મોરારીબાપુ: બ્રહ્મત્વનો બ્રહ્માંડી તેજપુંજ
-- તખુભાઈ સાંડસુર
(મોરારીબાપુની જન્મતિથી મહાશિવરાત્રી એ તેમના જીવનની વણકહી વાતોની ભાવવંદના)
રામકથા માંસપેશીઓમાં ઉતરી ગઈ છે .તેવા સંતત્વના શિખર મોરારી બાપુનો જન્મ સરકારી નોંધણીમાં 25 -9 -1946 ભલે હોય. પરંતુ તે વાસ્તવમાં તિથી અનુસાર મહા વદ ચૌદશ સવંત 2002 મહાશિવરાત્રીનો પાવન દિવસ છે હિંદુ ધર્મ મહાશિવરાત્રીને મહાત્યાગી મહાદેવના પાતાળમાંથી આગમન તરીકે જાણે છે ત્યારે તે જ દિવસે વીશમાં શતકના માનવ ઉત્થાનના મંગલ અવતરણ તરીકે મહાવિભૂતિ મોરારી બાપુનો પરિચય કરે છે.
માનસની ચોપાઇઓ ૧૪ વર્ષની ઉંમરથી બાપુની જીવની બની ગઈ .આપના દાદા પૂજ્ય ત્રિભુવનદાસ બાપુ ના પ્રેમાળ અનુગ્રહથી રામનામ મંગલગાન થી મિમાસા સુધીનો પંથ સરળતાથી ,સહજતાથી ક્યારે કપાઈ ગયો, તેનો ખ્યાલ જ ન રહ્યો .સને 1960ની પૈત્રિક ગામ તલગાજરડા ની પહેલી માસ પારાયણથી 824 મી અમદાવાદની માનસ નવજીવન યાત્રામાં નવોન્મેષી આયામો સર થઈ અગણિતોના નવજીવન બક્ષવામાં આપનું યોગદાન અમૂલ્ય છે.
કથા સ્થાને વ્યાસપીઠ પાછળ શ્રી હનુમાનજી સ્થાપિત હોય વ્યાસપીઠ ની રચના એવી કે શ્રી હનુમાનજીની ગોદમાં મોરારીબાપુ બિરાજીત હોય તેમ લાગે. તેઓ કથાગાન કરવાનો ઉમળકો અંતિમ શ્વાસ સુધી હોવાનું જણાવી ચૂક્યા છો .કથા હંમેશા શનિવારથી આરંભાઈ , રવિવારે વિરામ પામે .કવચિત જ તેમાં અપવાદ હોય. કથા સમયમાં સ્થળ ,ઋતુ અનુસાર લચીલાપણું હોય. પરંતુ વ્યાસ પીઠક્યારેય સમાપ્તિ સુધી છોડવાની નહીં. સવારથી બપોર સુધીમાં ખાનપાન નો સંપૂર્ણ ત્યાગ તેને એક સાધના તરીકે જોઈ શકાય.વિશ્વભરમાં યોજાઈ રહેલી આપની એક એક કથા નવેયરસોમા રમતી, રંગદોળાતી દર્શિત થાય છે. સીધુ પ્રસારણ આસ્થા ચેનલ માં થાય તેથી આપ સમયપાલનના ચુસ્ત આગ્રહી રહ્યા છો .સામાજિક ,ધાર્મિક સમારોહમાં પણ બાપુ ઘડિયાળના કાંટા થી જરાય આઘાપાછા થતા નથી. કથાના વિરામ પછી બાપુ સીધી તલગાજરડા ની વાટ પકડે. ભલેને યુએસની ૧૮ કલાકની મુસાફરી હોય અને પછી પુનઃ યૂરોપના દેશોમાં જવાનું હોય તો પણ તલગાજરડા આવીને પછી જ જવાનું કહ્યું.ક્યાય રોકાણ નહીં .કથા થકી શિક્ષણ ,આરોગ્ય, રાષ્ટ્ર કલ્યાણ ,ધર્મ ,કુદરતી આફતો વગેરે વિષયોને કેન્દ્રિત કરીને અબજોની વિતજા સેવા કરી છે.તો પણ તેનું શ્રેય ક્યારેય આપે લીધું નથી ,પરમાત્માને જ પ્રમુખ ગણ્યા છે .એટલું જ નહીં પોતે કે પોતાના પરિવારના કોઈ સભ્યો તેના વહીવટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા રહેતા નથી. કેવોઆચાર !! હા તેનો સમય મુજબ ઉપયોગ થઈ જાય તેની કાળજી જરૂર લેવામાં આવે છે સેક્સ વર્કર, કિન્નર ,વિચરતી જાતિ, સરદારને શૌચાલય માટે આપે કથા ગાન કરીને રચનાત્મકતા ની એક નવી પહેલ પણ કરી છે .
મોરારીબાપુ ના જીવન પર ગાંધી મુલ્યો ,આદર્શો સતત દેખા દે છે .ખાદી પહેરવી , શ્ર્વેત વસ્ત્રો ની સાદગી, રાષ્ટ્રધર્મ સત્યપાલન વગેરેના આપ પાલક - પોષક રહ્યા છો. શ્ર્વેત ઝભ્ભો, ધોતી અને કાળી કામળી બાપુની "આઇડેન્ટિટી "બની ગઈ છે .ચાં, ભજિયાનો સ્વાદ ગમે ,પણ તેનું 'એડિકશન' આપને બાંધી શક્યું નથી .વચન પ્રતિબદ્ધતા આપના જીવનમાં સતત બીબીત થાય છે. નિયતકરેલ કાર્યક્રમ ક્યારેય અધૂરો છોડ્યો નથી .આપ હંમેશા કહેતા આવ્યા છો ,"કે હું કોઈનો ગુરુ નથી મારો કોઈ ચેલો નથી. મારો કોઈ ફોલોવર્સ નથી. આ આખી માનવજાત ને હું મારા ફ્લાવર્સ માનું છું.
નિખાલસતાનુ સૌંદર્ય બાપુ ની તમામ કથા કે પ્રવચનમાં ક્યાય ઢબુરાયેલુ નથી. મધુર લાગેલો શબ્દપ્રસાદ તેના મૂળ રચનાકાર કે સર્જક ના નામથી જ વેહેચે છે. વિનયની વિશાળતા આપના શરીખી શોધવી અઘરી છે. ટીકાકાર હોય એ વિચારભેદથી જુદા પડતા કોઈ વ્યક્તિ હોય તો પણ તેને અફાટ પ્રેમ કરવામાં જરાય કચાશ ન હોય. મિથ્યાભિમાની સાહિત્યકારોને પણ આપ હળવે હાથે ઉપાડીને તેને પ્રેમથી અભિભૂત કરતા રહ્યા છો .કોઈને નિરાશ કરવાનું બાપુના સ્વભાવમાં નથી .લાખોના પરિચય છતાં વ્યક્તિગત રીતે સૌ કોઈ ને નામથી જાણે છે. રાજનીતિ, સત્તા કારણથી પૂરતું અંતર જાળવવામાં તેમની તુલના થઇ શકે તેમ નથી. સામાન્ય માણસના ઘરે કે વાડીયે પોતે ભોજન લઇ લીધા ના અનેક દાખલા છે. માટે બાપુ ઝુપડા થી મેહેલ સુધીના સૌ કોઈને પોતીકા લાગે છે .કોઈ ધર્મ કે સંપ્રદાય નું ખંડન-મંડન ક્યારેય નહીં. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ કોઈને તેઓમાં પોતાના ધર્મ ગુરુ દેખાતા રહ્યા છે ,ઈસ્લામધર્મી કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ એ સાંપ્રદાયિક સદભાવના નિર્માણમાં અન્યન ભાગ ભજવ્યો છે. સમગ્ર વિશ્વમાં માત્ર મોરારીબાપુ એક જ એવા સાધુ -સંત છે કે તેના ચરણમાં દસ રૂપિયા થી ૧૦ કરોડ સુધીની રકમ મુકવાની સવિવેક મનાઈ છે .સને1977 થી બાપુએ ભેટ- દક્ષિણા સ્વીકારવાનું બંધ કર્યું છે. તલગાજરડાના વિવિધ પ્રકલ્પો યજમાનો પાર પાડે છે. ચિત્રકૂટ ધામ માત્ર મધ્યસ્થી કરે છે.
તલગાજરડા પર બાપુનુ અપાર હેત છે. માટે તેમનું નિવાસસ્થાન પણ આજ ગામમાં છે ગામની અનેક સેવાઓ બાપુએ પોતીકી ગણીને કરી છે .જ્યારે બાપુની તલગાજરડા ઉપસ્થિતિ હોય ત્યારે સવારે 9: 30 કલાકે અને સાંજે 5: 00 કલાકે ચિત્રકૂટધામમાં સૌ કોઇ સરળતાથી તેમને મળી શકે છે. પ્રસાદિક ચીજ-વસ્તુઓથી રોજ અનેક દર્શનાર્થીઓ ભીંજાતા રહે છે.
શિક્ષણ ,સાહિત્ય ,લોકસંગીત, કલાજગત સહિતના બાર જેટલા એવોર્ડ પ્રસાદ તલગાજરડા દર વર્ષે સમાજને પીરસે છે. પરંતુ તેના ચયન કે પદ્ધતિમાં બાપુ ક્યાંય નથી. દરેકનું એક સ્વતંત્ર માળખું છે .કલા કે કલમથી ઓછા જાણીતા લોક કલાકારોને બાપુએ વૈશ્વિક મંચ પૂરો પાડ્યો છે .ભવાઈ કે નટ કલાને જીવંત રાખવાની તેમની નેમ નમનપાત્ર છે .સંવાદ, સમારોહ માટે બાપુનુ આંગણું કાયમ ઉઘાડું રહે છે .
ટ્રુથ ,લવ, કોમ્પેનશન ના આ સદગુરુને ચાહનારા ની સંખ્યા આકાશી સિતારાઓથી અધિક છે સૌને વહાલ,સૌનો સ્વીકાર નુ દરિયાદિલ સૌને પોતાનુંતથા સુગંધિત અનુભવાયું છે બાપુનો પારસ-સ્પર્શ પામનાર જાણે 'આબરૂ 'ફિલ્મનું ગીત ગણગણતો નીકળતો હોય.
"જીન્હે હમ ભુલના ચાહે વો અકસર યાદ આતે હૈ"
આજના મંગલ દિને પૂજ્યશ્રીને ભાવવંદના...
---તખુભાઈ સાંડસુર

No comments:
Post a Comment