.એકલવીર સાપ્તાહિક આયોજિત
@સ્વ આલાભાઈ સાંડસુર જન્મ શતાબ્દી સ્પર્ધા તથા ગૌરવવંતા ગુજરાતી શિક્ષક સન્માન
હેતુ -સ્વ.આલાભાઈ નહીં ની 100મી જન્મ જયંતી નિમિત્તે
------સ્પર્ધામા કાર્યરત તમામ શાળા/તાલુકા/જિલ્લા સંયોજક શ્રીઓને "ગૌરવવંતા ગુજરાતી શિક્ષક સન્માનપત્ર" એનાયત થશે
સ્પર્ધાનો પ્રકાર -એક સાથે બે સ્પર્ધાઓ
@શાળા કક્ષાએ....
વિદ્યાર્થીઓએ પુસ્તક વાંચીને પ્રશ્નપત્રના જવાબો આપવાના છે અને તેમાંથી ત્રણ નંબરો શાળા કક્ષાએ તારવવાના છે.
-..શાળાની રજીસ્ટ્રેશન સંખ્યા ઓછામાં ઓછી 40 અપેક્ષિત છે.પરંતુ દર 50 -50 વિદ્યાર્થીઓએ ત્રણ વિદ્યાર્થીઓને નંબર આપવાના રહેશે.અને તે નંબરો ધોરણ પ્રમાણે અથવા શાળાની ગોઠવણ મુજબ અપાશે.
--વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પ્રાથમિક કક્ષાએ ₹30 અને માધ્યમિક કક્ષાએ ₹40 રહેશે
--રજીસ્ટ્રેશન એક જ વખત કરાવવાનું રહેશે.
--શાળા કક્ષાએ એક બે ત્રણ નંબરના વિદ્યાર્થીઓ સીધા રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
--શાળા કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર રૂપિયા 500 રહેશે.ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત થશે.
-- દર પાંચ વિદ્યાર્થી દીઠ" સુવાસના સરવાળા" નામનું પુસ્તક કે જે સ્વ.આલાભાઈ સાંડસુરના જીવન પર લખાયેલ છે તે સૌને પહોંચતું કરવામાં આવશે.
--એકલવીર સાપ્તાહિક તરફથી બધાં જ સ્પર્ધકોને એક પેન ભેટ સ્વરૂપે અપાશે. પ્રમાણપત્ર તથા રું 140 કિંમતનુ પુસ્તક 5 વિધાર્થીઓ દિઠ ભેટ સ્વરૂપે અપાશે.
--આ સ્પર્ધા પોતાની શાળામાં જ નિયત કરેલી તારીખે યોજાશે. અને તેનું પરિણામ પણ શાળા સંયોજક તૈયાર કરીને તાલુકા/જિલ્લા સંયોજકને પહોંચતું કરશે.
--તાલુકા/જિલ્લા સંયોજક તમામ પ્રકારના આયોજનમાં શાળાઓને મદદરૂપ બનશે
--- ભાગ લેનાર વિધાર્થી ધો- 5 થી 8
-રાજ્ય કક્ષાની સ્પર્ધા
-- સ્પર્ધાનો વિભાગ પ્રાથમિક/માધ્યમિક અલગ રહેશે. પણ જો બંને વિભાગમાં સ્પર્ધક શાળા જો 15-15 ન હોય તો ઈનામ અને નંબર કોમન અપાશે. પણ તેમાં એક પછી એક ક્રમમાં બંને વિભાગને ઈનામ મળવા પાત્ર થશે.જેમકે 1, માધ્યમિક તો 2 પ્રાથમિક એવી રીતે..
-- આ સ્પર્ધાનો પ્રકાર વક્તૃત્વ સ્પર્ધા રહેશે અને તે ઓનલાઇન નિયત તારીખે યોજાશે.
---વક્તૃત્વ સ્પર્ધા વિદ્યાર્થીએ વાંચેલા પુસ્તક સુવાસના સરવાળામાંથી રહેશે.
---રાજ્ય કક્ષાએ પ્રથમ ઇનામ ₹5,000 દ્વિતીય ઈનામ ₹2000 અને તૃતીય ઇનામ ₹1,000 રહેશે અને બે ઇનામો પ્રોત્સાહક રહેશે જેની રકમ₹ 500 રહેશે.
---પુરસ્કાર સ્પર્ધકને માત્ર એક જ વખત આપવામાં આવશે રાજ્ય/ શાળા બધામાં પ્રથમ આવનારને માત્ર રાજ્ય કક્ષાનો પુરસ્કાર મળશે.
--આ તમામ સ્પર્ધાઓ પૈકી રાજ્યકક્ષાએ વિજેતા થનાર પાંચ સ્પર્ધકોને આગામી એક રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં નિમંત્રિત કરીને વિશેષ સન્માન અને પુરસ્કાર અપાશે.
--સ્પર્ધાને જિલ્લા કક્ષાએ અથવા રાજ્યકક્ષાએ સ્પોન્સરકર્તાને "ગૌરવંતા ગુજરાતી "તરીકે સન્માન થશે.આ સ્પર્ધાને સ્પોન્સર કરનાર સંસ્થાઓ કે વ્યક્તિઓ સજ્જનો આવકાર્ય છે.
--સ્પર્ધાનું આયોજન 1,સપ્ટેમ્બર થી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પૂરું થશે.
---શાળાઓમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન 1 થી 25 ઓગસ્ટ દરમિયાન થશે.
--શિક્ષકોનું સન્માન પોતાની શાળા કક્ષાએ જ સન્માનપત્રથી સન્માન થશે.તેનો કોઈ વિશેષ સમારોહ નહીં યોજાય.
તખુભાઈ સાંડસુર
તંત્રી
9427560366