર યાદ આતે હૈ."આ શબ્દો જેને આપણે સ્મૃતિ પટલ ઉપરથી ડીલીટ કરી દેવાં ઈચ્છીએ છીએ તે ભુંસાતા નથી. સંવેદનાની શૂળ થઈને સતત ભોંકાતાં હોય છે. યાદદાસ્ત કોઈની ગુલામ નથી, તેની સ્વતંત્રતા કવચિત પીડાકારક હોય છે.
     સંવેદનો સામૂ્દ્રિક હલેસા થઈ અવિરત કિનારાં તરફ કૂચ કરતાં રહે છે. કિનારો તેને પોતાની આગોશમાં સમાવી લઇ વિલીન કરે છે. વ્યક્તિએ કિનારો થઈને પદ પ્રક્ષ્યાલન કરતાં બસ જોયા કરવાના.! જેને પકડી રાખવાનું નથી તે ક્ષણને ધરબી દઇ નજર અંદાજ કરીએ.દુઃખ, પીડા ત્યારે જ ડિસ્ટર્બ કરે જ્યારે તમે તેને ડેડીકેટ થઈ જાવ.તેની અસ્પૃશ્યતાનું ઓશીંગણ ત્યાં ઘણું અકસીર બને છે. તમે તેને ભૂલી તમારાં મનને તન સાથે જોડો. શરીરને વ્યસ્ત રાખો, મસ્ત રાખો.સક્રિયતા સંશયને નજીક આવવા દેતી નથી. સુષુપ્ત અવસ્થા વિષાદને ઘસડી લાવે છે. વિષાદ અનેક અનર્થોનો કારક બને છે. મનોજગતની આવી સ્થિતિ જીવન ગાડીને થોભાવી અને થંભાવી પણ શકે..? નવ પલ્લવિત કુસુમો કરમાયેલાંને ભુલાવીને નવી તાજગી આપે છે. અસ્તાચળે સ્થિર થતી દ્રષ્ટિ સાંજના અસબાબને ઓગાળી શકતી નથી. સુખદ ક્ષણોને ચ્યુંઈગમ બનાવો, બાકીનું એવુ દફનાવો કે જ્યાં પુનઃ પગલાં કરવાની પાબંધી હોય.
  આનંદ અને સુખની અડાબીડ પળોનો ગુણાંક ગમગીનીથી વધુ હોવાનો ! બસ તમે તેને ઘડીભર મનમાં લોકેટ કરો.સતત એક જ વાતનું અપલોડિંગ ક્ષમતાને નીચોવી નાખશે. બુધ્ધના જીવનને સાક્ષાત કરીએ તો તેણે શાહી ઠાઠ માઠ ને ઠોકર મારીને નિસ્પૃહી જીવનને બાથ ભરી. અન્ન,વસ્ત્ર અને આવાસની પણ બેફિકરાઈ, ફકીરાતનો છેડો હોય છે,એ સાબિત કરી આપ્યું. બધી જ ચીજોનો અભાવ તેના મનોજગતને ક્યાંય વિચલિત કરી શક્યો નથી. બલ્કે તેણે પ્રેરણાસ્ત્રોતનો પાવર બનીને અનેકને ચકિત કરી દીધાં છે. જે પ્રકાશ પોતાને અભિભૂત કરી શકે તે બીજાને પણ આગવી અનુભૂતિ માટે લાભાન્વિત થાય.
        પ્રાકૃતિક તત્વો સાથેનું સંધાન ભૌતિક ચીજોથી અલગ કરીને નિજાનંદ સરોવરમાં સ્નાન કરાવશે. સૌ કોઈ ની દોડ સાધનો તરફ સવિશેષ દેખાઈ રહી છે. કુદરતી કૌવતને સ્વીકારવાને બદલે પ્રકૃતિનું રાક્ષસી શોષણ મન અને પછીથી શરીરને પણ ગ્રસી લે છે,તે નિર્વિવાદ છે. જગતે તેનાથી બચતા રહેવું જોઈએ.
   લાસ્ટ ટોક..
"નઈ દુનિયા એક દુનિયા બસાયેગે હમતુમ,
હસેગેં જહાં કો હસાયેગેં હમતુમ,
ખજાને મહોબ્બત કે ભરપુર હોગેં,
ના આંસુ બહેગેં ના મજબુર હોંગે"
-ગીતાદતે ગાયેલું ગીત

Monday, June 8, 2020

અર્ધ સત્યની વેદી પર વધું એક નામ: મોરારીબાપુ
    - તખુભાઇ સાંડસુર (વેળાવદર)
  અધૂકડું સત્ય અનેક મહાનુભાવોના જીવનમાં ઝંઝાવાતો સર્જતાં રહે છે આ સમાજ અર્ધસત્યને ઓળખવામાં ખતાં ખાઈ જાય છે. અને માટે જ સોક્રેટિસને ટોળાશાહી દુનિયાએ  ઝેર આપેલું અને હિંદુત્વના ઝેરે ગાંધીને ગોળીથી વીંધેલા.તો મોરારીબાપુ માટે કોઈ કમેન્ટ કરે તો એતરાજ નથી પણ વાત એ છે કે તેને સમજ્યા વગરનો અન્યાય આતમરામી અપરાધ છે.
ઉત્તર ભારતમાં મોટાભાગના લોકો મોરારિબાપુને એક કથા વાચક અથવા વર્ણનકાર તરીકે ઓળખે છે.  કેટલીકવાર ખોટી વિચારસરણી અથવા આયોજિત તેજોદ્વેષથી બાપુના આખા વ્યક્તિત્વને જાણ્યા વિના કોઈ પીંજર માં જાતે કેદ થઇ જવું મુર્ખામી ગણાય છે.  તેથી બાપુના જીવનના ઘણાં પાસાં જાણવું પણ ખૂબ જરૂરી છે. દેશ-દુનિયા તેની કથા અને શબ્દો ઉપર ચાતક આફરીન છે. તેથી તેમની કથાઓમાં શ્રોતાઓનો જમાવડો મેળાવડો બની જાય. લોકો પોતે પ્રસિદ્ધિ ભૂતિયા તો હોય પરંતુ અન્યની પ્રગતી કે સફળતાથી એકાંતી ઓશિયાળાં હોય છે.દ્વેષીલા દુર્ગધીઓની આજે સોશિયલ મીડિયાના કારણે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  કેટલાક લોકો તેમની ખોટી ઓળખ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. કેટલીક સમાન પોસ્ટ્સ પોસ્ટ કરે છે. જેથી તેમને વધુમાં વધુ વ્યુ જોવા મળે.આવી ચેષ્ટા માનવતા,માનવ મૂલ્યો અને અધર્મી કહેવા સમાન છે.
    પુ.મોરારીબાપુ જીવનના સાત મોટા પાસાઓને ઉજાગર કરીને પ્રકાશિત કરીને સર્જનાત્મક જવાબદારી તરીકે રજૂ કરી રહ્યાં છીએ. વૈશ્વિક જગતને તેમણે ધર્મથી જીવન આપનારાં યોગી તરીકે ઓળખવા પડશે.  જો આપણે ખોટી વિચારસરણી કરીએ અથવા તેને પ્રોત્સાહન આપીએ છીએ, તો આપણે ભૂલ કરી રહ્યા છીએ કે આપણે કાંઈ પણ સારું કરવા માટે સમર્થ નથી, પણ અસત્યની તરફેણ કરીને સારાંને દફનાવવાનું શાશ્વત પાપ લઈએ છીએ.
  બાપુના જીવનનું પહેલું પાસું એ સાદગી છે.  તેમણે ક્યારેય ભૌતિકતા પર ભાર મૂક્યો નથી. દિનચર્યા સાદાઈને જ સાથે રાખે છે.  ગાંધીજીવનના આદર્શને ધ્યાનમાં રાખીને તેઓ ખાદી પહેરે છે.  તેઓ ગાંધીને તેને ઓળખવા લાગ્યા છે ત્યારથી તેના મહાવ્રતોને સાથે રાખે. આજે તે કથાત્મક પ્રવચનના સંદર્ભમાં વિશ્વભરમાં જાણીતા છે.  આજે પણ તે ગુજરાતના મહુવા નજીક આવેલા તેમના વતન ગામ તલગાજરડામાં રહે છે.  દરરોજ તેમને મળવું શક્ય છે.  દરરોજ સવાર-સાંજ લોકો તેમના ચિત્રકૂટ આશ્રમમાં મળે છે. કોઈ આશ્રમમાં કોઈની પાસેથી પૈસા ન સ્વીકારે તેવું બને..!!? બાપુના ચરણમાં કે અન્ય જગ્યાએ પાવલી પણ નાખવાની પાબંદી છે.બોલો, આવો ક્યાંય આશ્રમ હોય તો જણાવશો.ફંડનો સાદર અસ્વિકાર કરવામાં આવે છે.બધાની સમાન વ્યવસ્થા કરવામાં આવી છે, તે પણ કહો કે તેમની પાસે કોઈ ખાનગી સચિવ નથી.ન તો તેમનો કોઈ અલગ સંપ્રદાય કે પંથ છે.કોઈ શિષ્ય નહી.તેઓ સનાતાની સંપ્રદાયના છે, ઘણી વાર તેઓએ કહ્યું છે  આ પરંપરાની એકતા કરવામા તેમણે મોટી મદદ કરી છે.  અને એ જાણવું પણ મહત્વનું છે કે બાપુએ મંદિરો વધારવાને બદલે માનવતાને તેમની સેવા સમર્પિત કરી છે.  આરોગ્ય મંદિર,શિક્ષણ સંસ્થા પર ભાર મૂક્યો, કરોડોનું અનુદાન મેળવ્યું.  તે પછી પણ, તેઓ પોતાને સૌથીઅલિપ્ત થઈ જાય છે.  સનાતની માનવ ધર્મ આપણને એવા લક્ષ્ય તરફ લઈ જાય છે કે મનુષ્ય ટોચ પર છે, તેમાં ભગવાનનો વાસ છે.  ધર્મ ગમે તે હોય, પછી તે ઇસ્લામ હોય કે ખ્રિસ્તી, કોઈપણ ધર્મ, સંપ્રદાયનો સંપ્રદાયો તેમના આત્માને એજ સવૅસ્વ છે.ગાંધીજીનુ એક વ્રત એ અપરિગ્રહ છે, બાપુ તેમની સાથે કંઈ રાખતા નથી, અથવા કોઈની પાસેથી કથાત્મક પ્રવચનોનો કોઈ લાભ લેવાનું યોગ્ય માનતા નથી.  આજે દુનિયામાં કોઈ સંત એવા નથી પણ હોઈ શકે કે જેઓ એક રુપિયો પણ પોતાના ચરણે  રાખવાની ના પાડતા હોય કે બીજી કોઈ રીતે !!!  મોરારીબાપુ તે કરી રહ્યા છે !!  તેમના વતનના ગામમાં તેમનો આશ્રમ પણ બહુ મોટો નથી. કોઈ વસ્તુ કે જ
દ્રવ્ય ભેગું કરવું એ તેનો સ્વભાવ નથી.  આજે પણ, જે લોકો નાની-મોટી વિનંતીઓ માટે તેના આશ્રમમાં આવે છે અને તેમની સાથે પ્રેમ વ્યક્ત કરે પ્રસાદ અપાય છે.  એટલું જ નહીં, દેશ અને દુનિયાની દરેક મુશ્કેલીમાં બાપુએ હાથ લંબાવીને પહેલ કરી છે.  તે દરેક જણ જાણે છે.  બીજી વાત અને ચોથું પાસું એ છે કે કોઈ પણ વ્યક્તિ તેમની સાથે નાનો કે મોટો નથી, દરેકને તેમના તરફથી સમાન પ્રેમ મળે છે.  તેમના જીવનમાં આવી ઘણી બધી ઘટનાઓ પણ છે જેનો બાપુએ પોતાનો અંગત સ્વભાવ દર્શાવતી વખતે પીડિત લોકો પ્રત્યે કરુણાં દર્શાવી  છે.   કિન્નર,ગણિકા,ભટકતી કે પછાત જાતિની મહિલાઓ હોય તો તે સમગ્ર ભારતના વંચિત લોકોના વેદનાને જાણીને તેમને સમાજની મુખ્ય ધારામાં સારું સ્થાન પ્રાપ્ત કરવાં માટે અથવા આદર પ્રાપ્ત કરવા માટે આપે ઘણાં પ્રયત્નો કરેલ છે.  બાપુની ભૂમિકા નાની નથી.  જેઓ ગુજરાતના છે તેઓ જાણે છે કે અસ્મિતા મહોત્સવ અને સંસ્કૃત ઉત્સવના કાર્યક્રમો દ્વારા તેમના તરફથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યની ખૂબ સેવા કરવામાં આવી છે.  આટલું જ નહીં, આપણા કલા જગતના ઘણાં લોકોની સદ્ભાવના, હનુમંત અને અન્ય  એવોર્ડ પણ આપવામાં આવે છે.  સરકારે કાં તો સાહિત્યિક સંસ્થાઓ માટે જે કામ કરવું જોઈએ, તે બાપુએ ઘણાં વર્ષોથી કોઈ વ્યક્તિગત હેતુ વિના કર્યું છે.
     તેમના જીવનનુ અંતિમ બિંદુ રામ અને રોટી છે.  તેમણે આજે 800 થી વધુ કથાઓ પૂર્ણ કરી છે. જ્યાં પણ તે વર્ણવે છે કે તે ભારત હોય કે યુરોપ, અમેરિકા, આફ્રિકા, તે  રામરોટી તો ખરી જ. ખવડાવીને રાજી થતી વિભુતી છે. કાઠિયાવાડમાં  એક કહેવત છે રોટલો ત્યાં પ્રભુ ઢુંકડો..હમેશ સદાવ્રત પણ બાપુના આશ્રમમાં ચાલે છે.  તેમના દરબારથી કોઈ ભૂખ્યા પાછી પાછું જતું નથી.  રામકથા એ તેમનું જીવન છે અને વ્યાસ ગાદી પર હોય ત્યાં સુધી બેઠાં પછી, પછી ભલે તે ત્રણ કલાક કે ચાર કલાક હોય, પણ તે ઉભા થતાં નથી.પાણી પીતા નથી.  તેની પાસે તેમના નિયમો છે જે રામ વિધિ તરીકે ઓળખાય છે.  રામકથા તેમના પ્રવચનોનો મુખ્ય વિષય રહ્યો છે, તેમ છતાં તમે અન્ય ગ્રંથોની પણ ચર્ચા અને સંવાદ કરતા રહો છો.
   મોરારિબાપુ નિમ્બાર્કી પરંપરામાંથી છે. તે પરંપરા કૃષ્ણને અગ્રણી રૂપમાં રજૂ કરે છે.  આપણી પાસે હિન્દુત્વ છે પરંતુ તે હિન્દુત્વ છે જે ઇચ્છે છે કે આપણે બધા ધર્મોને સમાન જોવા જોઈએ. તેઓ પ્રત્યેક માનવીમાં ભગવાનને જોતા રહે છે.  રૂઢીચુસ્ત પરંપરાથી ઉપર વધીને, અમે આ વિચારધારામાં ઘણા આગળ છીએ જે અન્ય ધર્મોમાં ઓછા દેખાય છે.આપણાં શાસ્ત્રોમાં આ વિશે ઘણી ચર્ચા છે અને તેઓ પણ વાતચીત કરે છે કે આપણે આપણાં ધર્મ, ધર્મને મહત્ત્વ આપીને અન્ય ધર્મોની નિંદા કેમ કરવી જોઈએ?  આ અમારું કાર્ય નથી, હિન્દુ ધર્મ તે નથી જે બીજાનો ઉપહાસ કરે છે, બીજાને વેદના આપે છે, બીજાને જીવવું, પ્રતિકાર કરવો, હિંસા ફેલાવવાનું મુશ્કેલ બનાવે છે, તે આપણાં ધર્મમાં નથી.  હિન્દુત્વનૂ અર્થઘટન બદલનારા અને કટ્ટરતાને પ્રોત્સાહન આપનારાં લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તે આપણા રાષ્ટ્ર માટે મોટો ખતરો ઉભો કરી શકે છે. અમેરિકા કે અન્ય દેશો પાસેથી કેમ નથી શીખી શકતા કે જો કોઈ કાળા માણસને પોલીસ  મારે છે, તો અમેરિકાની તમામ પોલીસ આ ભૂલ બદલ માફી માંગીને હથિયાર નીચે મૂકે છે.  હવે આપણે સમજવું પડશે કે આપણાં દેશમાં બીજા ધર્મોના ઘણાં લોકો છે, જેની વિસંગતતા અઆપણને ક્યાં દોરી જશે?
        બાપુ તેમના બોલવાથી કોઈ વિવાદ ઊભો કરવા માંગતા નથી. જો તે થઈ જાય, તો તે માફી માંગે છે.  આજે પણ તે કોઈના પણ નાના-મોટા હૃદયને નુકસાન પહોંચાડવા માંગતા નથી.  તેથી, જ્યારે પણ આ પ્રકારનો વિષય આવે છે, ત્યારે પૂજ્યશ્રીએ ભગવાનને આગળ લઇને પોતાનો પક્ષ આગળ મૂક્યો છે. ઘણાં કિસ્સાઓમાં તે કહેતાં રહે  છે કે હું એક માનવ જ છું હું એક નાનો સાધુ છું, મનુષ્ય માટે કોઈ આદર રાખવાનો કોઈ હેતુ નથી  કોઈ પણ મોટી પોસ્ટ પર પોતાને મુકતાં નથી.તેઓ દરેકને પ્રેમ અને કરુણાં વહેંચે છે, તે છે મોરારીબાપુ. તેમ છતાં, કહેવું જોઈએ કે આ સમાજ અથવા વિશ્વ દૃષ્ટિકોણ સત્યના માર્ગ પર ચાલતા લોકોને ખૂબ મુશ્કેલી આપે છે.બાપુની આંખો ભીની થઈ ગઈ છે. તેમની કરુણાં વધી રહી છે.
    ત્યાં મોડું થવું સંભવ છે, પરંતુ અંધકારની પાછળ પ્રકાશની અપેક્ષા છે. સૌનું મંગલ થાય.
સ્ત્રીત્વ પર સ્ટેથોસ્કોપ
-તખૂભાઈ સાંડસુર
આકાશનો છેડો,પાતાળનુ તલ,અષાઢી સાંજ માંટે શબ્દો લગભગ સ્ત્રીને પીછાણવાના પ્રયાસ બરાબર છે. જગતના સર્જનમાં આદમ અને ઈવનુ પદાર્પણ માનવામાં આવે છે .પરંતુ એક અનુમાન મુજબ ઈવ વગર જગતકલ્પન અઘરું પડે, એટલે કે અહીં સૌ પ્રથમ માતૃ સ્વરુપાને મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીનું મહત્વ, સત્વ અને કથત્વ ભલે આ સમાજે કાયમી સેકન્ડ ઓપ્શનમાં મૂક્યું હોય. પરંતુ લગભગ તમામ ચિંતકોએ સ્ત્રીને પ્રથમ કક્ષામાં, હરોળમાં ગણી છે. ફિલ્મ દિલવાલેનું સમીર લખેલું ગીત ડેડીકેટેડ કરી શકાય.
"કીતના હસીન ચેહરા ,કિતની પ્યારિ આંખે.
કિતની પ્યારિ આંખે,આંખો સે છલકાતાં પ્યાર,
 કુદરતને બનાયા હોગા ફુરસત સે તુજે મેરે યાર."
    સમયાંતરે સ્ત્રીના સ્વરૂપો બદલાય છે. બહેન, મુગ્ધા, વધુ ,માતા આ યાત્રા લગાતાર ચાલતી રહે છે. સૌને સ્નેહાદરરથી શોભિત કરવાના છતાં પોતે કોરાધાકોડ રહેવાનું ..! વળી સમય સમયે સૌ પોત પોતાનો રસ્તો કરીને નીકળી જાય ?  તોપણ આવી એકલતાને જે સહ્ય બનાવીને જે જીવી જાણે છે્..! એવા ઉદાહરણો છે કે જ્યાં પોતે સમય શક્તિ, શક્યતા બધું જ દાવ ઉપર લગાવી હોય. અંતે તેને આંસુનુ ઓશિંગણ કે નફરતનું નોબેલ પ્રાપ્ત થયું હોય..! પણ તે અશ્રુખારાશને મધુરતામાં રુપાતંરીત કરી  તે હંમેશા આદર્શ બનીને ઊભી રહે છે
લજ્જા તે સ્ત્રીને મળેલી સુગરકોટેડ સોગાદ છે. તેને તે ભેટમાં રાખી જીવે છે પરંતુ પ્રસંગો તેને કટારી બનીને ત્યાંજ ચુબતા હોય છે. આમંત્રણમા પણ સ્ત્રી ક્યારેય પહેલ કરતી નથી. જો કરે તો તેને એક અન્ય સ્વરૂપમાં મૂલવવામાં આવે છે હા, પ્રપોઝની પહેલ કર્યા પછી પોતાની જાતને તેમાં એટલી હદ સુધી ભેળવી દે છે કે દૂધ અને જળ અલગ કરવાં અઘરું બની જાય છે.સેકસને શોખ નહીં સમર્પણ ગણી પૌરુષત્વમાં ઓગળી જાય છે. ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર થનારી લાચાર પાંખ વગરની પારેવડીને સબળ સમાજે ખૂબ પીડા આપી છે.રુઢીવાદિતાએ ઉદાહરણ સ્થાપિત કરવાં પણ તેને સો સો કાળોતરાંથી વધું ડંખ આપ્યા છે.
           હેતના એવરેસ્ટીયન હેમાળાની શીતળતાથી થીજાવી દેનાર સ્ત્રીએ' સ્વ 'ના રુધિરની ઉષ્ણતાને પણ ગણકારી નથી. પારિવારિક સંબંધોના વૈવિધ્યપૂર્ણ ચોકઠામાં તે જ્યાં પણ પોતાની જાતને મૂકે છે, ત્યાં તે ઓગળી જાય છે. જગજીત સિંઘના શબ્દો આ પ્રેમ માટે ખૂબ મહત્વના છે
" ના ઉંમ્ર કી સીમા હો ના જન્મકા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.."
સમર્પણ,ત્યાગ, પ્રતિબદ્ધતા, વિશ્વાસ -ભરોસો અને 'હર મુશ્કિલ મે સાથ 'બધું એક સાથે રફતારથી વેગીલું હોય છે.મહાભારતની ગાંધારીને તમારા મનોજગતની પરખ પર મૂકો ધૃતરાષ્ટ્રની અંધત્વ પીડા પોતીકી ગણી દેખતી હોવા છતાં જગત જોયું ન હતું ,આંખે પાટો બાંધી રાખ્યો. દ્રોપદીની વાત કરો સ્વયંવરમાં વરમાળા અર્જુનને અને પતિદેવો પાચ. આ ભારતીય નારી પાત્ર જ કરી શકે, તે પણ ધારદાર સત્ય છે. લગભગ તમામ સદ્ગુણો પણ એટલા જોડાજોડ છે  તેને અલગ કરવા કઠિન છે .સ્ત્રીશક્તિને પુરુષોથી એક ચરણ આગળ ગણવામાં આવી છે કારણ કે તેનામાં નવ પલ્લવિત માનવને દુનિયામાં લાવવાનું સામર્થ્ય છે. આનુવંશિકતાના દોર ને આગળ લઈ જવો સ્ત્રી સિવાય શક્ય છે ખરો..?
     દ્વેષ, કટુતા રૂઢિવાદીતા,જીદ વગેરેમા સ્ત્રી દાવાનળમાં હોમાતી કે આહુત કરતી હંમેશ જોવાં મળે.  પ્રેમમાં તેનો એકાધિકાર વાત સતત તેને પીડે છે.પુરુષ પર પોતાના એકનો જ અધિકાર છે તેને  તે રુચિકર હોય કે ન હોય પણ પ્રેમદ્વેષ તેના જીવનને આગમાં બદલી શકે છે. મહદ્ સ્ત્રીઓ પોતાના વિચાર વાડોલીયાનુ બારણું વાસીને સતત દુકાનમાં સ્પર્ધક શરીફ તે વિરોધીને પૂછતા રહે છે નણંદ સાસુ વહુ નો પ્રવેશ માં કટુતા કારણભૂત છે સંયુક્ત કુટુંબની ભાવના નું સત્યના આજ પાયા ઉપર હોટ કે જીદ માટે પોતાની બુદ્ધિ માન્યતાઓ ને લોક કરી દે છે પારંપારિક માન્યતાઓમાં પરિવર્તન કૌશિક સ્વીકારી શકે છે.
  તો પણ છેલ્લે
Man face in his autobiography a woman face in work of fiction
---Oscar wilde
ખ્યાતિ મેળવવાની ખુજલી

તખુભાઈ સાંડસુર

પાપા કહેતે હૈ બડા નામ કરેગા ...સૌને સપનાઓ જોવાની છૂટ છે પણ તેને પૂરાં કરવાં રસ્તે ચાલવું હિતાવહ છે આડબીડ જતાં કોઈ કેડો નથી કે નથી પગદંડી ત્યાં ભૂલા પડવાની, મુકામ સુધી પહોંચવા માટે અટવાય પડવાની સંભાવના વધુ છે. એવા જોખમ અને સાહસ ગણી શકાય કે જે સિદ્ધિ પરિણામ સુધી જવાની 80 ટકા શક્યતા હોય અન્યથા તેને દૂ:સાહસ કે આત્મઘાતી પગલાં તરીકે જ ખપાવવામાં આવે. આજે નામની પાછળ ભાગી રહેલી પેઢી પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો.. અરે, સંસ્કારિતાને પોટલાં બાંધીને અભરાઈએ ચઢાવી દીધા છે. સ્વભાવિક છે નામની પાછળ દામ આવે ને દામ પછી દમામ.તેથી સૌ કોઈની શક્તિ એક જ મુદ્દા ઉપર લોક થયેલી છે, "પોપ્યુલારિટી પ્રાયોરિટી".

   ખ્યાત થવું લાંબા ગાળાનો ગોલ છે. કોઈ એક સ્કીલ કે પેશનમાં પાવરફુલ સાબિત થવું તે સવારથી સાંજ સુધીનો દાખડો નથી. તે માટે તેણે આયખું ખપાખાવું પડે. કશ્મકશ, સંઘર્ષોથી સમયશુધ્ધિ પણ તે ગુમાવી દે.મોદી, મોરારીબાપુ કે અમિતાભના જીવન પર આંગળી મુકો.ઉઘાડાપગે પરસેવાથી તે તરબોળ થયાં હોય ત્યારે લોકપ્રિયતાના શિખરોને આંબી શક્યા હોય.પોતાનામાં રહેલી સામર્થ્યની ઓળખનો પણ અહેસાસ કરવો જ રહ્યો. પછી તેને સાર્વજનિક કરવા પોતાના ગ્રાફને સતત સુધારતાં રહેવું પડે. સુખ્યાતિ કઠિન છે.સુઠના ગાગંડે ગાંધી ન થવાય એવી દેશ્ય કહેવત છે.વૈશ્વિક સફર ખેડતાં અનેક તડકી છાયડી કારાગાર,અભાવ વગેરેનો અનુભવ કર્યો ત્યારે ભારતની બેડીઓ મુક્ત કરી મોહનમાંથી મહાત્મા થઈ શકાયું.જો કે વ્યક્તિ જેટલો વિસ્તરે છે એટલું તેમની જીવન પદ્ધતિ સંકોચાતી ચાલે છે ક્યારેક પોતાને પણ આવી સ્થિતિનો અકળામણિય અનુભવ થાય છે. સુખ્યાતિ સાવધાની માટે શોધખોળ કરતી રહે છે. વ્યવહાર,વાણીથી સંબંધોનું ગઠન તેમાં મહત્વનું બની રહે છે.

  આજે વિશ્વમાં સોશિયલ મીડિયા પબ્લિસીટી  પ્લેટફોર્મ પૂરું પાડે છે. થોડાં સમય પહેલાં તમારી એક વાતને કે નામને મહત્તમ જન સમુદાય સુધી લઈ જવાં અખબાર કે ટીવી નો આશરો લેવો પડતો હતો. આજે આ માધ્યમો ફિક્કા સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, હેલો એપનો ઉપયોગ વ્યક્તિને લાખો લોકો સુધી પહોંચાડે છે .અખબાર ની ઓફિસે ચાર લાઈન છપાવવા ચપ્પલના તળિયાં ઘસનારાં આજે મૂછમાં મલકે છે કારણ અખબારી સમૂહને સમાચાર લેવા સોશિયલ મિડિયાનો આધાર લેવો પડે છે. ટેલિવિઝનનું વિઝન પબ્લિકલી નથી. પબ્લિક લિમિટેડ કંપની જેવું હોય છે તેથી તેના ટીઆરપીમાં તોતિંગ ધસારો જોવા મળ્યો છે. ટીકટોક જેવી એપ તો અને રાતોરાત સ્ટાર કરવામાં અસાધારણ સધિયારો આપી ગઈ છે . ટીકટોકેમાં બેફામ થનારા વિવેક મૂલ્યો અને પરંપરાને "ટા.. ટા "કરી દિધું છે.
      સુખ્યાત અને કુખ્યાતમાં ફાંસલો જાણતાં લોકો જ્યારે શોર્ટ રૂટે નીકળે  છે ત્યારે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો તે મહત્વનો રસ્તો પકડે છે્ ચળકાટ પર પથ્થર ફેંકી અજવાળું છીનવી લેવાય તો બધાનું ધ્યાન તમારી તરફ ખેંચાશે. જે પોતાની શક્તિ કે સમજથી શોહરત કમાય છે તેના પર કાદવ ઉછાળો ,બસ તમે રાતોરાત સ્ટાર ..! કોઈના મોઢાં પર શાહી નાખવાની, સંત નેતા, અભિનેતાને નાના-મોટા વીડિયો બનાવીને ભાંડવાના, થોડું શબ્દ ભંડોળ હોય,લખતાં આવડી ગયું હોય તેવા લેખન ખુજલીખોર ..આ બધી જમાતનું જુલસ એક બાજુ જ જાય છે. સૂર્યનું પહેલું કિરણ આ મહાપુરુષોને ક્યારેય હકારાત્મકતામાં ઉઘડતું નથી.કુખ્યાતિને સામાજિક સુવાસ માનનારા પર દયા ઉપજે છે.એવા પણ ક્રાઈમ કીમીયાગરો છે જે પેઈડ ન્યુઝનો આશરો લઈ બીગ બી બની પોતાનું સામ્રાજ્ય વિસ્તારતાં રહે છે.
 છેલ્લે છેલ્લે..
સત્યનો આશરો આજીવન હોય પણ અસત્ય અમીબા જ ગણાય.

सांवरे सत्यकी वेदी पर और एक नाम :मुरारी बापू
  - तखुभाई सांडसुर (वेलावदर)
उत्तरी भारतके ज्यादातर लोग मुरारीबापूको कथावाचक या कथाव्यासके रूपमें ही जानते हैं। कभी गलत सोच या कोई साजा तेजो दे्व्षके प्रारूप पूज्य मुरारीबापू के पूरे व्यक्तित्व को जाने बिना खयाल बना लेते हैं। इसलिए बापूके जीवनके बहुत सारे पहलुओंको जाननाभी काफी आवश्यक और जरूरी है। उनकी कथामें आनेवाले लोग या तो उनके कथा प्रवचनको सुननेवाले लोगोंका तांता बना रहता है। लेकिन कुछ लोग को दूसरोंकी या तो जो पहुंचे हुए हैं, उनकी किरकिरी करने में विकृत आनंद लेना पसंद पड़ता है ।आजकल सोशल मीडियाके चलते उनकी संख्या काफी बढ़ती चली है। कुछ लोग ऐसे ही यूट्यूब, इंस्टाग्राम पर अपनी गलत पहचान बनाकर कुछ ऐसे ही पोस्ट डालते हैं ताकि उनको ज्यादा से ज्यादा व्यू प्राप्त हो। यह बात मानवता या तो मानवीय मूल्यों के खिलाफ और अधर्म को आह्वान करने बराबर हैं।
  पू.मुरारीबापूके जीवनके सात प्रमुख पहलुओं को उजागर करके अवगत कराना एक रचनात्मक जिम्मेदारी की तौर से प्रस्तुत कर रहे हैं। वैश्विक जगतमें धर्म से जीवन देने वाले योगी के रूप में उनको समझना पड़ेगा। अगर हम किसी गलतफहमी या तो गलत सोच को बढ़ावा देते हैं तो हम वह गलती कर रहे हैं कि हम कुछ अच्छा तो नहीं कर पाते लेकिन असत्य का पक्षधर बनके अच्छाई को दफन करने का सनातनी पाप अपने ऊपर ले रहे हैं।
बापू के जीवन का प्रथम पहलू है सादगी ।उन्होंने कभी जीवनमें खाने-पीने या रहन-सहन में दिखावा को या तो भौतिकता को कभी बल नहीं दिया। गांधीजी के जीवन के इस आदर्श को अपने पास रखते हुए जब से वह पहचानने लगे तब से खादी पहनते हैं । दुनिया भरमें आज उनको कथा प्रवचन के संदर्भ में आना जाना रहता है ।फिर भी वह आज अपने पैतृक गांव तालगाजर्दा जो गुजरात में महुआ के पासमें पड़ता है वहां ही रहते हैं। उनको मिलना हर दिन संभव होता है ।अपने चित्रकूट आश्रममें सुबह और शाम सभी लोगों को मिलते हैं। और किसी के पाससे एक भी पैसा कोई आश्रम में रखना चाहे तो भी उनका स्वीकार नहीं होता है ।और सभी लोगों के लिए वहां समान व्यवस्था की हुई है यह भी बता दे की उनका कोई निजी सचिव नहीं है। और ना तो उनका कोई अलग पंथ या संप्रदाय है ।सनातनी संप्रदाय से अपना ताल्लुक रखते हैं और कई बार उन्होंने कहा भी है और यही परंपराको एकजुट करनेमें उनका काफी बड़ा प्रदान भी रहा है। और यह बात भी जानना जरूरी है कि बापू ने मंदिरों को बढ़ाने के बजाए अपनी सेवा मानवता की प्रति समर्पित कि हुई है। आरोग्य के मंदिर शिक्षा संस्थान को बल दिया,करोड़ोंके अनुदान दिलवाये। फिर भी अपने आप को सबसे अलिप्त रखते हैं। सनातनी मानव धर्म एक लक्ष्य की ओर हमें लिए चलते है कि मानव ही सबसे ऊपर है और उनमें ही परमात्मा का वास है ।मजहब जो भी हो चाहे इस्लाम हो या तो इसाई हो किसीभी धर्म का ,मजहब का ,संप्रदाय का खंडन मंडनमें या तो उनके प्रति दूर्भाव रखने में वह अपने आप को बचाए रखते हैं ।जिसका  ईस्ट जो भी हो वह उन्हें मुबारक उनमें से उनकी श्रद्धा को तोड़ने का मकसद बापू की डायरी में कतई नहीं है। गांधी का एक और व्रत है अपरिग्रह ,बापू इसी को लेकर के अपने पास कुछ भी नहीं रखते, और ना ही किसी के पास से कथा प्रवचनका कोई मूल्य या तो कोई दूसरी तरह से उनका लाभ लेना उचित नहीं समझते ।आज दुनिया में कोई भी संत ऐसे हो सकते हैं क्या जो अपने चरणों में या तो दूसरी तरह से किसी को ₹1 भी रखने की मना कर रहे हो !!!मुरारी बापू वह कर रहे हैं !!उनका पैतृक गांव में आश्रम भी बहुत बड़ा नहीं है बिल्कुल छोटा है।कीसी वस्तु या चीज का संग्रह करना उनका स्वभाव नहीं है ।वह आज भी अपने आश्रम से जो भी लोग छोटी बड़ी याचना करके आते रहते हैं उनको अपनी प्यार प्रसादी बांटते रहते हैं। इतना ही नहीं देश और दुनिया में आई हुई हर मुसीबत में बापू ने अपना हाथ बढ़ा कर पहल की हुई है। वह सब लोग जानते हैं। एक और बात और चौथा पहलू यह है कि उनके पास कोई भी व्यक्ति छोटा बड़ा नहीं है सबको समान प्यार उन्हीं की तरफ से मिलता ही रहता है। बहुत सारे उनके जीवन के ऐसे प्रसंग भी हैं जो बापू ने अपने निजी स्वभाव का परिचय देते हुए वंचित है ,जो पीड़ित है उनको पनाह देते हुए करुणा प्रगट करी की है। पूरे भारत में वंचित की पीड़ा को जानते हुए चाहे वह किन्नर हो, गणिका हो ,विचरती जाती हो या पिछड़ी जातियां उनके लिए कथा के माध्यम से बहुत सारी मशक्कत करते हुए हैं समाज की मुख्यधारा में उनको अच्छा स्थान दिलाने में या तो सम्मान बढ़ाने में मुरारी बापू की भूमिका छोटी नहीं है। जो लोग गुजरात से ताल्लुक रखते हैं उनको पता है कि उनकी ओर से गुजराती साहित्य और संस्कृत साहित्य की काफी सेवा अस्मिता पर्व और संस्कृत पर्व कार्यक्रमों से प्रवाहित होती रही है ।ऐसा ही नहीं हमारे कला जगत के बहुत सारे लोगों को सद्भावना ,हनुमंत और दूसरे अवार्ड भी दिए जाते हैं ।जो काम सरकार या तो साहित्यिक संस्थाओं को करना चाहिए वह बापू ने बहुत सालों से किसी भी नीजी मकसद के बिना किया है।
   उनका जीवन का अंतिम बिंदु राम और रोटी हैं ।वह आज 800 से ज्यादा कथाओं को संपन्न कर चुके हैं और वह जहां भी कथा करते हैं चाहे वह भारत हो या यूरोप, अमेरिका अफ्रीका वहां भी रोटी खिलाने से नहीं जीजकते ।वह इसलिए कि काठियावाड़ में एक कहावत है रोटलो त्या प्रभु टुकड़ों। बापूके आश्रममें भी सदाव्रत चालू रहता है। उनके घर से कोई भी भूखा वापस नहीं जाता ।रामकथा उनका जीवन है और जब तक वह व्यास गादी पर होते हैं तब तक बैठने के बाद चाहे वह तीन घंटा हो या चार हो उठते भी नहीं और पानी भी नहीं पीते हैं ।और भी दूसरे उनके अपने नियम है जो कि वह राम अनुष्ठान के रूप में जाने जाते हैं। रामकथा ही उनके प्रवचन का मुख्य विषय रहा है फिर भी आप दूसरे ग्रंथों की भी चर्चा और संवाद करते रहते हैं।
 मुरारीबापू निंबार्की परंपरा से हैं ।और वह परंपरा कृष्ण को प्रमुख रूप में प्रस्तुत करती हैं। हमारे पास हिंदुत्व है लेकिन वह हिंदुत्व हैं जो हमें सब मजहब को समान देखना चाहते हैं। और हर मानव में ईश्वर का दर्शन करते रहते हैं। रूढ़िवादी परंपरा से ऊपर उठकर के हम यह विचारधारा में बहुत आगे हैं जो कि दूसरे मजहब में वह लचीलापन कम दिखाई दे रहा है। हमारे ग्रंथों में भी इस बात को लेकर के बहुत सारी चर्चा हैं और वह संवाद भी करते हैं हम क्यों अपने मजहब, धर्म को प्रमुख रूप देकर के दूसरे धर्मों की निंदा करें ?ये काम हमारा नहीं है हिंदूत्व वह नहीं है जो दूसरों को कोशे,दूसरों को पीड़ा दे ,दूसरों को जीना कठिन कर दे ,विरोध करें, हिंसा फैलाएं ,वह हमारा मजहब में कतई नहीं है ।हिंदुत्वकी व्याख्या बदलने वाले और कट्टरता को बढ़ावा देने वाले लोगों की संख्या आज दिन-ब-दिन बढ़ती जा रहे हैं ।वह हमारे राष्ट्र के लिए बहुत खतरा बन सकती हैं ।हम अमेरिका या दूसरे देशों से क्यों नहीं सीख पाते की एक काले आदमी को पुलिस ने मार दिया तो सारे अमेरिका की पुलिस अपनी इस भुल की क्षमा मांगते हुए अपना हथियार नीचे कर देती हैं ,वह है उनकी संवादीता । अब बात को भी हमें समझना पड़ेगा कि हमारे देश में दूसरे धर्म के बहुत सारे लोग हैं जिससे विसंगति हमें कहा ले जायेगी?और हमारे मजहबी सोच का बहुत बड़ा विघटन कर रहें हैं।
      वैसे तो बापू नहीं चाहते की उनके बोलने से या रहन-सहन से कोई विवाद खड़ा हो जाए। अगर वो जाता है तो वह अपनी क्षमा मांग लेते है । वह आज भी किसी के दिल को कोई भी छोटी बड़ी ठेस पहुंचाना नहीं चाहते ।इसलिए तो जब-जब ऐसे प्रसंग आए तब तब पूज्यश्री ने अपना पक्ष रखकर के ईश्वर को आगे बढ़ाया और बहुत सारे प्रसंगों में वह कहते रहे हैं कि मैं तो भला एक छोटा साधु हूं, मानव हु अपने आप को किसी भी बड़े पद पर या तो बड़ा सम्मान लेने का कोई भी मकसद नहीं रखते हैं। और सबको प्यार, करुणा बांटते रहते हैं, वही मुरारी बापू है।  फिर भी कहना पड़ेगा कि यह समाज या दुनियादारी सत्य के रास्ते पर, मार्ग पर चलने वाले लोगों को बहुत कष्ट दे रही हैं। सोक्रेटीसको जहर दिया और गांधी को गोली मारी, तो इसमें मुरारी बापू क्या है ?उसको भी यह दुनिया कैसे छोड़ सकती हैं भला !इसलिए हम कह सकेंगे की सांवरे सत्यकी वेदी पर एक और नाम मुरारीबापू का जुड़े जा रहा है और बापू की आंखें नम होकर उनकी और करुणा बढ़ा रही है।
  वहां देर हो भला, लेकिन अंधेर कि उम्मीद कभी नहीं है।

Sunday, May 31, 2020

સ્ત્રીત્વ લેખ...

સ્ત્રીત્વ પર સ્ટેથોસ્કોપ
-તખૂભાઈ સાંડસુર
આકાશનો છેડો,પાતાળનુ તલ,અષાઢી સાંજ માંટે શબ્દો લગભગ સ્ત્રીને પીછાણવાના પ્રયાસ બરાબર છે. જગતના સર્જનમાં આદમ અને ઈવનુ પદાર્પણ માનવામાં આવે છે .પરંતુ એક અનુમાન મુજબ ઈવ વગર જગતકલ્પન અઘરું પડે, એટલે કે અહીં સૌ પ્રથમ માતૃ સ્વરુપાને મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીનું મહત્વ, સત્વ અને કથત્વ ભલે આ સમાજે કાયમી સેકન્ડ ઓપ્શનમાં મૂક્યું હોય. પરંતુ લગભગ તમામ ચિંતકોએ સ્ત્રીને પ્રથમ કક્ષામાં, હરોળમાં ગણી છે. ફિલ્મ દિલવાલેનું સમીર લખેલું ગીત ડેડીકેટેડ કરી શકાય.
"કીતના હસીન ચેહરા ,કિતની પ્યારિ આંખે.
કિતની પ્યારિ આંખે,આંખો સે છલકાતાં પ્યાર,
 કુદરતને બનાયા હોગા ફુરસત સે તુજે મેરે યાર."
    સમયાંતરે સ્ત્રીના સ્વરૂપો બદલાય છે. બહેન, મુગ્ધા, વધુ ,માતા આ યાત્રા લગાતાર ચાલતી રહે છે. સૌને સ્નેહાદરરથી શોભિત કરવાના છતાં પોતે કોરાધાકોડ રહેવાનું ..! વળી સમય સમયે સૌ પોત પોતાનો રસ્તો કરીને નીકળી જાય ?  તોપણ આવી એકલતાને જે સહ્ય બનાવીને જે જીવી જાણે છે્..! એવા ઉદાહરણો છે કે જ્યાં પોતે સમય શક્તિ, શક્યતા બધું જ દાવ ઉપર લગાવી હોય. અંતે તેને આંસુનુ ઓશિંગણ કે નફરતનું નોબેલ પ્રાપ્ત થયું હોય..! પણ તે અશ્રુખારાશને મધુરતામાં રુપાતંરીત કરી  તે હંમેશા આદર્શ બનીને ઊભી રહે છે
લજ્જા તે સ્ત્રીને મળેલી સુગરકોટેડ સોગાદ છે. તેને તે ભેટમાં રાખી જીવે છે પરંતુ પ્રસંગો તેને કટારી બનીને ત્યાંજ ચુબતા હોય છે. આમંત્રણમા પણ સ્ત્રી ક્યારેય પહેલ કરતી નથી. જો કરે તો તેને એક અન્ય સ્વરૂપમાં મૂલવવામાં આવે છે હા, પ્રપોઝની પહેલ કર્યા પછી પોતાની જાતને તેમાં એટલી હદ સુધી ભેળવી દે છે કે દૂધ અને જળ અલગ કરવાં અઘરું બની જાય છે.સેકસને શોખ નહીં સમર્પણ ગણી પૌરુષત્વમાં ઓગળી જાય છે. ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર થનારી લાચાર પાંખ વગરની પારેવડીને સબળ સમાજે ખૂબ પીડા આપી છે.રુઢીવાદિતાએ ઉદાહરણ સ્થાપિત કરવાં પણ તેને સો સો કાળોતરાંથી વધું ડંખ આપ્યા છે.
           હેતના એવરેસ્ટીયન હેમાળાની શીતળતાથી થીજાવી દેનાર સ્ત્રીએ' સ્વ 'ના રુધિરની ઉષ્ણતાને પણ ગણકારી નથી. પારિવારિક સંબંધોના વૈવિધ્યપૂર્ણ ચોકઠામાં તે જ્યાં પણ પોતાની જાતને મૂકે છે, ત્યાં તે ઓગળી જાય છે. જગજીત સિંઘના શબ્દો આ પ્રેમ માટે ખૂબ મહત્વના છે
" ના ઉંમ્ર કી સીમા હો ના જન્મકા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.."
સમર્પણ,ત્યાગ, પ્રતિબદ્ધતા, વિશ્વાસ -ભરોસો અને 'હર મુશ્કિલ મે સાથ 'બધું એક સાથે રફતારથી વેગીલું હોય છે.મહાભારતની ગાંધારીને તમારા મનોજગતની પરખ પર મૂકો ધૃતરાષ્ટ્રની અંધત્વ પીડા પોતીકી ગણી દેખતી હોવા છતાં જગત જોયું ન હતું ,આંખે પાટો બાંધી રાખ્યો. દ્રોપદીની વાત કરો સ્વયંવરમાં વરમાળા અર્જુનને અને પતિદેવો પાચ. આ ભારતીય નારી પાત્ર જ કરી શકે, તે પણ ધારદાર સત્ય છે. લગભગ તમામ સદ્ગુણો પણ એટલા જોડાજોડ છે  તેને અલગ કરવા કઠિન છે .સ્ત્રીશક્તિને પુરુષોથી એક ચરણ આગળ ગણવામાં આવી છે કારણ કે તેનામાં નવ પલ્લવિત માનવને દુનિયામાં લાવવાનું સામર્થ્ય છે. આનુવંશિકતાના દોર ને આગળ લઈ જવો સ્ત્રી સિવાય શક્ય છે ખરો..?
     દ્વેષ, કટુતા રૂઢિવાદીતા,જીદ વગેરેમા સ્ત્રી દાવાનળમાં હોમાતી કે આહુત કરતી હંમેશ જોવાં મળે.  પ્રેમમાં તેનો એકાધિકાર વાત સતત તેને પીડે છે.પુરુષ પર પોતાના એકનો જ અધિકાર છે તેને  તે રુચિકર હોય કે ન હોય પણ પ્રેમદ્વેષ તેના જીવનને આગમાં બદલી શકે છે. મહદ્ સ્ત્રીઓ પોતાના વિચાર વાડોલીયાનુ બારણું વાસીને સતત દુકાનમાં સ્પર્ધક શરીફ તે વિરોધીને પૂછતા રહે છે નણંદ સાસુ વહુ નો પ્રવેશ માં કટુતા કારણભૂત છે સંયુક્ત કુટુંબની ભાવના નું સત્યના આજ પાયા ઉપર હોટ કે જીદ માટે પોતાની બુદ્ધિ માન્યતાઓ ને લોક કરી દે છે પારંપારિક માન્યતાઓમાં પરિવર્તન કૌશિક સ્વીકારી શકે છે.
  તો પણ છેલ્લે
Man face in his autobiography a woman face in work of fiction
---Oscar wilde

Tuesday, May 26, 2020

ઓનલાઇન શિક્ષણ

ઓનલાઇન શિક્ષણ મેઘધનુષી પરપોટો
 
-તખુભાઈ સાંડસુર
કોરોના સંકટે શિક્ષણને અસાધારણ રીતે પ્રભાવિત કર્યું છે. સમગ્ર ભારતની શાળાઓના દરવાજા લગભગ બે મહિનાથી બંધ છે. સરકાર પણ નિયત કરી શકતી નથી કે આ સંજોગોમાં શિક્ષણ માટે શું કરી શકાય ..! સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન અને ટોળાઓની બાધ્યતા બંને બાબતો જાળવી રાખવી શાળાની મર્યાદા છે. એવા સંજોગોમાં ઓનલાઇન શિક્ષણ આપવાની વાત ચોગાનમાં આવી છે.
      ઓનલાઇન શિક્ષણ કોમ્પ્યુટર અને લેપટોપ, મોબાઈલની મદદથી વિદ્યાર્થીને ઘેર બેઠા આપવાના પ્રયોગો અમેરિકા,યુરોપ માં ઘણા સમયથી ચાલુ છે .પરંતુ તે દેશોની સરખામણીમાં ભારત ટેકનોલોજી અને આર્થિક સમૃધ્ધિની બાબતમાં જોજનો પાછળ છે. તે વાંત સ્વભાવિક રીતે સરકારે પણ સ્વીકારવી પડે, ને લોકોએ પણ સ્વીકારવી પડે . ઓનલાઇન શિક્ષણ એ ભારતમાં માત્ર પાણીના તળાવમાં આકારિત થતા પરપોટાને જોવો ગમે પરંતુ એ ક્ષણભરમાં ક્યાં વિલીન થઈ જાય તેની ખબર પણ ન પડે તેવી જ સ્થિતિ તેની ગણી શકાય.
   આ પ્રકારનું શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓ પાસે સારાં કમ્પ્યુટર ,મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, શિક્ષિત વાલીઓ ,ઇન્ટરનેટની ઝડપ વિદ્યાર્થીઓની ગ્રાહ્યતા,વિદ્યાર્થીઓની ગુણવત્તા અને તજજ્ઞ ફેકલ્ટી ,સમયપાલન બધું જ પૂરતાં પ્રમાણમાં આવશ્યક છે . તે જો હોય તો જ આ મિશન શત પ્રતિશત પાર પડે તેમ છે .અન્યથા આપણે આત્મસશ્ર્લાઘા કે આત્મગૌરવ જરૂર કરી શકીએ કે અમે આ પ્રકારનું શિક્ષણ પ્રવાહિત કર્યું છે . તે દ્વારા અમે વિદ્યાર્થીઓની શિક્ષણસેવા કરી રહ્યા છીએ.
      ભારત ગ્રામ જગત સાથે જોડાયેલો દેશ છે. તેથી મહત્તમ લોકો ગામડાંમાં વસવાટ કરી રહ્યાં છે. જ્યાં પૂરતા પ્રમાણમાં વિજળી, ઇન્ટરનેટ વગેરેની સગવડતાઓ વિકસિત રાજ્યોને બાદ કરતા લગભગ નહીંવત છે. સાથોસાથ છેલ્લા વર્ષોમાં "અસર"નામની સંસ્થાએ પ્રકાશિત કરેલા આંકડાઓ મુજબ પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ પૈકી 38 ટકા વિદ્યાર્થીઓને પૂરતાં પ્રમાણમાં વાંચતા આવડતું નથી ,એટલું જ નહીં 45 ટકા વિદ્યાર્થીઓ ગણનમાં પણ નબળાં છે. તો ઓફલાઈન શિક્ષણ ચાલતું હોય અને પ્રત્યક્ષ ઉત્તર વર્ગખંડમાં મળતો હોય તો પણ જો આપણે આ પ્રકારના પરિણામો મેળવતાં  હોઈએ તો ઓનલાઇન આપણે ક્યાં ઊભાં છીએ, તેની ઘડીભર કલ્પના કરી લો...!!!
       આજે કેટલીક શાળાઓ કે જે ગુજરાતમા 300કરોડનો ધંધો કરી વાલીઓના પૈસે તાગડધિન્ના કરી રહી છે .તે ઓનલાઈન એજ્યુકેશનનો પ્રચાર, પ્રસાર કરીને પોતે શીર્ષસ્થ શાળા છે. તેવી શેખી મારી રહી છે હા, મહાનગરો પૂરતી અને તેમાં પણ અમુક વિસ્તારો પૂરતી આ વાત સાર્થક જરૂર થઇ શકે.
     યુરોપ-અમેરિકામાં ફાઇવ જી કે તેનાથી પણ આગળ ઇન્ટરનેટની સ્પીડ પ્રાપ્ત થઈ છે. તેમની પાસે પોતાના કમ્પ્યૂટર અને તેના કેમેરા વગેરે યોગ્ય પ્રકારના અને ગુણવત્તાલક્ષી સાધનો છે. આજે પણ ભારતના ગુજરાત જેવાં સમૃદ્ધ રાજ્યમાં 37 ટકા વસ્તી મફતનું રાશન લેવાં લાઇનમાં ઊભી હતી. તેમની પાસે ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના બીલ ભરવાનાં નાણાં ક્યાંથી મેળવવા ? રિલાયન્સનો જીઓ દરરોજનું દોઢ જીબી ઈન્ટરનેટ વાપરવા રોજના પાંચ રૂપિયાનો ચાર્જ વસૂલે છે.તે ડેટા પણ ઓનલાઈન માટે પુરતો નથી. જો સરકારી શાળાઓને પણ આ પ્રકારની નેટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકવા સક્ષમ નથી તે વાત ભીત સત્ય છે. તો વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય...? એક મર્યાદાએ પણ છે કે ઓનલાઇન આખાં ગામને એક લાકડે હાંકે. અહીં તો દરેકની શીખવાની ક્ષમતાં પણ અલગ અલગ છે.ફેકલ્ટીઓ મોટાં 'માસ 'સાથે કમ્યૂનકેટ ન કરી શકે.વધુ ફેકલ્ટી આપી ન શકાય..!
     ગામડાંનો વાલી અને વિદ્યાર્થી  અસરકારક રીતે બેજવાબદાર હોય છે. શાળા ચાલું હોય ત્યારે પણ ગુજરાત જેવા રાજ્યમાં વિદ્યાર્થીઓની હાજરી પાકની લણણી કે વાવણીના પ્રસંગે માત્ર 60 ટકા હોય છે . સીધું માર્ગદર્શન અને શિક્ષણ મળતું હોવા છતાં પણ આ વિદ્યાર્થી વાર્ષિક માપદંડોમાં
ખરો ઉતરતો નથી. સારાં શિક્ષકો અને પૂરતાં પ્રમાણમાં શૈક્ષણિક ઉપકરણો અને સરકારશ્રી ના પ્રયત્નો પણ એટલા જ મહત્વના હોવા છતાં પરિણામો માત્ર પ્રશ્નાર્થ જ બની રહે છે. તો ત્યાં ઓનલાઈન શિક્ષણ કેટલું કારગત ?
     એનાલીસીસ....
સરકાર દ્વારા બાયસેગથી પ્રસારિત થતાં કાર્યક્રમો માત્ર 3 ટકા સુધી પહોંચે છે.

Monday, May 25, 2020

બાલગીત

બાળુડો લાડો
- તખુભાઈ સાંડસુર
    હું બાપુનો બાળુડો લાડો
રીડિયા રમણ ને ધમાચકડી
પકડમ્ પકડી ને દોડમ્ દોડી
તોડફોડ ને કરું દાણાં દાણ
ભાગુ તો ન જોઉં ઢગ કે ખાડો
         હું બાપુનો બાળુડો લાડો
મીનીબાઈ ને કુકુ આવે
તે મુને બાપુના ખોળે સંતાડે
ચકીરાણી ને કાબરબાઈ ને
હફફ્ કરી, ડંડો લૈ પાડું ત્રાડો
          હું બાપુનો બાળુડો લાડો
પપ્પા બોલે, મમ્મા કાઢે ડોળાં
ચકુડી ને કટુડાની ધોલ થપાટ
પીપીથી લુગડાં ય બગાડું
તો ય બાપુનું હેત ધટે ના કો દાડો
            હું બાપુનો બાળુડો લાડો

Saturday, May 23, 2020

લાગણી: બેરિકેટની બબાલ

લાગણી: બેરીકેટની બબાલ
     ‌-- તખુભાઈ સાંડસુર
સ્નેહનો તંતુ સુતરફેણીની માફક સર્જાય છે.તેની બારીકાઇ અને ગુંથણ ફેન્ટાસ્ટિક હોય છે. મને યાદ છે ,નાનપણમાં પ્રાથમિક શાળાની ખડકી બહાર સુતરફેણી વાળો  લોખંડની ગોળ પેટી લઈને આવતો,તે ત્યાં બનાવી વેચતો. તે સુતરફેણીના રચાતા તંતુઓ જોવાની મને ખૂબ મજા પડતી ,કદાચ તેના સ્વાદથી પણ વધુ. આવી જ ગુલાબી ગુંથણી આનંદઘારાથી સ્નેહ ધીમા પગલે સંધાતો હોય છે.
      કોઈ એવો કિસ્સો ધ્યાનમાં નથી કે રસ્તે જતી કોઈ ફૂલજડી યૌવના, ફૂટડાં રસિકને સાદ પાડીને ઉભો રાખે." એ ઉભો રે..ને યાર", અને પેલો આશ્ચર્યથી પાછું વળીને નજર કરે, તો રસિકડી લાંબો હાથ કરીને પેલાની મુઠ્ઠીમાં પોતાનું  દિલ પકડાવી દે.. અને કહે ..અલ્યા તને સોગાદ આપું છું. હા ,આવો અકસ્માત થાય ખરો ..! પરંતુ તેના ગર્ભમાં કોઈ ભૌતિક સ્વાર્થ છૂપાયેલો હોય..! પ્રણયની અમીધારા પોતાના મકામે જવા નીકળે  તો તેના નિયત સમયે જ તે એકમેકને આવી મળે. પ્રેમની વ્યાખ્યાને ત્યાં અનુભૂતિમાં બદલી દેવામાં આવે. આવી અનુભૂતિ રોમાંચિત કરે કારણ કે તે શિખર સુધી વાણી ,વ્યવહાર ,કૌશલ્ય ,પ્રતિભા અને પમરાટ બધું સોળુ દેખાતું હોય તો જ પહોચાયું હોય. આવી રેશમ ગાંઠોની હારમાળા સંજોગો અને સમય જ સર્જી શકે.
    વહેતો પ્રવાહ એક સરખો અને એકધારો રહેતો નથી.પરંતુ સમય ઉપક્રમે તેમાં ઉછાળા -ઉફાળા અને ઓટ આવતાં રહે છે.સ્ત્રી કે પુરૂષ પોતાની પસંદિદા મણકાથી ચળકાટ ધરાવતાં મોતી તરફ ખેંચાઈ, લોભાઈ તે 'બટ નેચરલ'છે. સહજીવનથી વાણી, વ્યવહાર, કૌશલ્ય વગેરેથી નિર્મિત થતા મતભેદો ઘણાં સંજોગોમાં મતભેદો સુધી પણ જાય છે. અને ત્યારે ત્રીજો મોરચો રચાતો હોય.જીવન એક ઢસડાતાં હવા વગરના વ્હીલના ગાડા જેવું બની જાય ત્યારે સમય તેને ડાયવર્ટ કરે છે. પોતાની લાગણીઓ અન્ય માટે પ્રફુલ્લિત થઈને દોડવાં લાગે છે.આ વાતની જાણ જ્યારે તેને થાય ત્યારે ઘણાં અર્ધ મૃત્યુ પામે છે,  કેટલાક સંજોગો એને અંત સુધી પણ દોરી જાય છે. તાજેતરમાં નેહા કક્કરે ગાયેલું એ ગીત યુટ્યુબ પર લાખો લોકોની ચાહના મેળવી રહ્યું છે તેના શબ્દો અહીં બખૂબી લાગુ પડે છે.
"जीनके लिए हम रोते हैं, वह किसी और की बाहों में सोते हैं।, हम गलियों में भटकते फिरते हैं ,वह समंदर किनारे होते हैं।"
   લાગણીદ્વેષ સ્વાભાવિક છે પરંતુ એ પણ સત્ય છે કે ચઢાવ-ઉતારના સમયને જીરવી જાણવું પડે.નહીતો અનર્થોનો જનક આ દ્વેષ ઉથલપાથલનો મહાઇતિહાસ સર્જે છે. ભર્તુહરીને પોતાના જીવ કરતા પિંગલાં પહેલી હતી. તેથી જ અમરફળ પોતે નથી ખાતો પણ પિંગલા આપે છે. આ ફળ પિંગલા પોતાના પ્રિય અશ્ર્વપાળને અને અશ્વપાળ ગણિકાને અને ગણિકા ભર્તુહરીને જ્યારે પહોંચાડે છે ત્યારે અલખ નિરંજનનુ કમંડળ અને ચીપીયો તેના હાથમાં આવી પડે છે. કુટુંબ,સમાજમાં આવી સુનામી આવ્યાનું અનુભવ્યું છે.
     સ્ત્રી-પુરુષોના પોતાના ગમા-અણગમા કે વધુ ગમતામાં આ આફતના મુળ દેખાય છે.પોતાના સાથીમાં રહેલી અધૂરપ કે ઉણપ અને અન્યમાં તે શોધવા મથે છે.અથવા પોતાના જીવનમાં કોઈ ખાલીપાનો ખુણો ભર્યો- ભાદર્યો કરવા તે હડી કાઢે છે.સમજની ગેરહાજરી ત્રિકોણના ખુણા બને છે.પ્રેમ જાતિય જીવન નથી પંરતુ જાતિય જીવન પ્રણયફાગનો એક અંશમાત્ર છે.ઉરની ઉછાળકુદમા આ તથ્ય પણ ઓશિકે રાખવું જોઈએ.ભારતીય સમાજ વ્યવસ્થાનું બંધારણ દ્વિમુખી જીવન કે દાંપત્ય પદ્ધતિને સ્વીકારતું નથી.જો કે હવે તેમાં બાકોરાં પડ્યા છે .યુરોપ અને અમેરિકામાં લગ્નજીવન વ્યવસ્થા ડૂબી ગઈ છે,એટલું જ નહીં ત્યાં મનમેળની સાથે સમયમેળનુ અનુસંધાન સાધી દેવામાં આવ્યું છે. પોતાની અનુકુળતા સુધી સાથ સાથ ચલે અને નહિતર 'થુઈયા'. ત્યાં બ્રેકઅપ દુખીયારું નથી. પરંતુ નવી સવારનો નવો નશો આવી જતો હોય છે.અન્ડરસ્ટેન્ડ અને એડજેસ્ટમેન્ટનું સમીકરણ તેમને જીવનની રફતારમાં કામ આપે છે. સમર્પણ, શિસ્તના નામે શૂન્યતા રચનારી આ પ્રજા ભોગને ભૌતિકતામાં રમમાણ છે.
     એવું કહેવાય છે કે સમંદરમાં તરતાં લાકડાંના ટુકડાંઓ કોઈ એવા હલેસાઓથી જોડાઈ જતાં હોય છે અને વળી ફરી એ જ મોજુ તેને વિખૂટાં પણ પાડી જતું હોય ,તો અહીં શોકનો શા માટે્.? આ ઝેરી કોબ્રાનો લબકારો સ્વ અને ત્વ બંનેને હણી હેઠો બેસે છે. વિખ્યાત ઉપન્યાસકાર,પત્રકાર શ્રી ખુશવંતસિંહ પોતાના આત્મવૃત્તાંત નિવેદનમાં કહ્યુ હતું કે પોતાને એવી અનેક સ્ત્રી મિત્રો સાથે જાતીય સંબંધો હતાં. અને પોતાની આત્મકથા "મેરે મિત્ર"માં આવી ૧૬ સમર્પિત મહિલાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. આવું બેબાક બયાન કરનાર આ પ્રક્રિયાને સહજતાથી લઈ લે છે .તેથી તેનું આખું સદીમાં એકાદ વર્ષ ઓછાં સુધી ચાલ્યું. આ તોફાનને સહ્ય બનાવવા જાતને તૈયાર કરવી રહી. એકાધિકારવાદી માનસિકતા આપણી પરંપરા સિવાય લગભગ ઓછી જોવા મળે છે. વિકસિત દેશો અને અવિકસિત દેશોમાં સમાન ગણ રચાય છે, કારણ કે જેની પાસે સમજની ચાવી છે તે મનની ગરદન મચકોડીને નાખે છે. બીજું જ્યાં વિચાર જ નથી એવા અવિકસિતો પ્રાણીઓથી વધુ છે જ નહીં  !ત્યાં છોછ  કેવો ? મધ્યાંતરે સૌ વિહ્વળ છે.
  ખેર..લાગણીની બેરીકેટ સૌ માટે ડંડો લઈ સ્ટેન્ડબાય છે તો બધું ભેળાણું નથી.ભગવદ્ ગીતાન ૧૬મા અધ્યાયનો આ શ્લોક ભુંગળ વગાડીને આ જ વાત કરે છે.
'અનેકચિતવિભ્રાંતા  મોહ જાલ સમાવૃતા ।પ્રસકતા: કામભોગેષુ પતન્તિ નરકેડ્શુચો।'
    ‌અર્થાત્ ધન,દાન યજ્ઞમાં મોહરુપી જાળથી વિટંળાયેલો,વિષયભોગમા રચ્યો પચ્યો રહેનાર અપવિત્ર નકૅમા પડે છે.

Monday, March 30, 2020

29-3 tatha 30-3-20 Harikatha moraribapu

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાન ચતુર્થ દિને આપ સૌને જય સીયારામ. સૂર્યનો તાપ અને તુલસી ઔષધી છે એટલું જ નહીં" ઔષધો જાહ્નવી તોયમ્"ગંગાજળ પણ ઔષધી છે. યોગવશિષ્ઠ રામાયણ કહે છે, કે દારિદ્ર ,મરણ, ભ્રમ ઇત્યાદિ ઘણાં પ્રશમન માટે સાધુસંગ પણ ઔષધી છે. સાધુ એટલે કોણ ?  વ્યક્તિપૂજા કે વેશપૂજાની વાત નથી. પરંતુ ભારતના ઋષિઓએ જે ઔષધિઓ બતાવી તેમાં સાધુ સંગની જે વાત કરી.સાધુ વિચાર છે, સાધુ વિચાર છે, વ્યવહાર છે ,સાધુ કરણીની પૂજા છે. રામાયણ જણાવે છે.
"પ્રથમ ભક્તિ સંતન કરન સંગ
દુસરી રતી મમ કથા પ્રસંગા,
સંત્ સંગતી દુર્લભ સંસારા
નિમિત્તે દંડ એક ભરી બારા."
ભૂરો રંગ વિશાળતા, લાલ રંગ વીરતા,લીલો રંગ સમૃદ્ધિ, પીળો પવિત્રતા ,કાળો ઉદાસીનતા અને સફેદ શાંતિનો રંગ છે. એટલે કે જેનામાં વિશાળતા , અસિમતા ,વીરતા ,આતંર સમૃદ્ધિ, પવિત્રતા ,એકાંત ઉદાસી છતાં પણ શાંતિ એવો વિશ્વમાનવ .જેમાં આ બધું સમાહિત થયેલું છે. "કનક ભુધરા શરિરા" હનુમાનજી માટે કહેવાયું છે ,તેથી તે સાધુ છે. શાંતિ પમાડે ,શાંતિમાં ડૂબેલાં રહે,શાંત સ્વરૂપ હોય એવો કોઈ બુદ્ધપુરુષ સાધુ છે. પણ આ બુદ્ધ પુરુષને શોધવા ક્યાં? વિનયપત્રિકા કહે છે કે તમારાં પોતાનો પરિચય -જેમાં તમને નિરંતર શાંતિ દેખાય ,જે આત્મવિચારમાં ડૂબેલો છે, પરમાત્મામાં ડૂબેલો છે. પરિસ્થિતિ આવે તેમાં તે સંતુષ્ટ રહે છે ."સંત સંગતિ ચારી દઢ્ કરી" શાંતિ, સંતોષ, બ્રહ્મ વિચારણા , સાધુનું સતત સેવન થતું હોય તે સાધુ પુરુષ બીમારીમાંથી મુક્ત કરે.
એક હરી કથા છે. સતીષ વ્યાસજીએ બિહારના બાબુલજી પરથી લખેલી છે. બે પક્ષી ખપાટ ના પિંજરામાં કેદ હતાં. શિકારીની સાથે રહીને તેની રહન-સહન અને ભાષા તેઓ સારી રીતે સમજી ગયાં હતાં. શિકારી ક્યારે બહાર જાય છે. શું બોલે છે,તેની તેને ખબર હતી. બપોરના સમયે જ્યારે શિકારી બહાર જાય. ત્યારે બંને પક્ષીઓએ બાંધેલી ખપાટના દોરાને તોડીને બહાર નીકળવાનો મનસુબો કર્યો. તેમાં થોડાં અંશે તેઓ સફળ પણ થયાં. જોતજોતામાં સમય નીકળી ગયો. શિકારીને ઘેર પાછાં ફરવાનો સમય થઈ ગયો. એક પક્ષી બીજા પક્ષીને કહે છે.' ચાલ રસ્તો થઈ ગયો છે, નીકળી જઈએ.'પણ એક પક્ષી તેને સમજાવે છે. આપણે આવી છેતરપિંડી ના કરાય.તે પક્ષીમા સાધુતા હતી.જેને નીકળી જવાનો વિચાર આવતો હતો તે અસાધુતા હતી.સાધુ જીવન સમૃદ્ધ કરી અસુખનુ શમન કરે.
  હું ઘણી વખત અગાઉ પણ કહી ચૂક્યો છું કે સૌ સાથે પ્રમાણિક ડીસ્ટન્સ જાળવીએ. જે હું કરી પણ રહ્યો છું. આ સમયમાં આપને અનુકૂળ એની પ્રવૃત્તિ કરતાં રહો.સંગીત,કાવ્ય, સાહિત્ય વાંચન જે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તે કરો. પરંતુ સરકારશ્રીના નિયમો,સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. સાંપ્રત સમયે દાતાઓ સમેત જેમણે પણ પોતાની યથાસંભવ સેવા કરી છે. તે બધા જ શુભેચ્છાના અધિકારી છે સૌને તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સૌનું કલ્યાણ થાય.
જય સીયારામ
તા ૨૮-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

"ઈચ્છા ને પરમાત્મા સામર્થ્ય સાથે જોડો"
સંકલન- તખુભાઈ સાંડસુર
ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનના છઠ્ઠા દિવસે આપ સૌને પ્રણામ્ શ્રીમદ્ ભાગવતના ચોથા અધ્યાયનો એક શ્લોક-મંત્ર છે
"દ્રવ્ય યજ્ઞા,તપો યજ્ઞા,યોગ યજ્ઞાચ્ તથાપરે,
 સ્વાધ્યાય,જ્ઞાનયજ્ઞાયચ્ યતઃ શસંતિય રતાઃ"
અર્થાત્ ભગવદ ગીતાના આ શ્લોકનું ભાષ્ય છે કે પાંચ પ્રકારના યજ્ઞ, કોઈ તેને ચાર પણ કહે છે પણ હું તેને પાંચ પ્રકાર કહીશ. દ્રવ્ય, તપ, યોગ, સ્વાધ્યાય અને પાંચમો જ્ઞાન યજ્ઞ. તિક્ષ્ણ વ્રતો સાથે યતિગણ આ યજ્ઞ કરે છે .આજના સંદર્ભમાં વ્યક્તિગત આંતરરાષ્ટ્રીય, જીવનમાં આ પાંચ યજ્ઞ ચાલી રહ્યાં છે.જે ચાલે છે તેને ગતિ આપો અને જેણે શરૂ નથી કર્યા તે કરે. આવો,આપણે સૌ તેનાથી પરિણામ સુધી પહોંચશુ.
   દ્રવ્ય યજ્ઞ જે સ્થૂળ રૂપમાં ચાલે છે તે સરાહનીય છે. મારાં માટે નહીં બધા માટે છે સ્વાહા કરવા.. વાહ વાહ કરવા નહીં. ધર્મ થી શરૂ કરીને ઉદ્યોગ સુધીના સૌ કોઇ જે જરૂરિયાતમંદ લોકોની સેવામાં જોડાઈ ગયાં છે. એટલું જ નહીં બીજી વિવિધ પ્રકારની સેવાઓ માં જે જોતરાયેલા છે તેમને ખૂબ ખૂબ સાધુઆત.
     બુદ્ધુ પુરુષોના વચનથી બળ મળે છે. વિચાર માત્રથી ન પહોંચી શકાય વિશ્વાસ પણ કરતાં રહીએ. તે આગળ નીકળી જાય પુષ્ટિમાર્ગ કહે છે કે" ભરોસો દઢ્ ચરનન કેરો."વિચાર યાત્રા કરે પણ શ્રદ્ધા ન કરે.શિવ બેસી ગયા તર્ક-વિતર્ક છોડી દીધો તેથી તે મુકામ સુધી પહોંચી ગયાં. સંત દાદુ કહે છે' રામનામ મન નીજ ઔષધિ કોટી કોટી. વિચાર, વિષય, વ્યાધિ વ્યાપે ઉબ રહી કાયા કંચન સાર.'ભીતરની ઔષધી કોટી કોટી વિકારને કાઢી નાખે. દુનિયાના ઘણાં દેશોમાં લોકડાઉનથી તપયજ્ઞ પણ ચાલી રહ્યો છે. રામરાજ્ય આવ્યું ત્યારે પણ રોગ, શોક અને ભયનો નાશ થયો હતો.
       યોગ ત્રીજો યજ્ઞ છે. તેના ત્રણ પ્રકાર છે વિયોગ, સ્થિર -સંયોગનો યોગ અને ત્રીજો ક્ષમતા પ્રમાણેનો ઉપયોગ. આ પ્રકારના સંકટોનું એક કારણ જડનો ઉપયોગ કરવો જોઈએ અને ચૈતન્ય સાથે પ્રેમ કરવો જોઈએ ,પરંતુ આજે તેનાથી ઊલટું થઈ રહ્યું છે. જડ સંસાધન, દ્રવ્ય-ભૌતિક સાધનો વગેરે સાથે મોહ છે.સજીવ વ્યક્તિઓ સાથે નથી.
    જ્ઞાન યજ્ઞ છે. તેથી સાંપ્રત સમય અધ્યયનનો સમય છે .તે પણ એક યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ અને સ્વાધ્યાય બંને એમ તો એક જ છે. પરંતુ તેમાં થોડો ભેદ છે. સ્વ અધ્યયન એટલે સ્વાધ્યાય. જ્યારે જ્ઞાન એટલે એમા માહિતી પણ આવી જાય. કોઈ મુમુક્ષુને પૂછેલું કે ઇન્ફર્મેશન અને નોલેજમાં શું તફાવત મેં જવાબ વાળેલો કે માહિતી એ માર્ગ છે અને જ્ઞાન એ મંઝિલ છે.આમ સ્વાધ્યાય અને જ્ઞાન પણ ચાલી રહ્યું છે. વિનય પત્રિકા કહે છે સૂર્ય પરમાત્માની આંખ છે જ્યારે ચંદ્ર મન છે. તે પરમાત્માથી વિમૂખ થયાં માટે ભટકી રહ્યાં છે. ઈચ્છા અને પરમાત્માનું સામર્થ્ય જો જોડાઈ જાય તો પરિણામ સુધી સરળતાથી પહોંચી શકાય.
    આજની હરિકથા શ્રી શોભિતભાઈ દેસાઇના એક લેખમાંથી મળી છે. એક ભિખારી એક મંદિર પાસે રોજ ઊભો રહેતો. કૃષ્ણ અને અર્જુન તેને મળે છે .અર્જુન તેને ભિક્ષામાં ઘણું બધું દ્રવ્ય આપે છે. ભિખારી રાજી થઈને ઘર તરફ જઈ રહ્યો છે્ ને કોઈ ઠગ એ બધુ લૂંટી જાય છે .ભિખારી પોતાની પત્નીને ઘરે જઈને આ વાત કરે છે. તે તેના માટે શોક ન કરવા જણાવે છે .ફરી ભિક્ષા માટે તે કટીબદ્ધ થઇ પહોંચે છે. બીજા દિવસે ફરી ભીખારીને આવેલો જોઈને અર્જુન તેને એક મોટો હીરો આપે છે,  જે તે પોતાના ઘરે જઈ અવાવરૂં માટલામાં મૂકી દે છે .તેની પત્ની તે માટલું લઈ કૂવામાં પાણી ભરવા જાય છે. ત્યારે હીરો તેમાંથી નીકળીને પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભિખારી ફરી ખૂબ દુઃખી થાય છે.  ફરી પાછો ભીખ માંગવા જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે 'કોઈને આપવાથી પદાર્થ આપી શકાય, પ્રારબ્ધ નહીં. કૃષ્ણ ભગવાન તેને બે પૈસા આપે છે. એક માછીમાર ભિખારીને સામે મળે છે. માછીમારની માછલી છોડી દેવાં માટે ભિખારી તેને બે પૈસા આપી દે છે. માછલી જેવી કૂવામાં નાખવામાં આવે છે એટલે અંદર ગયેલો હીરો બહાર આવે છે.હીરો લઈને જ્યારે તે ઘર તરફ જઈ રહ્યો છે. ત્યારે પેલો ઠગ પોતે પકડાઈ જવાની બીકે તે દ્રવ્ય પણ તેને આપી દે છે. આમ તેને બધું પ્રાપ્ત થાય છે. પણ તે ક્યારે પ્રારબ્ધથી જ.કૃષ્ણ ભગવાન પ્રારબ્ધનું મહત્ત્વ સમજાવે છે. જો બોલે સો હરિ કથા. આજ બસ આટલું જ.
 જય સીયારામ.
તા.૩૦-૩-૨૦





Saturday, March 28, 2020

27-28 march 50 Hari katha moraribapu

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

માની આરાધનાનો આજે બીજો દિવસ અને ૨૧ દિવસિય  અનુષ્ઠાનનો પણ આજે બીજો દિવસ.રાવણના નિર્વૉણ માટે ભગવાન શ્રીરામે 31 બાણ માર્યા હતાં.  ૩૧મુ બાણ જ્યારે તેની નાભીમાં માર્યુ ત્યારે તેનું નિર્વાણ થયું. સાંપ્રત સમયમાં આપણે આ મહામારી માટે 21 બાણ મારવાનાં છે. તે આપણાં અનુષ્ઠાનથી આપણી તેની સામે જીતીશું.
રામાયણ માં કહેવાયું છે
"તપબલ રસઈ પ્રપંચ વિધાતા,તપબલ બીષ્નું સકલ જગ ત્રાતા. તપબલ શંભુ કરહી સુધારા, તપબલ શેષ ધરહી મહીભારા."
માનસકાર બળથી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમ જણાવે છે. બ્રહ્મા નિર્માણનું,પાલનનુ કામ વિષ્ણુ અને નિવૉણનું કામ ભગવાન શિવ કરે છે .પણ તે બધું તપ બળથી. નિર્માણ પાલન અને નિર્માણ બધામાં તપનું ફળ જોઈએ.આરોગ્યની નવી સૃષ્ટિ પેદા કરવી છે. તેથી બ્રહ્માજીએ તપ કરવું પડશે.તપના પ્રભાવથી ત્રણ વસ્તુ આવે. તપના ત્રણ પ્રકાર છે રાજસી તપ, સાત્વિક,તામસી તપ. આજે સાત્વિક તપની જરુર છે. તેનાથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય પ્રમાણિકતાની સૃષ્ટિ ,પ્રમાણિકતાનું પરિપાલન અને પ્રસન્નતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે.
"પ્રસન્ન ચિત્તે પરમાત્મ્દર્શન"
પ્રસન્નતાની બાધા છે કક્ષાથી વધુ અપેક્ષા. એક હરિ કથા છે .બે ભાઈઓ હતાં એક ભાઈ પ્રમાણિક અને બીજો ખૂબ પુરુષાર્થી. તેથી તે ખૂબ આગળ. પુરુષાર્થી ભાઈ પ્રમાણિક ભાઈને સતત મેણાં ટોણાં માર્યા કરે. તેને પ્રમાદી હોવાનું જણાવતો રહે.અને પ્રમાણિક ભાઈ ઈશ્વરને સતત આ વાતની ફરિયાદ કરે. એક દિવસ દેવવાણી થાય. દેવવાણી એ કહ્યું કે "હું તને એક ઘંટી આપું છું તું જેટલી ઘુમાવીશ એટલું તું માંગે તે બધું મળશે. જેટલી ઘંટી ઘુમાવી એટલુ બધુ આ ભાઈને મળવા લાગ્યું. જોતજોતામાં એક રહીશ ખાનદાનમાં તે ગણતરી થવા લાગ્યો. પેલા પુરુષાર્થી ભાઈને તેનો દ્વેષ થયો.તેણે વિચાર્યું આ કંઈ કરતો નથી અને આ બધું આવે છે ક્યાંથી ? એક દિવસ તેણે જોયું તો પ્રમાણિક ભાઈ ઘંટી ઘુમાવતો હતો. અને તેમાંથી તેને બધું મળતું હતું. પુરુષાર્થી ભાઈની મતિ બગડી તેને ઘંટી ચોરી લેવાનું વિચાર્યું .પણ ચોરીને લઈ જવી કેમ ?તેણે વિચાર્યું કે હું તેને સમંદરમાં લઈ જાવ..! એક દિવસ એ ચોરી કરીને નૌકામા ઘંટી લઇ નીકળી પડ્યો. સમુંદરના મધદરિયે બધુ માંગવા માંડ્યો. તેની અપેક્ષા વધતી જ ગઈ ખૂબ જ માગ્યૂ. ખૂબ સંપત્તિ મેળવી પછી બધું ખાધા પીધા પછી તેને થયું હવે મારે મીઠાઈની જરૂર નથી. હું થોડું ખારું મેળવું અને તેણે નમકીન મેળવવા ઘંટી ઘૂમાવી.નમકીન આવવા લાગ્યું. આખી નૌકા નમકીનથી છલકાઈ ગઈ અને આખરે તે ડૂબી ગઈ. આ ઉદાહરણ બતાવે છે કે આપણી અપેક્ષાઓ જ આપણને વિસર્જીત કરે છે. ત્યારથી સાગર ખારો થયો.
 તપથી પ્રમાણિક સ્રૃષ્ટી નિર્મિત થશે.મા જાનકીએ પણ સીમામાં જ વરદાન માંગ્યું હતું.સૌનુ મંગલ થાય.સૌ પ્રસન્ન રહો બાપ..!
જયસીરામ
૨૬-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાન ચતુર્થ દિને આપ સૌને જય સીયારામ. સૂર્યનો તાપ અને તુલસી ઔષધી છે એટલું જ નહીં" ઔષધો જાહ્નવી તોયમ્"ગંગાજળ પણ ઔષધી છે. યોગવશિષ્ઠ રામાયણ કહે છે, કે દારિદ્ર ,મરણ, ભ્રમ ઇત્યાદિ ઘણાં પ્રશમન માટે સાધુસંગ પણ ઔષધી છે. સાધુ એટલે કોણ ?  વ્યક્તિપૂજા કે વેશપૂજાની વાત નથી. પરંતુ ભારતના ઋષિઓએ જે ઔષધિઓ બતાવી તેમાં સાધુ સંગની જે વાત કરી.સાધુ વિચાર છે, સાધુ વિચાર છે, વ્યવહાર છે ,સાધુ કરણીની પૂજા છે. રામાયણ જણાવે છે.
"પ્રથમ ભક્તિ સંતન કરન સંગ
દુસરી રતી મમ કથા પ્રસંગા,
સંત્ સંગતી દુર્લભ સંસારા
નિમિત્તે દંડ એક ભરી બારા."
ભૂરો રંગ વિશાળતા, લાલ રંગ વીરતા,લીલો રંગ સમૃદ્ધિ, પીળો પવિત્રતા ,કાળો ઉદાસીનતા અને સફેદ શાંતિનો રંગ છે. એટલે કે જેનામાં વિશાળતા , અસિમતા ,વીરતા ,આતંર સમૃદ્ધિ, પવિત્રતા ,એકાંત ઉદાસી છતાં પણ શાંતિ એવો વિશ્વમાનવ .જેમાં આ બધું સમાહિત થયેલું છે. "કનક ભુધરા શરિરા" હનુમાનજી માટે કહેવાયું છે ,તેથી તે સાધુ છે. શાંતિ પમાડે ,શાંતિમાં ડૂબેલાં રહે,શાંત સ્વરૂપ હોય એવો કોઈ બુદ્ધપુરુષ સાધુ છે. પણ આ બુદ્ધ પુરુષને શોધવા ક્યાં? વિનયપત્રિકા કહે છે કે તમારાં પોતાનો પરિચય -જેમાં તમને નિરંતર શાંતિ દેખાય ,જે આત્મવિચારમાં ડૂબેલો છે, પરમાત્મામાં ડૂબેલો છે. પરિસ્થિતિ આવે તેમાં તે સંતુષ્ટ રહે છે ."સંત સંગતિ ચારી દઢ્ કરી" શાંતિ, સંતોષ, બ્રહ્મ વિચારણા , સાધુનું સતત સેવન થતું હોય તે સાધુ પુરુષ બીમારીમાંથી મુક્ત કરે.
એક હરી કથા છે. સતીષ વ્યાસજીએ બિહારના બાબુલજી પરથી લખેલી છે. બે પક્ષી ખપાટ ના પિંજરામાં કેદ હતાં. શિકારીની સાથે રહીને તેની રહન-સહન અને ભાષા તેઓ સારી રીતે સમજી ગયાં હતાં. શિકારી ક્યારે બહાર જાય છે. શું બોલે છે,તેની તેને ખબર હતી. બપોરના સમયે જ્યારે શિકારી બહાર જાય. ત્યારે બંને પક્ષીઓએ બાંધેલી ખપાટના દોરાને તોડીને બહાર નીકળવાનો મનસુબો કર્યો. તેમાં થોડાં અંશે તેઓ સફળ પણ થયાં. જોતજોતામાં સમય નીકળી ગયો. શિકારીને ઘેર પાછાં ફરવાનો સમય થઈ ગયો. એક પક્ષી બીજા પક્ષીને કહે છે.' ચાલ રસ્તો થઈ ગયો છે, નીકળી જઈએ.'પણ એક પક્ષી તેને સમજાવે છે. આપણે આવી છેતરપિંડી ના કરાય.તે પક્ષીમા સાધુતા હતી.જેને નીકળી જવાનો વિચાર આવતો હતો તે અસાધુતા હતી.સાધુ જીવન સમૃદ્ધ કરી અસુખનુ શમન કરે.
  હું ઘણી વખત અગાઉ પણ કહી ચૂક્યો છું કે સૌ સાથે પ્રમાણિક ડીસ્ટન્સ જાળવીએ. જે હું કરી પણ રહ્યો છું. આ સમયમાં આપને અનુકૂળ એની પ્રવૃત્તિ કરતાં રહો.સંગીત,કાવ્ય, સાહિત્ય વાંચન જે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તે કરો. પરંતુ સરકારશ્રીના નિયમો,સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. સાંપ્રત સમયે દાતાઓ સમેત જેમણે પણ પોતાની યથાસંભવ સેવા કરી છે. તે બધા જ શુભેચ્છાના અધિકારી છે સૌને તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સૌનું કલ્યાણ થાય.
જય સીયારામ
તા ૨૮-૩-૨૦


Ta 25-26 march 20 harikatha

"હરિકથા" પુ. મોરારીબાપુના શ્રી મુખેથી

 સંકલન -  તખુભાઈ સાંડસુર

આપણાં પ્રધાનમંત્રીશ્રીએ આપેલું ૨૧ દિવસનું લોકડાઉન એક અનુષ્ઠાન છે. પૂરી પ્રમાણિકતાથી તેમાં આપણે સહયોગ કરીએ.અરણ્યકાંડ કહે છે
" ધીરજ ધર્મ મિત્ર અરુ નારી
આપાતકાલ પરીખે ઈ ચારી "
અનસુયા માતાનું આ કથન આપદ્ કાળમાં ખૂબ સાર્થક છે .આપદ્દ્કાળ ચાલી રહ્યો છે. રાષ્ટ્ર અને વિશ્વ સામે એક મહા સંકટ ઊભું થયું છે. રામચરિતમાનસ ઉપર સંવાદ કરીએ. હું આપને નિવેદન કરવું કરું છું કે "ડરવું નહીં પણ ગંભીરતાથી ધૈર્ય રાખી પરમતત્વમાં ભરોસો રાખીએ.ભીતરથી ઉદભવેલું ધૈર્ય એટલે સત્ય પ્રેમ અને કરૂણાં આ ત્રણની કસોટી પણ મુશ્કેલ સમયમાં થાય છે.
સૌથી મોટો મિત્ર પરમાત્મા છે અર્જુનની સાથે સખ્ય કર્યું હોય તો આપણી સાથે પણ કેમ ન કરે ? જો આપણાંમાં અર્જુન હોય.! તો તે યથા માત્રા તથા સંભવ હોવું ઘટે.પરમાત્મા સુખમાં પણ છે અને દુઃખમા પણ સાથે છે. વિપત્તિ આવે ત્યારે આપણે એ પણ સમજવું, માનવું ભગવાન કૃષ્ણ આપણી સાથે છે. આ સત્યને કેટલું નિભાવી શકીએ છીએ તેની આજે કસોટી છે.
માતૃશક્તિ માત્ર શરીરથી નહીં પણ આપણી અંદર રહેલી ઉર્જા "યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, દયા રૂપેણ સંસ્થિતા, હું તો એમ કહું અહિંસા રૂપેણ સંસ્થિતા 'સત્ય પ્રેમ અને કરુણા વાળા ધીરજની કસોટી છે. ત્યારે આપણે આપણી ઊર્જામાં અને તેની આરાધનામાં ખરા ઉતરીએ.
તમારી સાથે યથા સંભવ ગુરુકૃપાથી સંવાદ કરવો છે. એક ગુરુ હતાં તેમને એક શિષ્ય હતો એક બીજા શિષ્યને તે પ્રથમ શિષ્યે પૂછ્યું કે તને તારાં ગુરુજીએ સાધનાનો કયો માર્ગ બતાવ્યો? ત્યારે શિષ્ય જવાબ આપે છે .' મને ગુરુજી  સૌ પ્રથમ એક કુવામાં ઊતરવા કહ્યું અને પછી મને તેમાં નિસરણી નાખીને બહાર નીકળવા જણાવ્યું. હું બહાર આવી ગયો. એક મહિનો ચાલ્યા પછી બીજો મહિનો આવ્યો. પછી તેમણે મને ફરી કુવામાં ઉતારીને એક ગાંઠ વાળો રસ્સો આપ્યો. હું સફળતાપૂર્વકએ ગાંઠવાળા રસ્સાથી કૂવામાંથી બહાર આવ્યો. ત્રીજા મહિને કૂવામાંથી બહાર નીકળવા મને ગાંઠ વગરનો રસ્સો આપવામાં આવ્યો. તે પરીક્ષામાં પણ હું સફળ રહ્યો .ચોથા મહિને મને કોઈ રસ્સો કે નિસરણી આપવામાં ન આવી તો પણ હું સફળ રીતે કૂવામાંથી બહાર નીકળી આવ્યો. અને છેલ્લે જ્યારે ગુરુજીએ કહ્યું હવે તું કૂવામાં ઉત્તર અને બહાર નીકળી આવ તો મેં કહ્યું કે કૂવો જ  ક્યાં છે. એમ કોઈપણ સાધના- આરાધના મુશ્કેલીઓને આપત્તિઓને આસન બનાવવાનું અને ધૈર્ય રાખવાનું શીખવે છે. આજે આ સંકટની સીડીમાંથી વિવિધ પ્રકારની ગ્રંથિઓ વાળી રસ્સી છોડીને આપણે બહાર આવીએ.તેવી શ્રદ્ધા છે .
'તેન પરહી ભવ કુપ'
સંયમની બહુ જરૂર છે. તે આપણને સારી રીતે પ્રાપ્ત થાય. આ નવરાત્રિમાં આપણે  નીજ થી નિખિલ સુધી અને પીંડ થી બ્રહ્માંડ સુધી આપોઆપ બહાર આવીએ. જે બોલીએ તે બધી હરિ કથા છે .આપ સૌ પ્રસન્ન રહો, હસતાં રહો કારણ કે આપણે હિન્દુસ્તાનમાં છીએ." સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા" જયસિયારામ
તા ૨૫-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

અધિક અપેક્ષા આપણને વિસર્જીત કરે..
લે.મોરારિબાપુ
આજની કથામાં વાત તરફ લક્ષ આપવું જોઈએ. વ્યાસ અને દ્રુપદજી નો સંવાદ છે. તેમાં વ્યાસજી એ કહ્યું "જીવન વિશાળ જ્ઞાન માટે પર્યાપ્ત છે. તેથી ત્રૃષ્ણા એ સંયમિત હોવી જૉઇએ.ક્રૃષ્ણ તારું નામ તૃષ્ણા હોવું જોઈએ.જો તૃષ્ણાની સીમા નહોય તો જીવન ખારું થઈ જાય.

                માની આરાધનાનો આજે બીજો દિવસ અને ૨૧ દિવસિય  અનુષ્ઠાનનો પણ આજે બીજો દિવસ.રાવણના નિર્વૉણ માટે ભગવાન શ્રીરામે 31 બાણ માર્યા હતાં.  ૩૧મુ બાણ જ્યારે તેની નાભીમાં માર્યુ ત્યારે તેનું નિર્વાણ થયું. સાંપ્રત સમયમાં આપણે આ મહામારી માટે 21 બાણ મારવાનાં છે. તે આપણાં અનુષ્ઠાનથી આપણી તેની સામે જીતીશું.
રામાયણ માં કહેવાયું છે
"તપબલ રસઈ પ્રપંચ વિધાતા,તપબલ બીષ્નું સકલ જગ ત્રાતા. તપબલ શંભુ કરહી સુધારા, તપબલ શેષ ધરહી મહીભારા."
માનસકાર બળથી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમ જણાવે છે. બ્રહ્મા નિર્માણનું,પાલનનુ કામ વિષ્ણુ અને નિવૉણનું કામ ભગવાન શિવ કરે છે .પણ તે બધું તપ બળથી. નિર્માણ પાલન અને નિર્માણ બધામાં તપનું ફળ જોઈએ.આરોગ્યની નવી સૃષ્ટિ પેદા કરવી છે. તેથી બ્રહ્માજીએ તપ કરવું પડશે.તપના પ્રભાવથી ત્રણ વસ્તુ આવે. તપના ત્રણ પ્રકાર છે રાજસી તપ, સાત્વિક,તામસી તપ. આજે સાત્વિક તપની જરુર છે. તેનાથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય પ્રમાણિકતાની સૃષ્ટિ ,પ્રમાણિકતાનું પરિપાલન અને પ્રસન્નતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે.
"પ્રસન્ન ચિત્તે પરમાત્મ્દર્શન"
પ્રસન્નતાની બાધા છે કક્ષાથી વધુ અપેક્ષા. એક હરિ કથા છે .બે ભાઈઓ હતાં એક ભાઈ પ્રમાણિક અને બીજો ખૂબ પુરુષાર્થી. તેથી તે ખૂબ આગળ. પુરુષાર્થી ભાઈ પ્રમાણિક ભાઈને સતત મેણાં ટોણાં માર્યા કરે. તેને પ્રમાદી હોવાનું જણાવતો રહે.અને પ્રમાણિક ભાઈ ઈશ્વરને સતત આ વાતની ફરિયાદ કરે. એક દિવસ દેવવાણી થાય. દેવવાણી એ કહ્યું કે "હું તને એક ઘંટી આપું છું તું જેટલી ઘુમાવીશ એટલું તું માંગે તે બધું મળશે. જેટલી ઘંટી ઘુમાવી એટલુ બધુ આ ભાઈને મળવા લાગ્યું. જોતજોતામાં એક રહીશ ખાનદાનમાં તે ગણતરી થવા લાગ્યો. પેલા પુરુષાર્થી ભાઈને તેનો દ્વેષ થયો.તેણે વિચાર્યું આ કંઈ કરતો નથી અને આ બધું આવે છે ક્યાંથી ? એક દિવસ તેણે જોયું તો પ્રમાણિક ભાઈ ઘંટી ઘુમાવતો હતો. અને તેમાંથી તેને બધું મળતું હતું. પુરુષાર્થી ભાઈની મતિ બગડી તેને ઘંટી ચોરી લેવાનું વિચાર્યું .પણ ચોરીને લઈ જવી કેમ ?તેણે વિચાર્યું કે હું તેને સમંદરમાં લઈ જાવ..! એક દિવસ એ ચોરી કરીને નૌકામા ઘંટી લઇ નીકળી પડ્યો. સમુંદરના મધદરિયે બધુ માંગવા માંડ્યો. તેની અપેક્ષા વધતી જ ગઈ ખૂબ જ માગ્યૂ. ખૂબ સંપત્તિ મેળવી પછી બધું ખાધા પીધા પછી તેને થયું હવે મારે મીઠાઈની જરૂર નથી. હું થોડું ખારું મેળવું અને તેણે નમકીન મેળવવા ઘંટી ઘૂમાવી.નમકીન આવવા લાગ્યું. આખી નૌકા નમકીનથી છલકાઈ ગઈ અને આખરે તે ડૂબી ગઈ. આ ઉદાહરણ બતાવે છે કે આપણી અપેક્ષાઓ જ આપણને વિસર્જીત કરે છે. ત્યારથી સાગર ખારો થયો.
 તપથી પ્રમાણિક સ્રૃષ્ટી નિર્મિત થશે.મા જાનકીએ પણ સીમામાં જ વરદાન માંગ્યું હતું.સૌનુ મંગલ થાય.સૌ પ્રસન્ન રહો બાપ..!
જયસીરામ
સંકલન- તખુભાઈ સાંડસુર

Wednesday, March 25, 2020

Aveg article

આવેગો આશિર્વાદ
- તખુભાઈ સાંડસુર
આવેગ શબ્દને મર્યાદિત રેખાઓમાં અંકિત કરીને વાયરસ ફેલાવાની છૂટ નથી. આવેગ એટલે શરીરની અનુભૂતિઓનું પરિણામ. તમારા મન પર થી પસાર થનારી ઘટના કે વિચારથી થતાં શારીરિક પરિવર્તનને આપણે આવેગ ગણીએ.હસવું, રડવું, નાચવું, કુદવું, ગમગીન થવું આ બધુંજ તે વર્તુળમાં મૂકી શકાય. તેના આત્યંતિક સ્વરૂપોને વળી નવા પરિવેશમાં ગોઠવી શકાય. જેમ કે બેફામ રડવું એટલે આક્રંદ, અસ્ખલિત અને અડાબીડ હાસ્ય એટલે અટહાસ્ય વગેરે, વગેરે. માત્ર અનુભૂતિ બધાં પ્રાણીઓમાં માનવ ને જ બક્ષવામાં આવી છે. તેથી તેનો યત્કિંચિત પ્રયોગ જીવનનો એક ભાગ રસમ માનવામાં આવે છે. બદલાયેલી જીવનશૈલીએ ઘણું કરવા જેવું ભુલાયું અને જાપલી બંધ કરવા જેવી વાતમાં મેદાન મોકળા કર્યા છે. આપણાં શરીરમાં ઉભી થતી આનંદ, દુઃખ,ગ્લાનિ વગેરે અનુભૂતિઓ હાસ્ય, રડારોળ અને ગમગીની લઈને આવે છે.જ્યારે જેની જરૂર છે ત્યારે તેનો ઉપયોગ જો પૂરતી માત્રામાં ન થાય તો તેના જવાબો સો ટચ મળતાં નથી.
      જીવનના સંતુલિત ક્રમને જાળવી રાખવાં આ અંકુરોને મુર્છિત કરી શકાય નહીં.તેને રોકી રાખવા તે પણ એક સાપેક્ષ હિંસા જ ગણાય.તેનો ભોગ શરીર અને મન બંને બનતું હોય છે. તમારી એવી કોઈપણ જાણી કે પિછાણી બાબતોના દુઃખદ દ્રશ્ય માટે નેત્રો પાછળ ગોઠવેલા ખારાં સમુદ્રને ઉલેચી જ નાખો. ભાવનાત્મક લાગણીને કોશવાથી મનોજગતની રંગોળીઓ ફેલાઈ જવા પૂરી શક્યતા છે.એમ પણ રડવું કોઈ સામાજિક દ્રોહ નથી માટે ઉદાહરણ તરીકે રડવાની ઘટનાને જીવનની આવશ્યકતા સાથે જોડાયેલી માનવામાં આવે છે. મોટાભાગના ને ખબર છે કે બાળકના જન્મ સાથે જ જો તે રડે નહીં તો તે સામાન્ય નથી તેમ તબીબો માને છે. તેથી રડવું અને માનવ હોવું એક સિક્કાની બે બાજુ છે.હા, તમે કોઈ પ્રતિષ્ઠાને કારણે તેને જાહેર અભિવ્યક્તિ તરીકે ન મૂકી શકો તો પણ તેનાથી સંપૂર્ણ પરહેજ કરી શકાય તેમ નથી. માનવ ને વળી ઈશ્વરગત અનુભૂતિઓ માટે ઘૂમટો શા માટે તાણવો..?રામાયણ કે મહાભારત ની કરુણાંતિકાને પ્રસ્તુત કરતાં ઘણાં કથાવાચકો એવા છે કે જેઓ રીતસર તારતાર થઇને બીખરાઈ ગયાં હોય, ત્યારે ત્યાં સરસ્વતીની સ્થાપના થાય છે. આંસુ એ સત્યનું સહોદર છે તેથી જ્યાં એકબીજાનો સંગાથ હોય ત્યાં છળ અને જૂઠાણાં માટે જગ્યા બચતી નથી.તમે જ્યારે રડી લો છો ત્યારે તમે હળવાં થઈ,ક્ષણને જીવી જાણી છે તેમ નક્કી થાય.
       આનંદનું માપન હાસ્યનો હેલ્લારો છે. રમતાં રમતાં જીવી જાણવું એટલે હાસ્ય.મૃત્યુની સમીપે પહોંચી ગયા પછી પણ ભય નામે કોઈ આંખો તેને ડરાવી ન શકે. તમે છો ને તાડ જેટલી ઊંચાઈનો યશ પ્રાપ્ત કર્યો હોય જો તમે બાળકની જેમ જ ખિલખિલાટ કરી શકો તો સમજો તમારું સ્થાયીકરણ ખૂબ મોટું છે. શરીર સમાજ અને સંબંધોને કોરાણે કરીને હસવાની મજા લઈ લો.બધું ખોઈ દીધા છતાં જો તમારા હોઠનું હાસ્ય અકબંધ છે તો સમજો કે તમે સારા થી શ્રેષ્ઠ નું પ્રમોશન મેળવી લીધું છે. સાંપ્રત હાલતમાં મનોરોગીઓની સંખ્યાનો ગ્રાફ પશ્ચિમી દેશોના પ્રમાણમાં વધુ છે. ભારતના 20 ટકા ગરીબો પૈકીના 5 ટકા એવા છે જેનું કોઈ નથી ત્યાં છે તેની પાસે સમય. જ્યારે તમારી પાસે સમગ્ર તત્વ હતું અને તેની આભાસી હાજરીની સમજણ તમે કેળવી શકતા નથી તો સમજીએ કે ગમગીની તેના શરીરમાં સ્ટેથોસ્કોપ મૂકવાથી પણ મળી શકશે નહીં.ચલતે ચલતે ફીલ્મના ગીતના શબ્દો સ્પર્શી જાય છે.
"રોતે હસતે બસ યુ હી તુમ ગુનગુનાતે રહેના"

Sunday, March 15, 2020

સંબંધ લેખ

સબંધો : સમયની ચોખટે
-  તખુભાઈ સાંડસુર
સંબંધ એટલે આંતરમનનુ આવિષ્કરણ. ત્યાં વિચાર નહિ વિહાર હોય.બુધ્ધિની હાજરી નહીં દલડાનો નામે ધોધ હોય..! સરવાળા બાદબાકી થાય તો સમજ કેળવવી કે કંઈક ખૂટે છે,પણ હોળીમાં કુદી પડવાની દઢ્ઢતાનું પ્રાગટ્ય કોર કાઢે તમે તેના આદર્શ સ્વરૂપના એવરેસ્ટ પર છો. મન જો આઘેરુક જઈને પાછું વળે તો હજી અધૂરપ છે, પરંતુ ભૂખ, તરસ અને શ્ર્વાસનો ખ્યાલ ગુબ્બારો થઈને ઊડી જાય,જો તમે સહરાના રણમાં પણ હડેડાટ હડીયું કાઢતાં રહો તો સંબંધની વ્યાખ્યા સાર્થક થઈ છે એમ જાણવું. અપેક્ષાથી આકારિત થયેલી સંબંધોની લાલાયિત કુમાશ ચિરંજીવ નથી. સ્વાર્થની પુષ્ટિ પછી તે સંબંધ છળમાં ફેરવાઈ જાય છે.છળ અને સંબંધ એક જ બાજોઠે બેસીને ભોજનનો રસાસ્વાદ ન માણી શકે !
            સમયની 'ટીક ટીકે' વ્યક્તિની સમજને વિશાળતા બક્ષીને સંબંધો પર હારાકીરી કરી છે. આજે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટેનું કર્તવ્ય પોતાના માપદંડોમાં બદલાયું. સાધનોનો વધારો કર્યો પણ સાધનાનો દુકાળ પડ્યો. તાજેતરમાં યુ.એસ.થી આવેલાં ઍક્ શ્રેષ્ઠીએ પોતાની જીવનની કિતાબ ખોલતાં દહેશત વ્યક્ત કરી." મેં ભલે મારા સમગ્ર જીવનને મારા પુત્ર માટે ઘસી નાખ્યું,પણ મારાં પત્નીના દેહવિલય પછી મારી જગ્યા "સિનિયર સિટીઝન હોમ"માં જ હશે."તે બતાવે છે કે' પિતૃ દેવો ભવ' ભોં માં ભંડારાય ગયું છે. સંબંધ સાથે સાંસ્કૃતિક વિરાસત પણ ધરાશયી થઇ. જીવનની ઘટમાળ સંબંધોને એરણે ચડાવે છે. તાવડી ટેકો લઈ જાય તેદી કોણ તમારી ડેલી ખખડાવીને કહે "મૈ હું ના !" સુખમાં આગળ રહેનારાઓ આપત્તિમાં અલોપ થઈ જાય છે.ફેસબુકિયા,વોટસેપિયા મનરંજન છે પણ રજમાત્ર આપણાં નથી. સ્મરણ કરો ભાવનગરના મહારાજ સાથે જોગીદાસ ખુમાણના બહારવટાનુ.  મહારાજા સાહેબના પિતાના 'ગામતરા'ટાણે જોગીદાસ તેના આગંણે ઉભા રહે,તે વાત સાબિત કરે છે કે તે મહારાજા સામે વેર હતું ઝેર ન હતું. ઉર્દૂ કવિ નીદા ફાજલીનો એક શેર કહે છે.
 "દુશ્મની લાખ સહી ખત્મ ન કીજે રિસ્તા
   દિલ ન મીલે યા ન મીલે હાથ મીલાતે રહીએ "
ખાનદાની ઇતિહાસ વગાડીને કહે છે.
        સબંધોને ત્રણ ખાનામાં ગોઠવી શકાય, અતલ,અર્ધતલ અને આભાસી.સ્વાર્પણ,ફનાગીરી હોય તે અતલ જેની ઉંડાઈ માપી ન શકાય.અર્ધતલમા બહુ વધારે સ્નેહાદરની આશા ન હોય એટલે કે સમત્વ અને આભાસી એટલે આપણે માનતા હોઈએ તેમ ન પણ હોય..! દુઃખદ ફેસબુક પોસ્ટમાં 'સેડ ઈમોજી 'મુકવાની તસ્દી ન લે તે બધા આવા મહાપુરુષો ગણાય ! આજે ટોળું થોડું મોટું થતું જાય છે.સૌરાષ્ટ્રના કાઠી દરબારોની એક પ્રથા આખા જગતે નોંધવા જેવી છે. કાઠી કોઈને ત્યાં લગ્ન પ્રસંગે ભલે ન પહોંચ્યાં હોય પણ એવું ભાગ્યે જ બને કે જેની સાથે નાતો હોય ત્યાં કોઈનું ગામતરુ થયું.બસ,એ આવીને ઉભાજ હોય.તેથી આ જ્ઞાતિમાં એકબીજા વચ્ચે સારાં પ્રસંગનો વહેવાર નથી, પણ માઠું ટાણું સાચવવું જ પડે. જે આપદટાણુના ઓળખે તેને આપણાં કોન્ટેક્ટ લિસ્ટમાંથી ઈમીજીયેટ ડીલીટ કરવો જોઈએ. વધી રહેલું 'એદીપણુ'પણ સૌને એક કોચલામાં જીવવા લાચાર કરે છે.
      જીવનની કેડીના વળાંકે અવનવું મળતું રહે. કંટકોથી સરકીને નહીં પણ સાફ કરીને સુખ સમજીએ. પ્રસન્નતા એક 'પોરહ' છે. તે જેટલો લઈએ એટલી ચિરતા પામી શકાય. એકાંત એકાગ્રતા અને અનુભવનો નિચોડ શ્રેષ્ઠતાના ઓશિંગણ બને છે.કોઈનો હાથ પકડી રાખવાથી તેની સ્વતંત્રતાને ઘા વાગશે.પરંતુ તેના હાથમાં તમારો હાથ આપશો તો તેને છોડી દેવાની પણ આઝાદી અને પકડી રાખવાનો અ
અંહકાર પ્રાપ્ત થશે. એમ કરીને પણ તેને તમે પ્રસન્નતા આપી શકશો. દુઃખી દિન ઓસરે તો કુમળાં સૂર્યકિરણો જરૂર નવા દિવસોને નોંતરે. મંગલ ઈચ્છીએ તો જરૂર સર્વત્ર મંગલ ધ્વનિ ગુંજે છે.તે આપણાં કાન સુધી પણ પહોંચે. નિરંજન ભગતની એ કવિતાના શબ્દો ખૂબ માર્મિક છે.
 "કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ આપણો ઘડીક સંગ
 ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળાં વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા, તો કેમ કરીને ય કાળ ભૂલે ના એમ ભમીશુ ભેળાં
 હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશુ હેતની ગંગ !
રે ભાઈ આપણો ઘડીક સંગ."

Wednesday, February 26, 2020

ટ્રંપ વિઝીટ: પ્લસ-માઇનસ પૃથ્થકરણ
    -   તખુભાઈ સાંડસુર
કોઈ બે રાષ્ટ્રોના મેળાપીપણાનું માધ્યમ બને છે, એકબીજાના નેતૃત્વની આવન-જાવન અને ઘનિષ્ટતા .કોઈ દેશના વડા ભારતમાં આવે ત્યારે રખેને આવો મેગા શો જેને ઘણા 'રિસેપ્શન ઇવેન્ટ 'તરીકે ઓળખે છે તેવું લાંબુ કર્યાનો દાખલો લગભગ ભારતીય વિદેશ નીતિના ઇતિહાસમાં નોંધાયો નહીં હોય..!!!? કોઈ આવે ..દિલ્હીમાં મંત્રણા  કરે, ડિપ્લોમસી ડિગ્નિટિ સાથે થાય અને વાર્તા પૂરી થાય. ઘણાં પ્રસંગો એવા થાય છે કે કોઈ નાના દેશના વડા વાણિજ્ય કે વિદેશ મંત્રી ની વિઝીટને દિલ્હી સિવાયના અખબારોએ એક કોલમની જગ્યા પણ ફાળવી ન હોય. પણ અહીંયા તો આખું લશ્કર ટ્રમ્પની પાછળ દોડતું હતું. એરપોર્ટ, રોડ અને મોટેરા.. ત્યાંથી તાજમહેલ, હૈદરાબાદ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર માધ્યમોને મસાલેદાર રહી. પરંતુ ભારતને શું પ્લસ-માઇનસ થયું તે વાત પણ માઈક્રોસ્કોપ મૂકવી જોઇએ.
             ટ્રમ્પના ભાષણનો પહેલો ભાગ 20% મોદીજી માટે, ૩૫ ટકા ભારતની હિસ્ટ્રી -હેરિટેજ માટે, થોડું ઘણું ઈન્ડો-અમેરિકન કલ્ચરના ભાગે. 10% ભારતની પોલીસી અને પડકારો માટે લાભદાયી ગણી શકાય. ટ્રમ્પ- મોદીની દોસ્તી એકમેકને પૂરક છે, કારણ કે આગામી ચૂંટણીમાં ટ્રમ્પ અમેરિકન ઇલેક્શન કન્ટેસ્ટ કરવાના છે. ત્યારે ત્યાંના ૩૦ લાખથી વધુ ભારતીય મતદારો અને 'વીકટરી સાઈન' માટે શુકન બની શકે તેમ છે. ભારતીય અર્થતંત્રની ડામાડોળ હાલતથી એક મહાસત્તાના વિવિધ ફંડોથી ઉગારી શકે તે મોદી ની જરૂરિયાત છે. આમ તેઓ અનોન્ય એકબીજા માટે સરવાળા બને એવું કહેવાય.
     ટ્રમ્પનુ વ્યક્તિત્વ કહેતું હતું કે ભારતના ઉમળકાથી તે ખૂબ રાજી થયાં છે. મોટેરા ભાષણમાં મોદી અને ભારતના નામનો વારંવાર ઉલ્લેખ કરી પોતાની મુલાકાત અર્થપૂર્ણ છે તેવો સંકેત આપ્યો. ભારતની આંતરિક બાબતોમાં તેણે ટાંગો અડાડવાનું મુનાસિબ માન્યું નથી. પરંતુ તેણે ભારત સાથેના અમેરિકી સંબંધો વધુ ઊંચાઇ પર લઇ જવા ખાતરી પણ આપી. તે આવકારદાયક ગણાય. મોટેરા અને હૈદરાબાદ હાઉસમાં ઈસ્લામિક આતંકવાદનો ઉલ્લેખ કરીને કાશ્મીરમાં પ્રવૃત્ત ટેરર એજન્સીઓ અને ઇરાન સહિતના દેશોમાં દુનિયાને ભયભીત કરનારા ઈસ્લામિક સંગઠનોને સ્પષ્ટ ચેતવણી આપી, કોઇ પણ ભોગે તેને કચડી નાંખવા ઇચ્છાશક્તિ જાહેર કરી. ભારત-પાક.ના સંબંધોને અનુલક્ષીને પરોક્ષ રીતે તેણે જણાવ્યું કે પાકિસ્તાન તમારી કોઈપણ માનવતા વિરોધી પ્રવૃત્તિને યુ.એસ. ટેકો આપી શકે નહીં. ભારતને તેની આંતરિક સુરક્ષા બાબતે સ્વતંત્ર હોવાનો મત વ્યક્ત કરીને તેનું આ વિધાન ભારતના અત્યાર સુધીના પાક. સામેના અથવા કાશ્મીરમાં લેવાયેલા નિર્ણયોને સમર્થન આપનાર ગણી શકાય. મોદી-ટ્રમ્પ સંબંધોની મજબૂતાઈથી ભારતને ટેકનોલોજી, દવાઓ, સંરક્ષણ, સર્વિસ સેકટરની બાબતોમાં ટેકો મળવા સંભાવના છે. ભારતના લગભગ ૩૦ લાખથી વધુ લોકો જે અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. તેના હિતોના રક્ષણની તથા ૧૦ લાખથી આસપાસ એવા લોકો જે નાગરિકતાની પ્રતીક્ષા માટે તેના હિતોને પણ વધુ બળ મળે તેવી શ્રદ્ધા ઊભી થઈ છે. તેનાથી મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તાકતવર નેતા તરીકે ઉભરી આવવાની એક ઉમદા તક પણ પ્રાપ્ત થઈ. 300 કરોડ ડોલરના સંરક્ષણ સોદાથી ભારતનું સુરક્ષાકવચ વધુ અસરકારક બને છે. તેનાથી એક એવો સંદેશ પણ વિશ્વને જશે કે ભારતને લશ્કરી તાકાતથી પણ તમે માપી ન શકો, ચકાસી ન શકો છો. એમ પણ મેસેજ ગયો  જરા વિચારજો. આ ડિફેન્સ ડીલથી ભારતીય સૈન્યમાંના મનોબળમાં સરવાળો થશે.પાક તથા ચીન જેવા દેશો જે આપણી સરહદોની સમસ્યાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકીને ખાંડા ખખડાવવાની વેતરણમાં હતાં. તેને 'રુક જાવ 'નો સંદેશો મળી ગયો છે. આ બધી બાબતોને ભારતના પ્લસ પ્લેસમાં રાખવી પડશે.
      ભારતને મુંબઈ, દિલ્હી સિવાયની વધુ એલચી કચેરી મળવાની જે આશાઓ હતી તે ફળીભૂત થઈ નથી. અમેરિકન વિઝા પોલીસી વધુ સરળ બનાવીને ભારતના યુવા વર્ગને વધુ પ્રમાણમાં તક મળવાની અપેક્ષા છે પણ આવી કોઈ જાહેરાત સામે આવી નથી હ.અમેરિકન નાગરિક તેની પ્રતીક્ષામાં સ્થાયી થયેલાં લોકોના એક કાયમી ઉચાટ છે કે ટ્રમ્પ હવે નાગરીકતા આપશે કે કેમ તેના કોઈ નવીન વાત સામે આવી નથી .સને 2016માં ટ્રમ્પના આગમન પછી અમેરિકાએ તેની વિઝાનીતિ વધુ અસરદાર બનાવી છે ,જેથી ભારતમાંથી ત્યાં જવા ઈચ્છનારા હજારો લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે.ભારતનુ અર્થતંત્ર કટોકટીની સ્થિતિમાં છે. રાષ્ટ્રીય ઉત્પાદન આંક અસાધારણ રીતે ઘટી રહ્યો છે .દરેક ક્વાર્ટરમાં એના આંકડાઓએ છેલ્લાં ઘણાં સમયથી ઘટ જ બતાવી છે. તેમાં નવો સંચાર કરવાનો કોઈ નવા પ્રોજેક્ટ માટે નાણાં મળવાની અપેક્ષા ફળીભૂત થઈ નથી. ભારતીય સોશિયલ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમગ્ર ખર્ચ પર અનેક સવાલો ઉભા કર્યા છે. એટલું જ નહીં મોદી વિરોધી ખેમાએ ડોનાલ્ડની રસિકતાને ધ્યાને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ કીરકિરી કરી છે. ભારત જેવા દેશોને બિન ઉત્પાદક એવી 21,000 કરોડ રૂપિયા જેવી રકમ ડિફેન્સને ફાળવવી તે તેની યોગ્યતા પર આશ્ચર્ય થયેલું જણાયી છે...!!!?
તો પણ એક મહાસત્તા પાસેથી ભારતને મળેલું અભૂતપૂર્વ સન્માન ઓછું આંકી શકાય નહીં તે માટે મોદીને બે લાઈક આપવી પડશે.